SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા નથી. શિષ્યો કે પરિવારવૃદ્ધિની તમન્ના નથી. શાંતિથી સંયમજીવન વિતાવ્યે જાય છે. આવા, પાયામાં ઈંટ બનીને પુરાઈ જનારા મુનિઓ વડે જ શાસનની ઇમારત અડીખમ ઊભી છે! ત્યાગમાર્ગે વળેલા તેમના સંસારી કુટુંબની ગૌરવમય વિગત આ પ્રમાણે છે : પોતાના દીક્ષિત પિતા-મુનિશ્રી દેવસાગરજી મ. પોતાના ગુરુ અને વડીલ ભાઈ-પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ. પોતાનાં વડીલ ગિની-સાધ્વીશ્રી દિનેન્દ્રશ્રીજી. પોતાનાં લઘુભગની-સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી. પૂજ્યશ્રી ૯૨ વર્ષની વયે સ્વાસ્થ્યપૂર્ણ જીવન દ્વારા શાસનપ્રભાવક કાર્યો માટે પ્રેરણા આપતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! મુનિશ્રી મહાભદ્રસાગરજી મહારાજની પ્રેરણાથી આશિષભાઈ ડી. મહેતા મહાવીર બિલ્ડીંગ, માટુંગા મુંબઈ-૧૯ના સૌજન્યથી. જૈન ધાર્મિક શિક્ષણના ભેખધારી, સાહિત્યભૂષણ પ.પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. મુનિશ્રીનો જન્મ મહા વદ-૧૩ સં. ૧૯૬૪માં તાપીના પવિત્ર નીરથી જે ભૂમિ પરમ પવિત્ર થઈ છે, એ ભૂમિ સુરત શહેરમાં શ્રી વીસા ઓસવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના માનીતા શેઠ શ્રી જીવનચંદ નવલચંદ સંઘવીના ઘરે માતા શ્રી પાર્વતીબાઈની પવિત્ર કુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું લાડીલું નામ-જેચંદભાઈ પાડવામાં આવ્યું હતું. “જન્મવું એ નવું નથી પણ જન્મ સફળ સાર્થક કરવો એ જ મહત્ત્વનું છે.” એ દૃષ્ટિએ શેઠ શ્રી જીવનચંદ ભાઈએ પોતાની સુકૃત લક્ષ્મીને સં. ૧૯૭૬માં સુરતથી શાશ્વતગિરિ સિદ્ધાચળજીનો છ’રીપાલિત સંઘ પ.પૂ. આ. મ. શ્રીમદ્ આનંદ-સાગરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર નિશ્રામાં કાઢી પવિત્ર કરી હતી. તે વખતે મુનિશ્રી ખૂબ નાની વયના હતા, તો પણ તેઓમાં છુપાયેલી ધર્મભાવના સંસ્કાર અને સદ્વિચારનો પરિચય અનેક સંઘોને ઉત્તમ રીતે અને અનુકરણીય થયો હતો. શાળાકીય શિક્ષણ ન્યુ ભરડા હાઇસ્કૂલ'માં S.S.C. સુધીનું લીધા બાદ મુનિશ્રીએ નહીંવત વ્યાપાર-વ્યવસાયમાં સં. ૧૯૮૫ પછી પ્રવેશ કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ દયાચંદમલજીની સુપુત્રી શ્રી જશવંતીબહેન સાથે જાણે ભોગાવલી કર્મ બાકી રહ્યાં ન હોય એ રીતે નિર્લેપ નિર્મળભાવે જળકમળવત્, જીવન જીવવાની ભાવનાથી લગ્ન-ગ્રંથિથી જોડાયા! પ્રાચીન કાળમાં જેમ અનેક મહાપુરુષોને લગ્નમંડપમાં ચોરીના ફેરા ફરતાં હસ્તમેળાપ કરતાં સંસારની અસારતાનાં Jain Education International For Private 900 દર્શન થયાં, વૈરાગ્યના ઝરણામાં નિર્મળ સ્નાન કરવાના કોડ જાગ્યા તેમ મુનિશ્રીના જીવનમાં પણ આવી જ અદ્ભુત ઘટના થઈ ગઈ. ખબર નહીં કે મુનિશ્રીએ ધર્મપત્નીને પણ વૈરાગ્યના માર્ગે વાળવાના કોડ સેવ્યા હશે! અને તેથી લગ્ન પછી અલ્પ સમયમાં જ મનના વિચારને સંસારીઓની સામે વહેતા મૂક્યા અને સં. ૧૯૯૦ માગશર વદ ૮ના પવિત્ર દિવસે પાટણની પવિત્ર ભૂમિમાં ભરયૌવન વયે સંસારના સંબંધોનો ત્યાગ કરી પરમપૂજ્ય આ. મ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.પં. મ. શ્રી પ્રવીણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ્રભાવક પૂ.પં. મ. શ્રી મહિમાવિજયજી મ.ના શિષ્યરત્ન-મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. તરીકે સુપ્રસિદ્ધ થયા. જ્યારે સુકોમળ એવાં ધર્મપત્ની પણ પતિના પવિત્ર માર્ગે પ્રયાણ કરી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. તરીકે સંયમી થઈ ધન્ય બન્યાં. “સંયોગ ત્યાં વિયોગ છે.” “સર્જન ત્યાં વિસર્જન છે.' એવી વ્યાવહારિક વાતો મુજબ ચરિત્રનાયક શ્રાવકમાંથી શ્રમણ અને રાગીમાંથી ત્યાગી થયા. અજ્ઞાનતામાંથી મુક્ત બની જ્ઞાનસાધના-આત્મસાધનામાં આગળ વધ્યા. આ સાધના યજ્ઞમાં તેઓશ્રીના ગુરુદેવનો અને દાદા ગુરુદેવ પૂ.આ. મ. શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ની કૃપા ઘણી જ ઉપયોગી થઈ. સં. ૧૯૯૬/૯૭ની વાત છે. સ્વ. મુનિશ્રીના આત્મમંદિરમાં જૈન ધર્મના શિક્ષણપ્રચારની ઉત્કંઠા જાગી અને નાનકડો જ્ઞાનનો દીપ ગારિયાધારમાં ભ૦ શ્રી શાંતિનાથ પ્રભુની નિશ્રામાં ‘પુણ્યનો સિતારો' નામે પુસ્તક દ્વારા પ્રગટ કર્યો. કોડિયું ભલે નાનું હોય પણ તેનો પ્રકાશ ચોમેર પ્રસરે છે. પુષ્પ ભલે કોમળ હોય, નાનકડું હોય પણ તેની સુવાસ સૌને આકર્ષે છે, તેમ જ્ઞાનદીપને અખંડિત રાખવા તેના દ્વારા અનેક આત્મમંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા સ્વ. મુનિશ્રીએ તા. ૧૪-૫-૧૯૪૮ના મંગળ દિવસે પૂનામાં ‘શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની વિશાળ દૃષ્ટિથી સ્થાપના કરી. “ક્રિયાની સાથે જ્ઞાન ભળે તો તે ઇચ્છિત ફળ આપે છે.” એવી પ્રસિદ્ધિને મગજમાં બરાબર બેસાડવા તેઓશ્રીએ આવશ્યક સૂત્રોની સાથે અર્થ પ્રચારનું બીડું ઉક્ત સંસ્થા દ્વારા ઝડપ્યું, જે છેલ્લા શ્વાસ સુધી અવિરત, અનેક ભાષા દ્વારા અખંડિત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેઓશ્રીના અંતરને સમજનારા અને ભાવનાને મૂર્તિસ્વરૂપ આપનારા એક નરવીર ઈ.સ. ૧૯૫૦/ ૫૧માં મળ્યા. તેઓનું નામ હતું, કલકત્તા નિવાસી શેઠ શ્રી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy