SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ હિમચંદભાઈ કે. શાહ, જેઓએ પણ પોતાના છેલ્લા શ્વાસ સુધી પૂજ્યશ્રીની પડખે જ દૃઢતાપૂર્વક ઊભા રહી સંસ્થાની જરૂરિયાતો પૂરી પાડી. ‘પ્રેસ અને પ્લેટફોર્મ' એ સમાજને જાગ્રત કરવાનાં સાધન છે. એવા વિચારે સ્વ. મુનિશ્રીએ સં. ૨૦૦૫થી મુરબાડ ગામે ‘ગુલાબ’ નામના માસિકનો પ્રારંભ કર્યો. આ બાળમાસિકે શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે વિદ્યાર્થી અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારો સમાજને આપ્યા. સાહિત્યકાર મુનિશ્રીના વિચારોને પાને પાને વહેતા કરી એક નવું જ વાતાવરણ ‘માધ્યસ્થ ભાવના'નું ઊભું કર્યું. ટૂંકમાં હજારો જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ ઊભી કરી. અને ઊગતા લેખકોને ચાન્સ આપ્યો. સમ્યજ્ઞાનનો પ્રચાર કર્યો. મુનિજીવન અનેક સંકટોની ઉપસર્ગોની હારમાળાનું જીવન કહેવાય છે. તેથી શાસ્ત્રમાં મુનિ જીવનને લોઢાના ચણા ચાવવા” જેવું વર્ણવ્યું છે. તેનો અનુભવ કરવા માટે જ સ્વ. મુનિશ્રી પૂર્વ પ્રદેશના (કલકત્તા-દિલ્હી) અને દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જિનમંદિરોની સ્પર્શના કરવા પધાર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રદેશમાં વસતાં જૈન-જૈનેતર સમાજની સાથે હળીમળી તેઓને ઉપયોગી થાય તેવાં જૈન ધર્મનાં અનેક પુસ્તકો તે તે ‘ભાષામાં પ્રકાશિત કરી જૈનધર્મની અપૂર્વ સેવા કરી હતી. “આજનો વિદ્યાર્થી કાલનો નાગરિક છે”, “કુમળા છોડને વાળો તેમ વળે.’” આવા વિચારો અનુસાર શિક્ષણ- ક્ષેત્રના પ્રખર હિમાયતી સ્વ. મુનિશ્રીએ એકલા હાથે પોતાના શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્ર વિજયજી મ.ની સાથે જૈનસમાજને કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્ય-સંસ્કારની ભેટ આપી છે. બીજા શબ્દમાં આવું કપરું કામ પૂર્વ કોઈએ ભેખ લઈ કર્યું નથી અને ભવિષ્યમાં કરશે કે કેમ તે શંકા છે. જીવનને ચાર અવસ્થામાં સાક્ષરોએ વહેંચ્યું છે, જ્યારે આધ્યાત્મિક પુરુષોએ વેદનીય કર્મની અપેક્ષાએ બે વિભાગમાં વર્ણવ્યું છે. ગમે તે હોય પણ આવા સમતાશીલ, સરળ સ્વભાવી, નવકાર મહામંત્રાદિ સૂત્રોના અર્થનો નિત્ય ફેલાવો કરવાનું ઝંખનારા મુનિવર્યશ્રીએ ધર્મઇતિહાસને નવું સ્વરૂપ આપ્યું છે એવું કહેવું પડશે અને તેથી જ બેંગલોર શ્રી સંઘે પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જાતે અનુભવી આકર્ષાઈ ‘સાહિત્યભૂષણ'ના સમ્માનનીય પદથી તા. ૫-૯૧૯૭૬ના રોજ ઉત્સવપૂર્વક વિભૂષિત કર્યા હતા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ સ્વ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદ્વેષ્ટા હતા. તેઓશ્રીની સત્પ્રેરણાથી અનેક જિનમંદિરોનું નિર્માણ, ધાર્મિક પાઠશાળા, કન્યાછાત્રાલય, બાળમંદિર, જૈન લાયબ્રેરી, હોમિયોપેથિક દવાખાનું, શિવણ ક્લાસ જેવી ધાર્મિક તેમ જ સામાજિક અનેક શુભ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. ભાવિમાં હજુ જૈન બેન્ક, અખંડ મંત્ર જાપ, અખંડદીપ જેવાં કાર્યો કરવાના મનોરથો પણ સેવ્યા હતા. વિદ્યાપીઠ ભવન મુલુન્ડ, તત્ત્વજ્ઞાન ભવન-પૂના એમનાં સ્વપ્નનાં પ્રતીક છે. એમનાં જીવતાં-જાગતાં સ્મારકો છે. ટૂંકમાં જ્યારે તેઓશ્રીનો અંત સમય નજીક આવ્યો ત્યારે તેઓએ દાખવેલાં ધૈર્ય, હળુકર્મીતા, પાપભીરુતા અને લોકપ્રિયતા ભૂલી ભુલાય તેમ નથી, અને તેથી જ ભાંડુપ જેવા નાના જૈન સંઘના અનેક ડૉક્ટરો, કાર્યકરો ઉપરાંત આબાળવૃદ્ધે (પ.પૂ. આ. દેવશ્રી કીર્તિચંદ્રસૂરી મ.સા.ની પવિત્ર હાજરીમાં) અદ્વિતીય તેમની સેવા કરી હતી. છેલ્લે છેલ્લે ૧૦ કલાક શાશ્વત નવકાર મહામંત્રની ધૂન ચલાવી નવકારમંત્રના ગુંજનમાં જ એ આત્માને પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે સદાની વિદાય આપી. અંતે આત્મા જાય ને શરીર રહી જાય તેમ એ પુરુષાર્થી પુણ્યશાળી આત્મા તો સંસારના ઋણાનુબંધ પૂરા કરી ચાલી ગયો પણ જતાં જતાં કાંઈક આપી ગયો, કાંઈક કહી ગયો, કર્તવ્યની કેડી બતાવી ગયો. અર્થાત્ એમના પરમ વિનયી શિષ્ય-મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. સહિત સૌને “શ્રુતજ્ઞાનની ગંગા અખંડ વહેડાવજો...... 99 પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજ હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની–નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબહેનની કુક્ષિએ થયો હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ ‘કેશુ' હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભોજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિહ્વા પર આવ્યો નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની દૃષ્ટિ પડી ગઈ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy