SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ 999 ૨૨ સાધ્વી સુભદ્રા વારાણસી નગરી. સાર્થવાહનું ઘર, તેમાં સુભદ્રા નામની સ્ત્રી રહે છે. પતિ-પત્નીને લાંબા સંસાર પછી પણ એક પણ સંતિત નથી થઇ. તેથી સુભદ્રાનું મન કચવાય છે. સ્ત્રી-સહજ સ્વભાવને કારણે બીજી નારીઓને પુત્ર-પુત્રીવાળી દેખી પોતે અંતરથી બળે છે, અને પોતાની લઘુતા ગ્રંથિથી પીડાય છે. એકવાર બે સાધ્વીજી ભગવંતો ઘેર ગોચરી ભ્રમણ કરતાં પધાર્યા તો ઉત્તમ દ્રવ્યો પ્રતિલાભી તે જ સંસાર-દુઃખની વાતો રજૂ કરી. સાધ્વી ભગવંતોએ તો કાન જ જાણે બંધ રાખ્યા હોય તેમ નિરૂત્તર રહ્યાં. અંતે તેની તે રજૂઆત વારંવાર થતાં સાધ્વીઓએ ખુલાસો કર્યો કે સંસારને લગતા પ્રશ્નોના જવાબ અમારાથી ન આપી શકાય. માટે ફક્ત ધર્મની જ વાતો અમારી સાથે કરવી. સાધ્વીજી ભગવંતોએ સુભદ્રાને દુઃખને માટે રડવા કરતાં કર્મોની સામે લડવાના ઉપાય તરીકે ધર્મની સમજણ આપી. તેથી ધીમે ધીમે વૈરાગ્ય વધતાં પતિની અનુમતિ મેળવી સુભદ્રા સાધ્વી બની. પ્રારંભિક વરસોમાં અભ્યાસ-તપવૈયાવચ્ચ વગેરેમાં ખૂબ ઉલ્લાસવાળી રહી અને ખૂબ સારી રીતે પ્રગતિ પામી, પણ અચાનક અમુક વરસોના ચારિત્ર પર્યાય પછી પાછા ગૃહસ્થ-જીવનના અસંતાનપણાની વાતો યાદ આવતાં મન બગડવા લાગ્યું. તેથી મનની શાંતિ માટે નાનાં-નાનાં બાળકોને બોલાવી રમાડતાં તેમની સંયમારાધના ખૂટવા લાગી. બાળકોને ખોળે બેસાડવાં, રમાડવા, દોડાવવાં, આંગળી પકડી ચલાવવાં વગેરે ધાત્રી કર્મ કરતાં તેમને ખ્યાલ ન આવ્યો કે સંયમ સાધના કેટલી દુષિત થઇ રહી છે. આગળ વધીને બાળકોને ભેગાં કરવાં, સુખડી વગેરે ખવરાવવાથી લઇ, નવડાવવા-ધોવડાવવાં વગેરે કાર્યો પણ કરવા લાગ્યાં. આમ તેમનું સંયમ લક્ષ્ય ગયું. વડીલોના અનેક ઠપકા છતાંય તેઓની વાત ન ગણાતા ઉપાશ્રય બદલાવ્યો, ધાત્રીકર્મોના દોષોની આલોચના કર્યા વગર છેલ્લે પંદર દિવસના ઉપવાસ કરી સાધ્વી કાળધર્મ પામ્યા. તે પછીના ભવમાં પ્રથમ દેવલોકમાં દેવ બન્યા. તે જ દેવી પ્રભુ મહાવીરના સમવસરણમાં આવી અને પૂર્વના તથાપ્રકારી સંસ્કારોના કારણે સમવસરણમાં જ અનેક બાળકો વિપુર્વી નૃત્ય કર્યું. પછી પ્રભુને વંદી દેવલોકે પાછી ગઇ. તેણીના ગયા પછી ગૌતમ સ્વામીના પ્રશ્નોના જવાબમાં બહુપુત્રિકા દેવીનો પૂર્વ ભવનો ઇતિહાસ પ્રભુજીએ ખુલાસાપૂર્વક જણાવ્યો. Jain Education International For Private ચતુર્વિધ સંઘ સાથે તે જ દેવી ચાર પલ્યોપમનું દેવલોકનું આયુ પૂર્ણ કરી વિધ્યાચલ પર્વતની સમીપ વેભેલ સન્નિવેશમાં સોમા નામે બ્રાહ્મણ પુત્રી બની યુવાન વયે રાષ્ટ્રકૂટ નામના બ્રાહ્મણને પરણો તથા સંચમની આશાતનાના કારણે તે ભવમાં અનેક જોડિયાં બાળકોની માતા બનશે. ઉપરાઉપરી જન્મ પામતાં બાળકોથી કાયાનો કલેશ સહન કરશે તથા બાળકોના તોફાનમસ્તી અને પરોજણથી દુઃખી દુઃખી બની પોતા કરતાં વંધ્યા સ્ત્રીઓ સારી તેમ અભદ્ર વિચાર કરશે. કોઇકવાર ફરી સાધ્વીજી ભગવંતોનો લાભ લેતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઊપજશે. પછી દુ:ખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લેશે. અને જયારે અભ્યાસમાં આગળ વધી પરિણત થરો ત્યારે બધાયની સમક્ષ પોતાનું ચરિત્ર ખુલ્લું પાડી પોતાની ભૂલોનો એકરાર કરશે. અંતે માસક્ષમણના તપ દ્વારા દેહદમન કરી કાળધર્મ પામી બે સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે જન્મરો. ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં સુંદર સંયમ પાળી કેવળી બની મોક્ષે પણ સીધાવશે. આમ સુભદ્રા સાધ્વીના ભવથી લઇ ચરમ ભવ સુધીનું બયાન કરી પ્રભુ વીરે સમવસરણમાં પધારેલ બહુપુત્રિકા દેવીનો પૂરતો પરિચય આપ્યો. ૨૩ ચડતી-પડતીના ન્યારા ખેલ પ્રત્યેક જીવ અનાદિકાળથી ચિત્ર-વિચિત્ર કર્મયોગે સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. સોનાં કર્મો અલગ, કર્મોના ઉદયથી મળેલ શકિતઓ, લબ્ધિઓ અલગ અને સૌની વિચારધારા- ભાવના પણ અલગ અલગ. તેથી જગતમાં અવનવી ઘટનાઓ સર્જાતી હોય છે. પરમાત્મા મહાવીર દેવના સમકાળે પણ અનેક આશ્ચર્યપદ પ્રસંગો બન્યા છે, જેમાંથી પ્રસ્તુત પ્રસંગ રોચક અને આશ્ચર્યપ્રદ છે. પૂર્વભવમાં ધનમિત્ર શ્રેષ્ઠીની કન્યા ધનશ્રીના લગ્ન દિવસે જ મુનિ મહાત્મા ભિક્ષાર્થે તેના ઘેર પધાર્યા. સૌભાગ્યતી બનવાનો ઉત્તમ પ્રસંગ હતો પણ અજ્ઞાન દશામાં પિતાના કહેવા પછી મુનિ મહાત્માને પ્રતિલાભતી વખતે તેમના વદન અને વસ્ત્રો ઉપર રહેલ મેલની જુગુપ્સા કરી જૈન સાધુની દુર્ગંછા કરી. ફાટફાટ યુવાની ને તેમાંય રંગ-રાગ સાથે લગ્નદિવસ. તેથી તેણી ઉન્માદી બની મહાત્માનું ઉત્તમનિમિત્ત મળવા છતાંય છકી ગઇ અને અશુભ કર્મો બાંધનાર થઇ. જીવનના અંત સુધી તે પાપની આલોચના કર્યા વિના જ મૃત્યુ પામી. જુગુપ્સા મોહનીય કર્મ ઉદયમાં આવ્યું તેથી તે પછીના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy