SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ માળવાની ધાન્યસભર હરિયાળી માટીમાં શ્રદ્ધા-ભક્તિના અંકુર પ્રસ્ફુટિત કરીને જન-જનનાં મન-મનમાં પરમ આસ્થાનું કેન્દ્ર બનેલા માલવરત્ન પૂજ્ય પંન્યાસપ્રવ૨ શ્રી વી૨૨ત્ન વિજયજી મ.સા.નાં નામ-કામથી માળવાનાં આબાલ-ગોપાલ સૌ સુપરિચિત છે. ફક્ત પંદર વર્ષોમાં પચાસથી વધુ મંદિર, ઉપાશ્રય વગેરેનું નિર્માણ કરાવી એમણે આ ભૂમિના કણ-કણમાં ધાર્મિક મહાકાવ્ય ગુંજતું કર્યું છે. જન્મભૂમિ પિંડવાડા, રાજસ્થાન, જન્મદિન વિ.સં. ૨૦૦૮, ફાગણ સુદ-૩, પિતાશ્રી છોગાલાલજી મડિયામાતુશ્રી લક્ષ્મીબાઈ. પાંચ ભાઈ તથા ત્રણ બહેનોના લાડકવાયા ઉત્તમચંદ ફક્ત ૧૧ વર્ષની વયે પૂજ્ય મુનિરાજ શ્રી વીરરત્નવિજયજી મ.સા. તરીકે સંયમી બને છે. પૂ. આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. જેવા ચાર-ચાર ગુરુદેવોની અસીમ કૃપા પ્રાપ્ત કરી જ્ઞાન, ધ્યાન, સાધનાની દિશામાં ચતુર્મુખી યાત્રા પ્રારંભ કરી દીધી. યોગ્યતા અને અનુભવની પરીક્ષામાં સફળ એમને ક્રમશઃ ગણિ તથા પંન્યાસ પદ પર આરૂઢ કરવામાં આવ્યા. ઊંડું, ચિંતન, તર્કપૂર્ણ હાજરજવાબીપણું, સમસ્યાઓના નિરાકરણની દૂરદર્શી દૃષ્ટિ, ‘સર્વ પોતાનાં, પારકાં ન કોઈ' જેવી ઉદાર ભાવના, ‘અપમાન કોઈનું નહીં, સમ્માન લાયકનું' ના ઉદાત્ત વિચાર જેવા દિવ્યગુણોથી સમાલંકૃત, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શિવપુર ગામે માણિભદ્રજી સાધના કેન્દ્રના સંસ્થાપક પ. પૂ. પં. શ્રી વીરરત્નવિજયજી મહારાજે માળવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. શાંતમૂર્તિ પૂજ્ય મુનિવર શ્રી અશ્વસેન વિજયજી મ.સા.નો પૂર્ણ સહયોગ એમને પ્રત્યેક ક્ષેત્રમાં મળતો રહ્યો. “ભલે કાંટા વિખેરે કોઈ, હું તો બિછાવીશ સદા ફૂલ જ ફૂલ’ના સૂત્રને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના રાહ પર ચાહ સાથે આગળ વધતા રહ્યા. ધ્યાન અને સાધના તરફ સ્વાભાવિક રીતે એમની અભિરુચિ રહી છે. યોગ-જ્યોતિષ, આગમ-મંત્ર-આયુર્વેદ વગેરે વિષયોના અનેક હસ્તલિખિત પ્રાચીનગ્રંથ એમની પાસે ઉપલબ્ધ છે. ‘શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર-૧૦૮ પાર્શ્વનાથ મંત્ર-મા સરસ્વતી દેવી', પ્રભાવી શ્રી મણિભદ્રવીરની આરાધના-સાધના એમણે સંપૂર્ણ વિધાન સાથે કરી છે. શ્રી ઋષિમંડળના પણ તેઓ સાધક રહ્યા છે. આ બધાંને કારણે એમને વચનસિદ્ધિ મળી છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ભક્તજનો એમના પ્રત્યેક આદેશને શિરોમાન્ય ગણે છે. પ્રાતઃ કાલીન સાધનાસમયે એમનાં દર્શન મનને અપૂર્વ શાંતિ પ્રદાન કરે છે. શ્રેષ્ઠ સાધનાની સિદ્ધિ સ્વરૂપે એમને આખરે મળી જીવનની સુખદ અનુભૂતિ, શિવપુર મહાતીર્થના નિર્માણ સ્વરૂપે. સૌજન્ય : શ્રી માણિભદ્રવીર શ્વે. જૈન સાધનાકેન્દ્ર શિવપુર (M.P.) સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિક પૂ. પંન્યાસશ્રી નંદીઘોષવિજયજી ગણિ પૂ. પંન્યાસ નંદીઘોષવિજયજી મહારાજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના પૂ. નગીનદાસ દલસુખભાઈના સંસારી પુત્ર નામ નિર્મળકુમા૨ સં. ૨૦૩૦માં સંયમપંથ સ્વીકારી પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય બન્યા. જૈનદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂ. આ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ. પાસેથી સંસ્કૃત અને વ્યાકરણ સંબંધી માર્ગદર્શન મેળવ્યું. સમય જતાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ દ્વારા સંશોધનક્ષેત્રે એક મુનિરાજ તરીકે ભવ્યોજ્વલ આંતરરાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પ્રવૃત્તિ સાથે જિનશાસનના અર્વાચીન સંયમમાર્ગમાં અભૂતપૂર્વ પ્રભાવના કરી છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુ વૈજ્ઞાનિક સંશોધનના વિચારોને જૈનદર્શનના વિચારો સાથે તુલનાત્મક અભ્યાસ કરી નવા મૌલિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી તે ખરેખર ગૌરવ અને ઉન્નતિ જ સમજવી ને! મુનિશ્રીની ચિંતન-મનન કરવાની લાક્ષણિક સાધુજીવન શૈલી સાચે જ સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિકનું દર્શન કરાવે છે. પૂ મુનિશ્રીની વિજ્ઞાનક્ષેત્રે મૂલ્યવાન કામગીરીની કદરરૂપે અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ ઇન કોરપોરેન્ડ તરફથી સમ્માનિત થયા. જૈન સાધુને નિયમ મુજબ ઘણો અભ્યાસ કરવાનો હોય છે. એ કરવાની સાથે સાથે મુનિ નંદીઘોષવિજયજી ખગોળવિજ્ઞાન વાંચતા રહ્યા. એમને આઇન્સ્ટાઇનની થિયરીઓમાં રસ પડ્યો. એમના ગુરુ આચાર્ય શ્રી સૂર્યોદયસૂરિજી અત્યંત પ્રતિભાવાન જૈન સાધુ છે. એમણે શિષ્યને જૈન સિદ્ધાંતોની દૃષ્ટિએ આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો અભ્યાસ કરવા ઉત્તેજન આપ્યું. મુનિશ્રી પોતે જ કહે છે : “ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ પ્રવાહસ્વરૂપ જૈનદર્શનનાં ગ્રંથોમાં ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા છે. આજના જમાનામાં નવી પેઢી સમક્ષ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy