SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ પૂ. આ.શ્રી પુન્યોદયસાગરસૂરીશ્વરજીનું ગુણસભર વિરલ વ્યક્તિત્વ —મુનિ દીપરત્નસાગર બાલ્યવયમાં વૈરાગ્યવાસિત બનીને પરમગીતાર્થ, મૌનયોગી, રામનાસાગર એવા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ માણિયસાગર સૂરીશ્વરજીના ચરણે જીવન સમર્પિત કરી, દીક્ષિત થઈને ‘પુન્યોદય સાગરજી’ નામ ધારણ કરી, આ મુનિવરે પૂજ્યશ્રી પાસે ગ્રહણ-આસેવન શિક્ષા પ્રાપ્ત કરી, અનેક ગુણોથી અલંકૃત બન્યા અને હાલ તેઓ આચાર્ય પદને શોભાવતા પોતાના શ્રમણજીવનનો અલગારી આનંદ માણી રહ્યા છે. પૂજ્યશ્રીના જીવનના અનેકવિધ ગુણોમાં ઊડીને આંખે વળગતા એવા કેટલાંક વિશિષ્ઠ પાસાંનો અહીં ચિતાર રજૂ કરવાના મારા પ્રયાસરૂપે મેં સાત મુદ્દાઓને પસંદ કરી અહીં રજૂ કર્યા છે. (૧) ત્રણ-ત્રણ પૂજ્યપાદ ગચ્છાધિપતિની નિશ્રા અને આસેવનની પ્રાપ્તિ, (૨) વૈયાવચ્ચનાં અદ્ભુત મિસાલ, (૩) જિનાલય શિલ્પી, (૪) સ્વીકાર્ય પરત્વે નિસ્પૃહતા, (૫) તાર્કિક શિરોમણિ જ્ઞાનદાતા, (૬) સાહિત્યસાધના, (૭) જ્યોતિષ-વિશારદ. પૂજ્યપાદ્ ગચ્છાધિપતિશ્રીની નિશ્રાપ્રાપ્તિ— મુનિશ્રી પુન્યોદયસાગરજી (હાલ પુષોદયસાગર સૂરીશ્વરજી) ચારિત્ર ગ્રહણ કર્યાના .દિવસથી જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી માણિક્યસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજીવન અંતેવાસી રહ્યા. તેમની પાસે જ સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, વિધિ અને બહુમાન સહ ક્રિયાનું શિક્ષણ ઉત્સર્ગ અને અપવાદ સહિત પ્રાપ્ત કર્યું. પ્રતિક્રમણ બાદ રાત્રે ચાલતી નિત્યવાચના અવસરે પાટ ઉપર આંગળીઓ વડે તબલા માફક ધૂન વગાડતા અને બાલ્યચેષ્ટાથી સભર એવા મુનિપર્યાયને વ્યતીત કરી રહેલા પુન્યોદયસાગરજીએ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની વાણીને ક્યારે અને કેવી રીતે ચિત્તસ્થ કરી લીધી તે સૌને માટે આજેય આશ્ચર્ય જન્માવે છે. આગમોની અર્થવાચના હોય કે તત્ત્વાર્થ સૂત્ર આદિ ગહન ગ્રંથોનાં વિસ્તૃત રહસ્યો હોય, તેમને આ મુનિવરે આત્મસાત્ કરી લીધાં. જ્ઞાન અને જ્ઞાનમાર્ગની ઓળખની સાથે સાથે ઉત્સર્ગ અને અપવાદો સહિતની ક્રિયાવિધિથી પણ જ્ઞાત બનેલા આ મુનિવરે પૂજ્યપાદ ગચ્છાધિપતિ પાસેથી વૈયાવચ્ચ કર્તવ્યને પણ જીવનમંત્ર બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુરુવર્ય એવા ગચ્છાધિપતિશ્રીના Jain Education International For Private ચતુર્વિધ સંઘ આયુષ્યની અંતિમ ક્ષણ પર્યન્ત અકલ્પ્ય વૈયાવચ્ચ કરી. મુનિશ્રીના સંયમ જીવનનો બીજો તબક્કો આરંભાયો. પૂજ્ય આગમોદ્ધારક દેવશ્રીની પાટપરંપરાના બીજા ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થઈ. તેમની પણ સેવા– ભક્તિની અમૂલ્ય તક ઝડપી લીધી. તેમના ઋણને ચૂકવવા માટે જ જાણે એક સુંદર તક મળી હોય તેમ રાજકોટ નગરે માંડવી ચોક જૈન સંઘ મધ્યે પૂ. ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી સમુદાયના શ્રુતસમુદ્ધારક એવા બીજા ગચ્છાધિપતિશ્રીને અંજલિ આપી. ગીતાર્થ અને વૈયાવચ્ચપરાયણ એવા આ મુનિના જીવનનો ત્રીજો તબક્કો આવ્યો સમુદાયના નિસ્પૃહ એવા ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રહેવાનો. તેઓશ્રીની નિશ્રામાં યોગોહન કરવાની અને પદવી પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક આ મુનિશ્રીને સાંપડી, ત્યારે પણ પૂજ્ય પુન્યોદયસાગરજીના ગાંભીર્યગુણ અને વૈયાવચ્ચ ભાવનાનું દર્શન જામનગરની ધરા પર લોકોએ સાક્ષાત્ અનુભવ્યું. પૂજ્ય ગચ્છાધિપતિના અંતિમ શ્વાસ પર્યન્ત ખડે પગે સાથે રહી પૂજ્યશ્રીને છેવટે છટ્ટનું પચ્ચક્ખાણ કરાવી તેઓશ્રીને સમાધિમરણની સાધનામાં સક્રિય નિમિત્તરૂપ બન્યા. (આ ત્રણ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી ઉપરાંત વર્તમાન ગચ્છાધિપતિશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી સાથે પણ પૂજ્ય પુન્યોદયસાગર સૂરીશ્વરે વર્ષાવાસ વ્યતીત કરેલ અને તેઓશ્રીની ‘બાયપાસ સર્જરી' વખતે પણ સતત સાથે રહી તેમની સેવા કરેલી) (૨) વૈયાવચ્ચની અદ્ભુત મિસાલ ઃ ઉક્ત ચાર ગચ્છાધિપતિશ્રી સાથે વ્યતીત થયેલ સમયગાળામાં તો પ્રસ્તુત આચાર્યશ્રીના વૈયાવચ્ચ ગુણનું અદ્ભુત દર્શન થાય જ છે પણ વૈયાવચ્ચની અપૂર્વ મિસાલ તો ત્યારે જોવા મળી જ્યારે પૂજ્ય પુન્યોદયસાગરજીનું જીવનદર્શન કરતા કરતા અમે તેઓની સાથે શશીપ્રભસાગરજી, સૌભાગ્યસાગરજી, દીપસાગરજી, લલિતાંગસાગરજી આદિ આરાધક મુનિવરોને અંતિમ આરાધના અને સમાધિમરણની સાધનામાં રત જોયા. એક સાથે બે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયેલ બે અલગ અલગ મુનિને ગૌચરી પૂરી પાડવાની, બંનેની પ્રતિક્રમણ-પડિલેહણાદિ ક્રિયા પાર પાડવાની અને એ સાથે સ્થાનિક સંઘમાં પણ જવાબદારીનું વહન કરવાનું કાર્ય સરળ તો ન જ હતું, છતાં પૂજ્ય પુન્યોદયસાગરજી આ ત્રણે જવાબદારીને સફળતાપૂર્વક વહન કરતા હતા. વારંવાર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy