SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ઉપાશ્રયે પણ તીવ્ર મેધા અને પદાનુસારી લબ્ધિના પ્રભાવે અલ્પ સમયમાં જ સાધ્વીઓનાં મુખથી ઉચ્ચરાતાં અગિયાર અંગો ભણી લીધાં અને ખૂબ ચકોર ચતુર સુંદર સ્વરૂપવાન બની ગયો. સુનંદાનું હૈયું હાથ ન રહ્યું તેથી ફરી બાળકને પાછો ઘેર બોલાવી લેવા ચિંતા કરવા લાગી. છેક રાજા સુધી તે બાબત ફરિયાદ કીધી. ન્યાય મુજબ જ્યારે ભરી સભામાં એક તરફ પિતા મુનિ તથા બીજી તરફ માતાને ઊભી રાખવામાં આવી ત્યારે વચ્ચે ઊભી રહેલ વજ્રકુમારે માતા પાસે રહેલ મીઠાઇઓ, મેવા, રમકડાંનાં આકર્ષણો વચ્ચે પણ તેણીની પ્રેમભરેલ આમંત્રણાને ઠુકરાવી પિતા મુનિ દ્વારા દેખાડવામાં આવેલ ઓઘાને જ પસંદ કરી લીધો. અને ભરી સભામાં માતા સુનંદાને છોડી પિતા મુનિ ધન-ગરિ તરફ ઓઘો લેવા દોડી ગયો. જેવો ઓઘો તેના હાથમાં આવ્યો, એક દીક્ષાર્થીની જેમ નાચવા લાગ્યો. સભાસદો વિસ્મય પામી ગયા, સૌને કૌતુક જેવું લાગી આવ્યું, અને બાળકુમાર વજ્રસ્વામિના નિર્ણયને વધાવવા લાગ્યા, તેથી વજ્રકુમારની માતા સુનંઠા પરાભવ પામી ગઈ. વ્યથા અને વિષાદ ઊભરાયાં, કારણ કે હવે તે પતિ અને પુત્રવિહોણી સાવ એકલી થઇ ગઈ, છતાંય અતિ સંસ્કારી પરિવારની હોવાથી તેણીએ પણ ચડતા પરિણામે સંયમવેશ જ સ્વીકાર્યો. સુંદર પાલન કરી દેવલોકને પામી. ૨૬ મહાનાત્મા મદનરેખા ચરમભવી જીવોના પણ ચરમજીવનમાં પૂર્વભવ સંચિતકર્મો ઉદયમાં આવી કેવી વિચિત્ર ઘટમાળો સર્જી દે છે તથા તે વચ્ચે પણ ધર્માનુરાગી આત્માઓ પોતાનાં શુભ લક્ષ્યો સાધી ધર્મની ધજા કેવા વટથી લહેરાવી મોક્ષપુરુષાર્થ સાધી લે છે, તે સત્યનાં મૂલ્યોને જાણવા જૈન ઇતિહાસમાં અવલોકન કરવું પડે છે. પ્રસ્તુત સંક્ષિપ્ત પ્રસંગ સાધ્વી મઠનરેખાના મોક્ષગમન પૂર્વેના તેજ ભવના નાનામોટા દુઃખદ-સુખદ પ્રસંગોનું મિશ્રણ છે. ગૃહાવસ્થામાં મદનરેખા ધર્મપરિણત નારી હતી. તે સન્નારી સુંદરી અને સૌભાગ્યવતી પણ હતી, પણ તેણીનું રૂપજ તેણીના સંકટનું સ્વરૂપ બની ગયું. પતિના મોટા ભાઇ મણિરથે પોતાનું જયેષ્ઠ પદ ગુમાવી મદનરેખાના મોહમાં આસકત બની તેણીના પતિ અને પોતાના લઘુભ્રાતા યુગબાહુની હત્યા કરી નાખી. આંખ પાસે તલવારના ઘાથી મરણ-શરણ પતિને અંતિમ નિર્યામણા, સમાધિ અને નવકારઠાન કરી પંડિત મૃત્યુ મદનરેખાએ જ આપ્યું. Jain Education International For Private e માથા ઉપર પતિની છત્રછાયા ગયા પછી શીલરક્ષાનું સંકટ નિવારવા સગર્ભાવસ્થા છતાંય પોતાના મોટા પુત્ર ચંદ્રચશા કે મંત્રિગણની સલાહ પણ લીધા વિના જંગલને જ મંગલ આશ્રય બનાવ્યું. ત્યાં પણ કર્મસંયોગે એકાકી અવસ્થામાં જ નૂતન પુત્રની પ્રાપ્તિ પછી અશુચિ-નિવારણ હેતુ નદીમાં સ્નાન કરવા જતાં હાથી દ્વારા સતામણી ને વિદ્યાધર મણિપ્રભ દ્વારા ફરી શીલનું સંકટ ઉત્પન કરવું વગેરે કર્માની વણઝારો ચાલી. પણ દ્દઢધમાં તેણીએ ધર્મધારણા લગીર ઓછી ન કરી, બલ્કે વધુ સાવધ બની તેજ મણિપ્રભના વિમાનમાં બેસી મંદિરમાં મંદીરવર દ્વીપ સુધી જાત્રા કરી લીધી. મુનિ મહાત્મા મણિચૂડનાં દર્શન કરી પાવન બની, મનુષ્યલોકની મનુષ્યણી છતાંય માનુષોત્તર પર્વતની પેલી પાર સુધી જવાનું થયું, જયાં પૂર્વ ભવના પતિનાં પણ દર્શન દેવ સ્વરૂપે થયાં, જયાં તે દેવે સાધુભગવંતને વંદના પછી કરી. પહેલાં વંદન પોતાને ધર્મ આપનાર પત્ની મદનરેખાનાં ચરણે મસ્તક ઝુકાવી કર્યા. પોતાના નવજાત શિશુ નમિકુમારને જોવાની ઇચ્છા છતાંચ મિથિલા નગરી સુધી પાછા આવ્યા પછી ફરી નવા શીલસંકટથી બચવા ત્યાં બિરાજમાન સાધ્વી ભગવંતોનો પરિચય કરી સંસાર અસારનો ત્યાગ કરી દીધો. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વાસિત તેણીએ સાધ્વી જીવનને ખૂબ દીપાવ્યુ. પોતા પાછળ મોંહાધ બનેલ જેઠ મણિરથ સર્પદંશથી અપમૃત્યુ પામી ચોથી નરકે જવાં છતાં તેના ઉપર રોષ નહીં કે પુત્ર ઉપર પણ રાગ નહીં તેવી વૈરાગી દશા વિકસાવી. જૈન-ઇતિહાસમાં જે પોતાના જ સાંસારિક બેઉ પુત્રો ચંચશા અને નિમરાજને યુધ્ધના મેદાનમાં ઊતરેલા દેખી યુધ્ધના મોરચે આવેલ છે. તુમુલ રણસંગ્રામ અને નિર્દય હિંસાનાં પાપોને અટકાવવા રણમેદાને પડી બેઉ ભાઇઓને એક બીજાની ઓળખાણ કરાવી પછી પોતાનો પણ પરિચય માતા તરીકે આપ્યો છે. ભીષણ યુધ્ધને અટકાવવામાં ધારી સફળતા મેળવી છે અને પોતે ઐતિહાસિક પાત્ર બનેલ છે. સાધ્વી મઠનરેખાનાં જ શીલ - સત્વ - શોર્ય - વગેરેથી વગેરેથી પ્રભાવિત થઈ પાછળથી પુત્ર નમિરાજાએ પણ દાહજવરના નિમિત્તે દીક્ષા લઇ આત્મ પરાક્રમ ફોરવ્યું છે. બેઉ ભ્રાતાઓએ પણ માતા સાધ્વીના આદર્શે આત્મકલ્યાણ સાધ્યું છે. પ્રાંતે સાધ્વીશ્રી મઠનરેખા મોક્ષમાર્ગના મુસાફર બની શાશ્વતા સુખના સ્થાનને સંપ્રાપ્ત કરી ગયા છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy