SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ Floo ૨૭ મોહગર્ભિત વૈરાગ્ય (સાધ્વી રૂક્મિણી) શાસ્ત્રોમાં વૈરાગ્યના ત્રણ પ્રકાર જણાવ્યા છે. જ્ઞાનગર્ભિત, મોહગર્ભિત અને દુઃખગર્ભિત, તેમાં પ્રથમ ક્રમ પ્રમાણે જ્ઞાનસંયુક્ત સંસાર વિરક્તિ અલ્પભવોમાં મુક્તિનું કારણ બને, છતાંય મોહગર્ભિત અને દુઃખના નિમિત્તોથી ઉત્પન્ન વિરાગ પણ અનુક્રમે જ્ઞાનપરિણત બની આત્મકલ્યાણનું કારણ બને છે. શ્રાવિકા જયંતીનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો તો શ્રાવિકા સુનંદા કે જે વજ્રસ્વામી જેવા ધર્મધુરંધરની સગી માતા હતી. તેણીનો વૈરાગ્ય બાળવજે ઉપજાવેલા દુ:ખોથી મિશ્રિત હતો. અંતે સુનંદાએ પોતાના પતિ ધનગિરિ, પોતાના ભાઈ આર્યસમિત અને અંતે પોતાના લાડલા પુત્ર વજ્રકુમારની પણ દીક્ષા જોતાં પોતે પણ ભ્રાતા ભર્તાર અને ભૂલકા વગર સંસારમાં રહેવું દુઃખનું કારણ સમજી દુ:ખી બનીને પણ દીક્ષા લીધી. સુંદર સંયમ સાધ્યું ને સ્વર્ગલોક પણ પામી. તે પછી તો વજ્રસ્વામી યુવાવસ્થાએ પહોંચતાં જ તેમની સંયમ સાધના પણ યૌવન પામી હોય તેમ શાસનપ્રભાવક લબ્ધિના સ્વામી બન્યા. અદ્ભૂત રૂપવાન, પ્રશસ્ત પ્રવચનકાર અને વિશિષ્ટ ગુણવાન તરીકે ચોતરફ તેમની યશકીર્તિ સાધ્વી સમુદાય તરફથી વિસ્તરવા લાગી હતી. તે ગુણગાન સુણતાં પાટલીપુત્રના ધનશ્રેષ્ઠીની કન્યા રૂક્મિણી વજ્રસ્વામી પર મોહાણી. સંસારીઓની સંસાર રાષ્ટિ સાધુસંતોમાં રાગ દશા જોવા લલચાય, અને સંસારત્યાગીને પણ ભોગી બનવા જેમ લલચાવે તેમ મુગ્ધા બનેલ કન્યાએ પોતાના પિતાને સ્પષ્ટ કહી દીધું કે વરીશ તો વજ્રસ્વામીને નહિ તો મારે બીજો પતિ નથી અને ખરેખર પુત્રીની હઠ સામે ધનશ્રેષ્ઠી પણ મુંઝાયા અને ગમે તેમ પોતાની એકમાત્ર પુત્રીના સંસારસુખને વધાવવા ગમે તે ભોગે Jain Education International ચતુર્વિધ સંઘ વજ્રસ્વામી સાથે રૂકિમણીનો હસ્તમેળાપ થાય તે માટે યુક્તિઓ વિચારવા લાગ્યા. જોગાનુજોગ જ્ઞાની વજ્ર સ્વામી વિચરણ કરતાં પાટલીપુત્ર જ પધાર્યા જ્યાં તેમની પ્રભાવકતાનો પરિચય કરવા રાજા સ્વયં દેશના સુણવા આવ્યા અને ચારેય તરફ જયજયકાર વર્તવા લાગ્યો. પ્રથમ પ્રવચનથી જ પ્રભાવિત થયેલ રાજાએ પોતાના અંતઃપુરની રાણીઓને મહાત્માઓના દર્શન કરાવ્યા તેથી રાજાનું અનુસરણ કરતી પ્રજા પણ વજ્ર સ્વામીના યશનામ કર્મથી ઘેલી બની. તેથી પોતાના સંયમને સાચવવા લબ્ધિધારી વજ્રસ્વામીએ પોતાના વિલક્ષણ રૂપને સંક્ષેપ્યું પણ કંઠસ્વર મધુર હોવાથી લોકોના આકર્ષણનું જ કારણ બન્યા. પછી લોકોની રૂપાપેક્ષા જ્ઞાનથી જાણી બીજીવારની દેશનામાં પોતાના મૂળરૂપમાં આવી હજાર પત્રોવાળું કમળ વિક્રુત્યું. તેથી ધનશ્રેષ્ઠી પણ ખૂબ આકર્ષાયા અને પોતાની રૂક્મિણીની મનીષા પૂરવા એક ક્રોડ સુવર્ણ ધન વજ્રસ્વામી પાસે ધરી પુત્રીના પતિ બનવા ભોગયાચના કરી દીધી. વળતરમાં વજ્રસ્વામીએ પોતાની પૂર્ણ યુવાવસ્થાને સાચવી કંચન અને કામિની, રૂપ અને રૂપિયો અર્થ અને અનર્થકારી નારીને નાણા કરતાં વધુ ઊંડી નરકગતિની ખાણ કહી જબ્બર વૈરાગ્યરસનો વાર્તાલાપ ધનશ્રેષ્ઠીની સામે ધરી દીધો, સાથે એ વાત પણ કહી દીધી કે જો રૂક્મિણી ખરેખર મારી રાગિણી હોય તો જે વીતરાગકથિત વેશધારી હું બન્યો છું તે જ સાધ્વીવેશ પહેરી આત્મકલ્યાણને અનુસરે અન્યથા સાચા પ્રેમની શું સાબિતી? અને વચનલબ્ધિના સ્વામી વજ્રસ્વામી સામે ધનશ્રેષ્ઠીનું ધન અનુપયોગી થયું બલ્કે રૂક્મિણીએ મોહગર્ભિત ધર્મ દીક્ષા લઈ સંયમ સ્વીકારી લીધું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy