SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ ચતુર્વિધ સંઘ સુમલયાશ્રીના શિષ્ય, શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. ૧૯૯૩–સોમાભાઈનાં લઘુબહેનનાં પુત્રી શાંતાબહેને ૧૩ વર્ષની ઉંમરે કપડવણજ મુકામે દીક્ષા અંગીકાર કરી અને તેઓ સાધ્વી પુષ્માશ્રીનાં શિષ્યા સાધ્વી નિરંજનાશ્રી તરીકે જાહેર થયાં. ૧૯૯૫–સોમાભાઈના લઘુબંધુનાં પુત્રી બહેન ભદ્રાએ ૧૫ વર્ષની વયે તથા તેમની દૌહિત્રી પ્રભાવતીએ ૧૩ વર્ષની વયે તથા તેમના ભાણેજ વધુ પ્રભાવતી કે જેમણે ૧૯૮૭માં ચતુર્થવ્રત લીધેલ છે, તેમણે, પોતાની ૧૨ વર્ષની પુત્રી કંચન સાથે કપડવણજ મુકામે ગુરુદેવશ્રીના શિષ્ય અનુયોગાચાર્ય શ્રી ક્ષમાસાગરજી ગણિવરના વરદ હસ્તે ધામધૂમથી દીક્ષા અંગીકાર કરી. તેઓનાં ક્રમે નામ સ્નેહપ્રભાશ્રી, પાલતાશ્રી, પ્રભંજનાશ્રી અને કનકપ્રભાશ્રી રાખવામાં આવ્યાં અને તેઓ અનુક્રમે સાધ્વી પુષ્પાશ્રી સૂર્યકાન્તાશ્રી, પુષ્માશ્રી અને પ્રભંજનાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. ૧૯૯૬-આ ચરિત્રનાયકના લઘુબધુના પુત્ર મફતલાલે ૧૯ વર્ષની ઉંમરે માતાપિતાની જાળમાંથી છટકીને પાલિતાણામાં દીક્ષા અંગીકાર કરી અને મુનિ લબ્ધિસાગરજીના શિષ્ય યશોભદ્રસાગર તરીકે પ્રસિદ્ધ થયા. ૨૦૦૨–સોમાભાઈના ભાણેજ જેસંગલાલના પુત્ર પનુભાઈએ ૧૮ વર્ષની ઉંમરે માતાના મોહને ફગાવીને સુરત મુકામે આવી ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને મુનિ પ્રબોધસાગરના શિષ્ય મુનિ પ્રમોદસાગરજી તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૯૯૭નું ચાતુર્માસ ઉપાધ્યાય શ્રીક્ષમાસાગરજી મહારાજની સાથે ચરિત્રનાયક જામનગર ગયા હતા. તેઓએ વૃદ્ધાવસ્થાએ સંયમ અંગીકાર કરેલું છતાં કુદરતી રીતે ગૃહસ્થપણા કરતાં સંયમમાં તેમની શારીરિક સ્થિતિ સારી રહેતી હતી અર્થાત્ તેઓ પોતાના સંયમનો નિર્વાહ પોતાના હાથે નિભાવી શકતા હતા, પરંતુ ‘વય વયનું કામ કરે તે ન્યાયે તેમના પૌત્ર સૂર્યોદયસાગરજીની તબિયતના અંગે જામનગરમાં વિદ્યાર્થીભુવનમાં પોતાના સહાધ્યાયી તપસ્વી વિબુધસાગરજી સાથે રહેતા હતા. ત્યાં તેમની તબિયત એકાએક નરમ થવા લાગી ત્યારે પોતે પોતાના સહાધ્યાયી પાસે ધ્યાનારાધના યાચીને આરાધના કરી, ક્રમે વ્યાધિ વૃદ્ધિ પામ્યો, સર્વે જીવોને ખમાવ્યા અને આરાધના કરતા સં. ૧૯૯૮ના કારતક વદ ૧ ના દિવસે ત્યાં જ કાળધર્મ પામ્યા. તે પ્રસંગ સુશ્રાવક ધર્મિષ્ઠ સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈએ શાસનશોભામાં વૃદ્ધિ કરે તેમ શાંતિસ્નાત્રપૂર્વક ઊજવ્યો. આચાર્યભગવંત પ્રભાકરસૂરિ મહારાજનાં સંસારી સગાં બહેન સાધ્વીજી નલિનીયશાજી તથા કાકાફોઈની દીકરીઓની દીક્ષાની નામાવલિ : પૂ. આ. ભ. શ્રી પ્રભાકરસૂરિ મહારાજ : [શ્રી રામચંદ્ર સૂરિ સમુદાય] સંસારી નામ : બાબુભાઈ પિતા : રતિલાલ ભૂરાલાલ માતા : હિરાબહેન રતિલાલ મોટા કાકાની દીકરી : પૂ. સુરેન્દ્રશ્રીજી મહારાજ [શ્રી સાગરાનંદસૂરિ સમુદાય] સંસારી નામ : શારદાબહેન પિતા : કાંતિલાલ અમૃતલાલ દોશી માતા : જાસુદબહેન કાકાની દીકરીની દીકરી : પૂ. નયગુણાશ્રીજી મહારાજ [શ્રી સાગરાનંદસૂરિ સમુદાય સંસારી નામ : નીરૂબહેન પિતા : નાનાલાલ અમૃતલાલ દોશી માતા : પ્રભાબહેન ફોઈની દીકરી : પૂ. જિતસેનાશ્રીજી મહારાજ [સો ઓળી પૂરી કરેલ છે.] સંસારી નામ : વસુમતી પિતા : ગંભીરદાસ વમળજી માતા : મથુરીબહેન પૂ. ચારુશીલાશ્રીજી [બાપજી મ.નો સમુદાય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy