SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ સંયમ સ્વીકારી. કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા. દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર, સાણંદ, આંબલીપોળ–અમદાવાદ, સાબરમતી, જૈન સોસાયટીઅમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ડિસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બોટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને iારે પુનર્જીવિત કર્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં કલેશ કંકાસ, ઝગડા-મનદુઃખને મિટાવીને સંપશાંતિનું વાતાવરણ સર્યું અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યા હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેઓશ્રીએ સં. ૨૦૧૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર, સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવો માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=O0 કલાકે ચડ્યો. સાંજે ૫=00 વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે ૧૧=૦૦ કલાકે પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ ચતુર્વિધ સંઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને તેઓશ્રીએ ત્રિવિધે-ત્રિવિધ ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘નમો અરિહંતાણં'નો જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વર્ષની ઉંમરે ૪૭ વર્ષનો સંયમપર્યાય પાળી અનંતની યાત્રાએ ચાલ્યો! લાખો ભાવિકો શોકમગ્ન બની ગયા. ભવ્ય અંતિમયાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન સંઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. ૨૦૧૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અહંત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવીને સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર રચવામાં આવ્યું. પૂજ્યશ્રી ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સ્વ-પર કલ્યાણના કીર્તિકળશો સ્થાપિત કરી ગયા. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ વંદના! સૌજન્ય : મહાવીરધામ-સિરસાડ જિ. થાણા (મહારાષ્ટ્ર) મહાજ્ઞાની : મહાતપસ્વી : વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદનસૂરિજી મ. દીક્ષા અંગીકાર કર્યા પછી માત્ર ૧૩ વર્ષ બાદ, કેવળ ૨૮ વર્ષની કોમળ વયે આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવે, એ એક અસાધારણ ઘટના કહેવાય. અને સાથોસાથ ન્યાય-વાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંતમાર્તડ અને કવિરત્ન જેવી પ્રત્યેક ક્ષેત્રની મહાન પદવીઓથી નવાજવામાં આવે એવી લબ્ધપ્રતિષ્ઠા મહામના વિભૂતિ માનવદેહ રૂપે ચમત્કાર જ ગણાય! એ મહામના તે વાત્સલ્યવારિધિ સંઘનાયક ૫.પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ. સૌરાષ્ટ્રના બોટાદ ગામે દશા શ્રીમાળી જૈન નરરત્ન શાહ હેમચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૫૫ના કારતક સુદ ૧૧ના દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકની વર્તમાન તેજસ્વિતા અને ભાવિના પુણ્યવંતા સંકેતો જોઈને નામ રાખવામાં આવ્યું નરોત્તમ. ઘરનું વાતાવરણ ધર્મમય હતું. પરિણામે નરોત્તમે બાલ્યકાળમાં જ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ કંઠસ્થ કરી લીધા. એમાં આ ધર્મવૃત્તિને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy