SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ સ્વીકારી, પણ એ શરતે કે મારું સવારનું આરાધના વગેરે કાર્ય કરીને આવીશ અને સાંજના પ્રતિક્રમણ–ચોવિહાર આદિ માટે વહેલા નીકળી જઈશ. અમુક ધાર્મિક દિવસોએ રજા રાખીશ. એમ અમદાવાદમાં અનેક મુનિવરોના પરિચયમાં આવતા રહ્યા અને સંયમ લેવાની ભાવના તીવ્ર થતી રહી. સંસારમાં રહેવું અકારું લાગવા માંડ્યું. સં. ૧૯૮૬માં દીક્ષા ન લેવાય ત્યાં સુધી ૬ વિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો, અને સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૧ને દિવસે ચંપાબહેનને દીક્ષા અપાવી, અને ૧૦ દિવસ પછી, વૈશાખ વદ પાંચમે, ૨૯ વર્ષની ભરયુવાન વયે, સંઘસ્થવિર દાદા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તે હઠીભાઈની વાડી-અમદાવાદમાં પૂ. શ્રી મનોહરવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભદ્રંકરવિજયજી બન્યા. ચંપાબહેન સાધ્વીશ્રી મૃગાંકશ્રીજી બન્યાં અને તારાબહેન સાધ્વીશ્રી સુતારાશ્રીજી બન્યાં તે વખતે માતાપિતાદિ સ્વજનોનો વિરોધ છતાં દીક્ષા પછી પાંચ વર્ષે સં. ૧૯૯૨માં ધીણોજમાં જ ચોમાસું કર્યું, માતાપિતાને ધર્માભિમુખ બનાવ્યાં. પિતાજીને તે જ વર્ષે ઉપધાન પણ કરાવ્યાં અને માતુશ્રી ગંગાબહેનને સાધ્વીશ્રી ગંભીરાશ્રીજી પણ બનાવી દીધાં. આ રીતે તેઓશ્રી માતાપિતાના ઋણમાંથી મુક્ત બન્યા. સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવા–વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ–વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. અનુપમ આરાધક, સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રીને કોટિશ વંદના! જીવનનો મોટો ભાગ અને વૃદ્ધાવસ્થા પછીનાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં અમદાવાદ શહેર અને પરા વિસ્તારોમાં જૈન સંઘો પર ઘણો જ ઉપકાર કર્યો છે. લગભગ ૩૦૦ જેટલા શ્રમણ-શ્રમણીવર્ગના યોગક્ષેમંકર પૂ. બાપજી મહારાજના સમુદાયના ગણનાયક અનેક પુણ્યાત્માઓને સંયમમાર્ગે દોરનાર એવા મહાપુરુષને ચરણે કોટિશઃ વંદના! પૂ. આચાર્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યોની યાદી : મુનિશ્રી હેમેન્દ્રવિજયજી, પં. શ્રી રવિપ્રભવિજયજી ગણિ, મુનિશ્રી નરરત્નવિજયજી, મુનિશ્રી રાજરત્નવિજયજી, પ્રવર્તક શ્રી જંબૂવિજયજી, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી, મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી આદિ. પૂજ્ય આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. Jain Education International ચતુર્વિધ સંઘ આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમશરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી-અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રભવિજયજી નામે ઘોષિત થયા. For Private સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ મંદિર તીર્થ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy