SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા અનેક મહાપુરુષોએ એ આગમગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા આદિની રચના કરી. એ આગમગ્રંથોના આધારે અનેક પ્રકરણ- ગ્રંથોની રચનાઓ કરી. કાલની વિષમતાએ જનસમાજમાંથી સંસ્કૃત-પ્રાકૃત ભાષા પણ લુપ્ત થવા આવી. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઓછા થવા લાગ્યા. પછી અનેક મહાપુરુષોએ લોકભોગ્ય ભાષામાં સાહિત્યસર્જન ચાલુ કર્યું. આજે અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદો-વિવેચનો વિદ્યમાન છે. ભારતના અધિકાંશ પ્રાંતોમાં જૈનોની વસ્તી હોવા છતાં વર્તમાનમાં વિદ્યમાન થે. મૂ. જૈન સાધુ-સાધ્વીજીમાં લગભગ ૫૦ સાધુ-સાધ્વીજી ગુજરાત પ્રાંત અને ગુજરાતી ભાષાથી જોડાયેલાં હશે. એના કારણે ભારતના વિવિધ પ્રાંતોમાં અનેક ભાષાઓ હોવા છતાં પણ છે. મૂ. જૈનોનું અધિકાંશ સાહિત્ય ગુજરાતી ભાષામાં છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, કન્નડ આદિ ભાષાઓમાં લગભગ બહુ જ અલ્પ પ્રમાણમાં સાહિત્ય છે. પ્રભાવક પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી રત્નસેનવિજયજી મહારાજે ૧૮ વરસની ઊગતી જવાનીમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. વીસમી સદીના મહાનયોગી પરમ નિઃસ્પૃહી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અંતિમ શિષ્યત્વ સ્વીકારી એ પુણ્ય પુરુષના કૃપાપાત્ર બન્યા છે. વિ.સં. ૨૦૩૩માં દીક્ષા અંગીકાર કર્યો પછી પૂ. મનિશ્રીએ નિયમિત એકાસન તપની આરાધના સાથે ખૂબ સુંદર સ્વાધ્યાય કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવી જૈનદર્શન, જૈનઆગમ, જૈનસાહિત્યના અભ્યાસની સાથે સાથે જૈનેતર દર્શનોનો પણ ગહન અભ્યાસ કરેલ. પોતાના ઉપકારી ગુરુદેવશ્રીની આજ્ઞાનુસાર ૨૩ વરસની ઊગતી જવાનીમાં એમની પ્રવચનયાત્રાનો મંગલ પ્રારંભ થયેલ. પ્રગતિના પંથે આગળ વધતાં તેઓ પ્રભાવક પ્રવચનકાર રૂપે પ્રસિદ્ધિ પામ્યા. છેલ્લાં ૨૩ વરસોથી રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્રનાં વિવિધક્ષેત્રોમાં વિચરણ કરી નાનાં-મોટાં ૪ શહેરોમાં ચાતુર્માસ કરી સુંદર શાસનપ્રભાવના કરેલ છે. તેઓશ્રી હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર અને રોચક શૈલીમાં પ્રવચન આપે છે. હિન્દીભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા પૂજ્ય મુનિશ્રીએ વિ.સં. ૨૦૩૭માં પોતાના પરમ ઉપકારી ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ ૬૧૦ આપતા વાત્સલ્ય કે મહાસાગર' પુસ્તકનું આલેખન કરેલ. ધીમે ધીમે એમની સાહિત્યયાત્રા આગળ વધવા માંડી. દિવ્યસંદેશ પ્રકાશન ટ્રસ્ટ મુંબઈના અન્વયે હિન્દી ભાષામાં આલેખિત તેમના સાહિત્યનું પ્રકાશન ચાલુ થયું. દર વરસે ૬-૭ પુસ્તકોનું પ્રકાશન થતાં આજે તેમનાં ૧00 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ જ વરસે અષાઢ સુદ-૯ના દિવસે એમના દ્વારા આલેખિત-સંપાદિત “બીસવી સદી કે મહાનયોગી' પુસ્તકનું વિમોચન થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ગુજરાતી સાહિત્ય બહોળા પ્રમાણમાં છે, જ્યારે હિન્દી ભાષામાં સાહિત્યની ખૂબ જ કમીના છે. પૂજ્યશ્રીએ એ કમીની પૂર્તિ કરવા માટે કમર કસેલ છે. છેલ્લાં ૧૫ વરસથી એમનાં પ્રવચનોને વાચા આપતું “અહંદ દિવ્યસંદેશ” માસિક પણ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે. નૂતન સાહિત્ય સર્જનની સાથે સાથે પૂજ્યશ્રીએ સંસ્કૃતભાષામાં અનેક ગ્રંથોનું પણ સંપાદન કરેલ છે. “શ્રી હેમચંદ્ર શબ્દાનુશાસનમ્'-બૃહદ્વૃત્તિ’–‘લઘુન્યાસ’ સહિત ત્રણ ભાગમાં એમના સંપાદન તળે પ્રકાશિત થયેલ છે. એની સાથે પાડવચારિત્રમ્ નું પણ સંપાદન કરેલ છે. પોતાના પરમતારક ગુરુદેવશ્રીના ગુર્જર સાહિત્યને હિન્દીભાષામાં પ્રકાશિત કરવા માટે પણ એમણે ખૂબ જ જહેમત ઉપાડેલ છે. સ્વ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય મહોદયસુરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસાર વિ.સં. ૨૦પપના વૈશાખ સુદિ ૫-ના દિવસે તેમને ‘ગણિ' પદથી વિભૂષિત કરવામાં આવેલ છે. બાલ અને તરુણ સંસ્કરણ વાચના શ્રેણીના માધ્યમે તેમણે હજારો બાળકોને પ્રભુશાસનના રસિક બનાવવા માટે યોગ્ય પ્રયત્ન કરેલ છે. એમની તારક નિશ્રામાં અનેકવિધ સામુદાયિક અનુષ્ઠાનો, આરાધના-તપશ્ચર્યાઓ સંપન્ન થયેલ છે. થાણા (મહા.)માં એઓશ્રીની પ્રેરણાથી સંઘમાં મહાન સિદ્ધિદાયક-સિદ્ધિતપની તપશ્ચર્યા થઈ હતી, જેમાં ૧૦૯ આરાધકો જોડાયા હતા. ધૂલિયા, યેરવડા આદિમાં ઉપધાનતપ તથા ઠેર ઠેર ભવ્ય ઉદ્યાપનમહોત્સવો પણ થયા છે. પૂજ્ય ગણિવર્યશ્રીના સદુપદેશથી દેહરોડ-પૂના નિવાસી શા કેસરીમલ એમચંદજી જેને પોતાના સમગ્ર પરિવારધર્મપત્ની, એક પુત્ર તથા એક પુત્રી સહિત વિ.સં. ૨૦૫૯, મહા સુદ-૬ના શુભદિવસે પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે. જૈનશાસનની સુંદર આરાધના–પ્રભાવના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy