SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ તવારીખની તેજછાયા (પછી ગચ્છાધિપતિ), પ.પૂ.આ. શ્રી પરમપ્રભસૂરિ, પ.પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિ, મુનિ શ્રી મહાયશવિજયજી મ.સા. વગેરે દ્વારા તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામકરણ પ.પૂ. મુનિ શ્રી સોમસુંદર વિજયજી નામે થયું. વિ.સં. ૨૦૩૭ના જેઠ સુદ પાંચમે રાજડુંગરપુર (કેશરિયાજી તીર્થ પાસે) તેમની વડી દીક્ષા થઈ. પછી પ.પૂ. શ્રી વિજય વૃદ્ધિ-નેમિ-દર્શનજયાનંદ-મહાયશસૂરિ સમુદાય પરંપરામાં રહી તેમણે સંસ્કૃત- પ્રાકૃત, ન્યાય, તર્ક, શિલ્પ, વાસ્તુ, જ્યોતિષ, પ્રવચન-પ્રભાવકતા, વિધિવિધાન વગેરેનો ગહન અભ્યાસ કરી નિપુણતા પ્રાપ્ત કરી. તેમના વરહતે અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ થયાં. તેમના સંસારી પરિવારમાં મોટાભાઈ મફતભાઈ (હાલ પ.પૂ. મુનિ શ્રી વજયશવિજયજી મ.સા.), વીણાબહેન, કિરણકુમારવીણાબહેન, વગેરે છે. પ.પૂ. મુનિ શ્રી કલાસુંદરવિજયજી મ.સા. તેમના શિષ્યરત્ન છે. આવા પ.પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.સા.નાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. જૈનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. આદમકદની વિરાટ પ્રતિમા, યુવાનોના સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્ન-સાગરજી મહારાજ. “કચ્છનું કાશી’ ગણાતા કોડાય ગામનાં માતા ઝવેરબહેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમાં પાનબાઈના સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમિસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કયૂટર, પત્રકારિત્વ, ટેલિફોન ઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યો. કચ્છી સમાજના યુગદેષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સોંપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા. પૂ. ગુરુવર્યોના સાન્નિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અભુત જાદુગર આ મુનિવર શ્રોતાઓની અદ્ભુત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૧૦ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે; ૩૧ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા છ'રીપાલિત સંઘો કાયા છે; યુવક-શિબિરો, ભક્તિઅનુષ્ઠાનો વગેરેનાં આયોજનો કર્યા છે; ભારતના અનેકાનેક તીર્થોની યાત્રાઓ કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાનો છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિતો-લેખકો સાથેના સંપર્કો, ઘણા આચાર્યો, પદસ્થો અને મુનિવરો સાથેના આત્મીય સંબંધો તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. શાળા-કોલેજો, જેલો, વકીલ–ડોકટર–વેપારીનાં મંડળો વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકોનાં જીવનમાં પરિવર્તન સર્યા છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના! વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી કૃતિત્વના સ્વામી : પૂ. પં.પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ. –પ્રસ્તુતિ : સુનીલ ધાકડ-ઇન્દોર જ છે - - + = + શ્રી માણિભદ્રવીર તિર્થ શિવપુર ચિત્ર પરિચય (૧) શ્રી માણિભદ્રવીરનું કલાત્મક મંદિર (૨) શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી જૈન સાહિત્ય મંદિર (૩) દર્શનાર્થીઓ માટેની ધર્મશાળા (૪) પૂ. પં. પ્રવરથી વીરરત્નવિજયજી મ.સા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy