SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૧ તવારીખની તેજછાયા. સમાધિપૂર્વક સાગરિક અણસણ સહિત ચઉવિહાર અટ્ટમના પચ્ચકખાણમાં મંત્રાધિરાજ નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં. ૪૪ વર્ષના સંયમજીવનની સાધનામાં ક્યારે પણ મોહનો પક્ષ કર્યા વગર શાસનપ્રેમને સદા ઉજ્વળ કરનારાં અમારાં ૪૪ સાધ્વીજી મ. સા.ના શિરછત્ર સ્વર્ગે સિધાવ્યાં. પૂજ્યશ્રીએ લબ્ધિ-વિક્રમ ગુરુવર સમુદાયના અનુપમ ગૌરવયુક્ત એક નાયકની શોભાને અનુરૂપ લબ્ધિ–વિક્રમ સમુદાયના ગૌરવની અભિવૃદ્ધિ કરનાર દીર્ધસંયમી પૂ. સા. સર્વોદયાશ્રીજી મ.ને ખૂબ સમાધિપૂર્વકની આરાધના કરાવી અમારા ઉપર ગણાતીત ઉપકાર કર્યો છે. પૂ. મા. મ. સા. પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ને સદા પોતાના ધર્મપુત્ર સમા માનતા હતા. સાચે ધર્મપુત્રએ ધર્મજનનીને વિશ્વમાં અત્યંત દુર્લભ સમાધિની સાધના કરાવી ભવ–પરિભ્રમણ અલ્પ કરાવ્યું અને મોક્ષયાત્રાનો પ્રારંભ કરાવ્યો. ભારતના ખૂણે ખૂણેથી આવેલ ભક્તવર્ગે, અમદાવાદની સોસાયટીઓમાં ફેલાયેલ તેમના ગુરુભક્ત અને ચાહક વર્ગે બોલીઓનો આંક આશ્ચર્યજનક રીતે ઓળંગાવી દીધો. જીવદયાની પણ કલ્પનાતીત ટીપ થઈ અને એક મહાન પ્રસિદ્ધ અને સમુદાયનાયક આચાર્ય ભગવંત જેવું સુંદર બહુમાન પામી અંતિમ સમયને પણ શાસનનો એક ગૌરવવંત પ્રસંગ બનાવી દીધો. ગુજરાત રાજ્યના પ્રધાન શ્રી નરસિંહ અમીન તેમ જ ભાજપના ધારાસભ્ય અશોક ભટ્ટ ગુજરાતની સમસ્ત પ્રજા તરફથી પોતાની ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી ગુજરાત રાજ્યની ધર્મમયતાની શોભા વધારી હતી. સૌ એક જ બોલ બોલી રહ્યાં હતાં–મા. મ. સા.નું ગજબનું પુણ્ય હતું. અમે તો સૌ કહીએ છીએ પુણ્ય પાછળ તેમના આત્માની વિશુદ્ધિનો સુંદર આદર્શ હતો. દિવસો–વર્ષો અને યુગો વીતશે પણ સદા જ્વલંત રહેશે તેમણે પ્રગટાવેલ શાસનપ્રેમ, આત્મઆરાધનાની જ્વલંત જ્યોતિ. બસ, શાસન માર્ગે સદા પ્રગતિ કરીએ એ જ શુભેચ્છાએ પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા. ના ૪૪ સાધ્વીછંદ વતી સાધ્વી રત્નસૂલાશ્રીનાં વંદન.....અનુવંદન... ધર્મલાભ! સૌજન્ય : લબ્લિવિક્રમસંસ્કાર કેન્દ્ર વિક્રમતીર્થ સંસ્કૃતિભવન, અમદાવાદ. યોગનિષ્ઠા પૂ. સા.શ્રી ગુણોદયશ્રીજી મ.સા. હીરાની ખાણમાંથી ઉત્તમ હીરા પ્રાપ્ત થાય તેમ ભુજપુર ગામની ધન્યધરાએ ઉત્તમ હીરલા સ્વરૂપ મહાન સુસંયમી મહાત્માઓ જૈન શાસનને અર્પણ કર્યા છે. આપણે એવા જ પવિત્રાત્માને યાદ કરીશું કે જેઓ વિ. સં. ૧૯૭૭ના ભૂજપુરની ભાગ્યવંતી ધરાએ જન્મ લઈ જીવીબાઈ નામે ઉચ્ચ સંસ્કારોથી સભર જીવનઘડતર પામી, આગાર જીવનમાં પણ અણગાર તુલ્ય ત્યાગ-વૈરાગ્ય ભાવે રહેતાં વિ. સં. ૨૦૦૮માં એજ માદરેવતનની જન્મભૂમિ એ તત્ત્વજ્ઞા પૂ. સા. જગતશ્રીજી મ. સા.નાં ચરણે જીવન સમર્પિત કરી, પૂ. ગુણોદયશ્રીજી નામ ધરાવી, સંયમની સાધનામાં દૈનંદિન આત્મપરિણતિની ઉચ્ચતાએ આગળ ધપતાં રહ્યાં. જપયોગ સાથે મૌન તો એમની અત્યંત આત્મીય સાધના હતી. સંયમપર્યાયનાં ઘણાં ચાતુર્માસો દરમ્યાન સંપૂર્ણ મૌનપણે રહી આત્મસાધનાનાં અમૃતપ્યાલા પીધા છે અને સૌ શરણાગતો, દર્શનાર્થી ભક્તવર્ગને એનો રસાસ્વાદ પણ ચખાડ્યો છે. એમનું જીવન એક ઘેઘૂર કલ્પવૃક્ષ તુલ્ય હતું. એની છાયામાં આવતા દરેક પુણ્યાત્માઓ પોતપોતાની કક્ષા મુજબનું ઇચ્છિત ફળ મેળવતાં જ કારણ એ મૂળબીજ જ કરુણાદેષ્ટિમય હતું. કચ્છના મોટા આસંબિયા ગામે શ્રેષ્ઠીવર્ય શામજી જખુભાઈ ગાલાના મહાન સુકૃત સં. ૨૦૨૪માં ૨૭ ઠાણાને તેઓશ્રી દ્વારા ચાતુર્માસનો યોગ સંપ્રાપ્ત કરી સંયમજીવનને યોગ્ય શ્રેષ્ઠતમ તાલીમ અપાઈ હતી. એમની આવી અનેક ગુણગરિમા આજે પણ ગચ્છ કચ્છ જૈનશાસને પુષ્પવતું મઘમઘતી રહી છે. બાર શિષ્યા અને ૩૪ પ્રશિષ્યા આવા વિશાળ પરિવારના શિરછત્ર એ પવિત્રાત્માનાં ચરણે ભાવભરી વંદના! ખીલી ખુમારી ખંભાતમાં પ્રવર્તિની સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. બાળપણ હતું. ચંચળતાભર્યું, રૂઆબભર્યું, તેથી જ તો એ બાળકીને ઊઠતાંવેત ધરવો પડતો હતો. “ચા” નો કપ....! બાળપણમાં જીદ કરીને વિજય મેળવ્યો. યુવાનીમાં વૈરાગી બની વિજય પ્રાપ્ત કરનાર એ બાળકીનું સંસારી નામ હતું વિજયા! વાહ! શાબાશ! કહી શકાય કદાચ, જન્મ પણ જીત મેળવીને જ લીધો હશે એ ખમીરવંતી ખંભાતની ધરતીમાં, મહાશ્રાવિકા મૂળીબહેનની કુક્ષિએ, અંબાલાલભાઈના કુળમાં!!! જે કુટુંબે પંચપરમેષ્ઠિ અને નવપદના નવે પદની Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy