SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૩ તવારીખની તેજછાયા ત્યારે રોગનો ભયંકર હુમલો થયો હતો, છતાં મનની મક્કમતાથી અને આયંબિલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી તેઓ આકરી કસોટીમાંથી પસાર થઈ ગયા હતાં. ૧૦૦ ઓળી પૂર્ણ થવા છતાં પણ તેમની તપતૃષા શાંત થવાને બદલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી ગઈ. તેથી એ જ વર્ષે પુનઃ વર્ધમાન તપનો પાયો નાખીને સળંગ ૧૧ ઓળી કરી. પછી તો પ્રતિકૂળતાના ઘૂઘવતા સાગર વચ્ચે તપ રૂપી નૌકા આગળ વધતી ચાલી, જેની ફલશ્રુતિ રૂપે સં. ૨૦૪૬ના મહા સુદિ પ-ના દિવસે કચ્છ-આધોઈ મુકામે બીજી વાર ૧૦૦ ઓળી ૭૪ વર્ષની જૈફ વયે પૂર્ણ કરી! સમગ્ર ભારતવર્ષના સાધ્વી સમુદાયમાં ૨૦૦ ઓળી પૂર્ણ કરનારા પુણ્યાત્માઓમાં પ્રથમ સ્થાન શોભાવી જૈનશાસનના મહાન ધોતક બની રહ્યાં! પણ આ તે કેવું ગજબનાક આશ્ચર્ય! તેમની તપતુષા સુખ જ ન થઈ. જેથી એજ વર્ષે ફા. સુ. પ-ના પુનઃ ત્રીજી વાર પાયો નાખ્યો અને જોતજોતામાં ૨૭ ઓળી પૂર્ણ કરી લીધી! હવે વૃદ્ધાવસ્થા અને શારીરિક પ્રતિકૂળતાને કારણે વધુ ઓળીઓ થઈ શકે તેવી શકયતા ઓછી જણાય છે પરંતુ જરાપણ શારીરિક પ્રતિકૂળતા ઊભી થાય તો તેઓશ્રી આયંબિલની રકૃતિને તીવ્ર બનાવે છે. તેમણે જીવનમાં દવાના સ્થાને આયંબિલ અને ડોકટરના સ્થાને નવપદજીને સ્થાન આપ્યું છે. તપની સાથે સાથે સમતા. અપ્રમત્તતા. જયણા. સ્વાધ્યાય રુચિ, વાત્સલ્ય વગેરે અનેક સદ્ગુણોના કારણે તેઓ અનેકોના જીવનમાં ધર્મબીજનું વપન કરી શકયાં છે. તેમનું નામ પણ પ્રાતઃ કાલે પ્રતિક્રમણમાં બોલાતી ભરફેસરની સક્ઝાયમાં આવતા એક મહાસતીનું નામ છે. તેમના નામના પૂર્વાર્ધનો અર્થ ફૂલ થાય છે. નામ પ્રમાણે તેમનું હદય બીજા જીવો માટે કુલ જેવું કોમળ અને અનેક સદગુણોની સુવાસથી મઘમઘતું હતું. તેમનું તપોમય જીવન ચારેક વર્ષ પહેલાં તેમનો સ્વર્ગવાસ થયેલ છે. પૂ. સા. શ્રી હંસ કીર્તિશ્રીજી મ.સા. - ઉપરોકત મહા તપસ્વી સાધ્વીજીનાં પગલે-પગલે તેમનાં પ્રશિષ્યા પણ ગત વર્ષે બીજીવાર ૧૦૦ ઓળીનું પારણું કરીને પુન: ત્રીજીવાર પાયો નાખીને ૬૫ ઓળીથી આગળ વધી રહ્યાં છે. સળંગ ૫૦૦/૧000/૧૫૦૦/૧૭૦) આયંબિલ કર્યા છે! તેઓ દર ઓળીમાં અઠ્ઠમ તપ કરે છે. તદુપરાંત તેમણે માસક્ષમણ, સોળભતું, છ અઠ્ઠાઈ તથા સિદ્ધિતપ વગેરે તપશ્ચર્યા પણ કરી છે. પરિણામે તેમણે હંસ સમાન ઉજ્વલ કિતિને પ્રાપ્ત કરી છે. તેઓ ત્રીજી વાર પણ ૧00 ઓળી પૂર્ણ કરનારાં બને એવી શાસનદેવને પ્રાર્થના સહ તેમના તપોમય જીવનની હાર્દિક અનુમોદના. સળંગ ૨- ૨૦ ઉપવાસથી વીશસ્થાનકની આરાધના કરનાર પાંચ સાધ્વીજી ભગવંતો! પૂ. સા. શ્રી હેમચન્દ્રાશ્રીજી મ.સા. ઉપરોકત ૨૨૭ ઓળીના તપસ્વી સા. શ્રી પુષ્પચૂલાશ્રીજીના એક શિષ્યાએ સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશ સ્થાનક તપની ૨૦ ઓળી પૂર્ણ કરી છે! આ ઉપરાંત પણ તેમણે સળંગ ૪૫/૩૧/૩૦/૨Jર ૧/ ૨૦/૧૮/૧૧ ઉપવાસ, ૭ વખત અઠ્ઠાઈ, ચત્તારિ અટ્ટ દશ દોય તપ, સિદ્ધિ તપ, ઉપવાસથી વર્ષીતપ, અમથી વર્ષીતપ, તેમજ સળંગ ૧૦૦-૪૦૦-૨૨૫ તથા ૨૦૦ આયંબિલ (પાંચ વખત) તથા ક્ષીર સમુદ્ર તપ (૭ ઉપવાસ) વગેરે અનેકવિધ તપશ્ચર્યાથી પોતાના જીવનને સુવર્ણ જેવું દેદીપ્યમાન અને ચંદ્ર સમાન ઉજ્વલ યશોમય બનાવ્યું છે. તેમના તપોમય જીવનની હાર્દિક અનુમોદના. તેમના નામ સાથે સામ્ય ધરાવતાં એક આચાર્ય ભગવંતે ભૂતકાળમાં ૩ાા કરોડ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યની રચના કરેલ તથા હાલ પણ એ નામના પ્રાયઃ બે વિદ્વાન આચાર્ય ભગવંતો જુદા જુદા સમુદાયમાં વિદ્યમાન છે. (પૂ. સા. શ્રી હેમચંદ્રાશ્રીજી મ.સા.) આજ સમુદાયનાં બીજાં બે સાધ્વીજી ભગવંતોએ પણ આ જ રીતે સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશ સ્થાનક તપની આરાધના કરી છે. તેમાંનાં એક સાધ્વીજીએ ૧૦૦ ઓળીનું પારણું સાદી રીતે...સહજભાવથી કર્યું. પૂ. સા. શ્રી સુવદનાશ્રીજી મ.સા. બીજા સાધ્વીજી ભગવંત ગૃહસ્થપણામાં પહેલાં કંદમૂળના ખૂબ જ શોખીન હતા. પાછળથી કંદમૂળભક્ષણથી થતી અનંત જીવોની હિંસાનો ખ્યાલ આવતાં કંદમૂળનો બિલકુલ ત્યાગ કર્યો હતો, પરંતુ સ્થાનકવાસી પરિવારમાં તેમનાં લગ્ન થતાં કંદમૂળનું શાક બનાવવા માટે આગ્રહ થતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી હતી. તેમણે પણ સળંગ ૨૦-૨૦ ઉપવાસ ૨૦ વાર કરવા દ્વારા વીશ સ્થાનકતપની આરાધના પૂર્ણ કરી છે. તેમના નામનો અર્થ સુંદર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy