SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ભારતવર્ષના પ્રથમ ચક્રવર્તી રાજા ભરતની માતા તરીકે અનુપમ સમ્માન પ્રાપ્ત કર્યું હતું અને પુત્રી બ્રાહ્મીએ લેખનકળાનો વિકાસ કરીને માતાને ચિરંજીવ યશ પ્રદાન કરીને એક ઐતિહાસિક ઘટનામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. : ૩. સુનંદા ઋષભદેવ ભગવાનના કાળમાં યુગલિયાઓ અસ્તિત્વ ધરાવતા હતા. સુનંદાના સાથી યુગલિકનું અવસાન થયું એટલે ઋષભદેવ સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. સુનંદાએ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીનો યુગલિયા તરીકે જન્મ આપ્યો હતો. બાહુબલી જેવા મહાન ત્યાગી અને શક્તિસંપન્ન પુત્ર અને સૌ પ્રથમ તપધર્મની આરાધના કરનાર સુંદરીને જન્મ આપનાર તરીકે સુનંદાનું માતૃત્વ અને જીવન કૃતાર્થ થયું હતું. ભાગવતમાં જયંતીનો ઉલ્લેખ છે. વનદેવી સમાન અપૂર્વ સૌન્દર્યવતી હોવાથી સુનંદાને ઇન્દ્રની પુત્રી માનવામાં આવે છે. ઋષભદેવનું સુનંદા સાથે લગ્ન થયું અને યુગલિયા પરંપરા પૂર્ણ થઈને ગૃહસ્થજીવનનો પ્રારંભ થયો, એ એક ઐતિહાસિક ઘટના છે. જયંતી એ જ સુનંદા છે. ૪. બ્રાહ્મી : સુનંદા માતા અને ઋષભદેવ પિતાની પુત્રીએ સમાજજીવનની શરૂઆત કરીને સ્ત્રીઓની ૬૪ કળામાં અપૂર્વ ચતુરાઈ બતાવીને પોતાના સદ્ગુણોથી જીવનમાં વિકાસ કર્યો. પિતાજી પાસેથી ૧૮ લિપિનો અભ્યાસ કર્યો અને તેમના દ્વારા લેખનકળાનો પ્રારંભ થયો. બ્રાહ્મીનો વિવાહ બાહુબલી સાથે કરવામાં આવ્યો હતો. બ્રાહ્મી અને સુંદરીને બાળબ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ વિવાહનો ઉલ્લેખ એ રીતે હોઈ શકે કે સામાજિક વ્યવસ્થાનુસાર સગાઈ-સંબંધ બાંધવાની જાહેરાત કરી હોય, લગ્ન થયાં ન હોય, એમ માનવામાં આવે છે. ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સર્વપ્રથમ દેશના આપી ત્યારે બ્રાહ્મીએ પ્રતિબોધ પામીને દીક્ષા અંગીકાર કરી હતી. ઋષભદેવ ભગવાને સ્થાપેલા સંઘમાં બ્રાહ્મીને પ્રથમ પ્રધાન સાધ્વી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. બ્રાહ્મી સાથે ત્રણ લાખ સાધ્વીઓ અને પાંચ લાખ ચોપન હજાર બાર વ્રતધારી શ્રાવિકાઓની સંખ્યા હતી. ૮ પ્રાતઃસ્મરણીય સતી સ્ત્રીઓમાં બ્રાહ્મીનું નામ પ્રથમ છે. એમનું જીવન, સતીત્વ અને પ્રથમ સાધ્વી તરીકે સ્ત્રીઓને માટે ચારિત્રનો રાજમાર્ગ બતાવનાર તરીકે સર્વદા વંદનીય અને પૂજનીય છે. ભરતરાજાના બીજા ભાઈઓએ રાજ્યભાગ કરીને દીક્ષા Jain Education International For Private 933 લીધી હતી. છેવટે બાહુબલીએ પણ દીક્ષા લીધી. એક વરસની ઘોર તપસ્યા કરવા છતાં “બધા ભાઈને વંદન કેમ કરું?’’ એવો અહંકાર મનમાં સતાવ્યા કરતો હતો. ઋષભદેવ ભગવાને બાહુબલીના અહંકારને ઉતારવા માટે બ્રાહ્મી અને સુંદરીને એમની પાસે મોકલ્યાં. સાધ્વી બહેનોએ કહ્યું કે, “હાથી પર સવારી કરનાર વ્યક્તિને કેવળજ્ઞાન થતું નથી.” આ શબ્દો સાંભળીને બાહુબલીને બ્રહ્મજ્ઞાન થયું, સત્ય સમજાયું. મર્મવચન સાંભળતાં જ મનની વિચારધારા એકદમ બદલાઈ ગઈ. વિનમ્ર બનીને પોતાના દીક્ષિત ભાઈઓને વંદન કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મી અને સુંદરીએ ભાઈને પ્રતિબોધ કર્યો એ પ્રસંગ રસિક અને નારીગૌરવના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ ગણાય છે. ૬. વિજયાદેવી : વિનીતાનગરીના રાજા જિતશત્રુની પત્ની અને બીજા તીર્થંકર શ્રી અજિતનાથની એ માતા હતાં. પુત્રજન્મથી જિતશત્રુ રાજાની શક્તિ-બળ ખૂબ વધી ગયું અને કોઈ પણ રાજા હરાવી શકે નહીં એવો શક્તિશાળી રાજા તે બન્યો એટલે પુત્રનું નામ ‘અજિત’ પાડવામાં આવ્યું. અજિતનાય ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે વિજયાદેવીનો ઘાતીકર્મોનો ક્ષય થયો અને છેવટે સિદ્ધગતિને પામ્યાં. ૭. સેનાદેવી : સંભવનાથ ભગવાનની માતા અને જિતારિ રાજાની પત્ની. તીર્થંકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, તે પ્રમાણે શુભ સ્વપ્નો જોયાં અને પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું. દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, સંઘની સ્થાપના કરી. સેનાદેવીએ ચારિત્ર ગ્રહણ કરીને આત્મસાધના કરી. છેવટે કર્મક્ષય થતાં સિદ્ધગતિને પામ્યાં. ૮. સિદ્ધાર્થા : અયોધ્યાના સંવર રાજાની રાણી અને ભગવાન અભિનંદનસ્વામીની માતા. સિદ્ધાર્થાએ શુભ સ્વપ્ન જોયાં અને પુત્રને જન્મ આપ્યો. દેવોએ જન્મોત્સવ ઊજવ્યો. પછી વિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકોની ઉજવણી થઈ. માતાએ દીક્ષા ગ્રહણ કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી કર્મક્ષય કરીને અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. ૯. મંગલા : અયોધ્યાના મેઘરાજાની પત્ની અને પાંચમા તીર્થંકર સુમતિનાથની માતા. મંગલા માતા વિદુષી સ્ત્રી હતાં, સત્યપ્રિય અને ન્યાયોચિત કાર્યો કરવામાં ચતુર હતાં. માતૃપ્રેમ અને સ્ત્રીસ્વભાવની સાચી પરીક્ષા કરવાની અને સમજાવવાની શક્તિ ધરાવતાં હતાં. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી મંગલામાતાએ દીક્ષા અંગીકાર કરીને આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. સંયમની આરાધનાથી કર્મ ખપાવીને તેઓ સિદ્ધગતિને પામ્યાં. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy