SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પંન્યાસપ્રવર શ્રી ઉદયકીર્તિસાગર મહારાજે વર્ણવેલા પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા તો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોતુ કરી દે છે! એમની પ્રાસાદિક અને પ્રવાહી વાકધારા એમનાં વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં હૃદયને સ્પર્શી જાય છે. એમનો અખલિત વાકુપ્રવાહ જૈનો જ નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર. પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ પાસે જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી દૃષ્ટિ છે. સૌજન્ય : રસિલાબેન કાળીદાસ શાહ- પાટણ હ : રાજેશભાઈ પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ.સા. કચ્છ પ્રદેશમાં વીસા ઓસવાલ જ્ઞાતિમાં માંડવી તાલુકાના મોટા લાયજા ગામમાં સંસ્કારસંપન્ન અને પ્રતિષ્ઠિત પરિવારના ધર્મપ્રેમી સુશ્રાવક-શ્રી ખેતસીભાઈ તથા માતા પદ્માબહેનને ત્યાં વિ.સં. ૨00૪ માગશર વદી ૧૧ ને બુધવારે, પાર્થપ્રભુના દીક્ષા કલ્યાણકના મંગળ દિવસે, શુભ યોગમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. ખેતસીભાઈના આ પુત્ર માટે તે દિવસ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવા માટે જાણે કે સંકેતરૂપ બની ગયો ! આ બાળકને બચપણથી જ ધર્મચિ અને આધ્યાત્મિક વિચારધારાની ગળથૂથી મળવાને કારણે યુવાનવયે વૈરાગ્યભાવ દઢ અને મજબૂત બનતો રહ્યો. જૈનતીર્થસ્થાનોની સ્પર્શના, ધર્મજિજ્ઞાસાના તીવ્ર ભાવોને કારણે અને તપસ્વી સંતોના સંસર્ગથી સંયમભાવમાં વધારો થતો રહ્યો. યુવાન નાનજીભાઈના જીવનસાફલ્ય માટેના પ્રબળ મનોરથોને જાણી-સમજી એ અરસામાં જ યોગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરસૂરિ સમુદાયના અજોડ સંયમી, આત્મજ્ઞાની, વિરલ વિભૂતિ આચાર્ય ભગવંતશ્રી કૈલાસસાગર સૂરિજી મ.ની કૃપા અને આત્મષ્ટિએ શ્રી નાનજીભાઈનું મન સંયમજીવનમાં પ્રવેશવા હિલોળે ચઢ્યું. સં. ૨૦૧૮ના મહા સુદિ ૧૪ના રોજ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો અને નીતિસાગરજી મ. તરીકે જાહેર થયા. - શ્રી નીતિસાગરજી મહારાજશ્રીએ દીક્ષા બાદ સંયમ- ચતુર્વિધ સંઘ સાધના, જ્ઞાનની ઉપાસના તથા ગુરુદેવની વૈયાવચ્ચ ભક્તિમાં એકાગ્ર બની થોડા સમયમાં જ ગુરુકૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરી લીધાં. પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં જિનાલયો, ઉપાશ્રયો અને પ્રતિમા પ્રતિષ્ઠાઓના પાવન પ્રસંગો ઉપર ગુરુદેવની સાથે જોડાઈને અનેકોના સંપર્ક-સંસગથી શ્રી નીતિસાગરજી મ.ની જીવરક્ષા, શાસનરક્ષા અને વિશ્વમૈત્રીની ભાવનાને બળ મળ્યું. શ્રી શંખેશ્વર તીર્થમાં કરેલી અઠ્ઠમતપ સાથેની જાપની આરાધનાને પ્રતાપે અને પૂ. ગુરુદેવની નિમળભાવે કરેલી સેવાવૈયાવચ્ચના ગુણ પ્રભાવે સંયમજીવનમાં ખૂબ જ પ્રગતિ સાધી. પૂજ્યશ્રીની નિશ્રામાં પણ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. જૈન-જૈનેતરોમાં અનેક જીવોને ધર્મમાર્ગમાં જોડ્યા, સ્વતંત્ર ચાતુર્માસ કરીને અનેકવિધ ધર્મકાર્યો પ્રવર્તાવી રહ્યા છે. અમદાવાદ, પાટણ, વડોદરા, શિવગંજ આદિ સ્થળોએ યશસ્વી ચાતુર્માસ કર્યા. સં. ૨૦૫૯નું ચોમાસું જન્મભૂમિ લાયજા (કચ્છ)માં આનંદ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયું. સં. ૨૦૬૦નું ચોમાસું ભાવેણાના શાસ્ત્રીનગર વિભાગમાં સંપન્ન થયું. મહામંત્ર નવકારના જાપ સાથે આરાધનાના ઘોડાપૂર વહાવ્યાં. ૬૮ ઉપવાસની આરાધના અત્રેના શ્રી સંઘમાં શાતાપૂર્વક થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શાસનપ્રભાવના સાથે સાતેયક્ષેત્રોમાં પુણ્યશાળીઓ તરફથી સારો લાભ લેવાયો. પૂજ્યશ્રી ઘણા જ શાંત, સૌમ્ય અને જગતને ઉચ્ચ આદર્શો મળે તેવું જીવન જીવવાની તીવ્ર ભાવના દર્શાવે છે. પૂજ્યશ્રીની આ ઉચ્ચત્તમ ભાવનાઓ ચરિતાર્થ થાઓ તેવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના! સૌજન્ય : દોશી વિજયાબેન ગોવિંદજી (દાઠાવાળા) પરિવાર હ : હર્ષદભાઈ તલકચંદ દોશી, કલ્પના, મિહીર, પરિતા, પ્રતીક, ધનવી ભાવનગર, હિન્દી સાહિત્યકાર પૂજ્ય પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ. તારક તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના કલ્યાણ માટે અર્થથી દેશના આપતા હોય છે. પ્રભુની તે વાણીને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગૂંથતા હોય છે. પ્રભુની તે વાણી આજે વર્તમાનમાં “આગમ' રૂપે વિદ્યમાન છે. જૈન આગમોની મૂલ ભાષા પ્રાકત છે. આગમોનાં રહસ્યોને જાણવા-માણવાં માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy