SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ ચતુર્વિધ સંઘ જાહેરક્ષેત્રે, રાષ્ટ્રીય કક્ષાએ, યશસ્વી નામનાને વરેલા- અજોડ પ્રવચનકાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ૫.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. પીય ભાસ પરાસ્વા, નામોના * જાપાસ મર્મજ્ઞ છે, છતાં પોતાનાં પ્રવચનોને માત્ર પાંડિત્યપ્રદર્શનનું સાધન બનાવતા નથી પણ તેજ અને માધુર્યભર્યા શબ્દો દ્વારા શાસ્ત્રોમાં નિહિત નિગૂઢ તથ્યને સરળમાં સરળ શબ્દોમાં વ્યક્ત કરીને જનમાનસ સુધી પહોંચાડે છે. આ ભાવનાને લક્ષમાં રાખીને એમણે પોતાનાં પ્રવચનોની પાવન ગંગા વહાવી છે. એમનું પ્રવચનસાહિત્ય ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગરિમાથી શોભાયમાન છે. પર્યુષણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સાંસ્કૃતિક ગરિમા, ધાર્મિક અનુષ્ઠાનો સંબંધી એમણે સમયે સમયે પ્રવચનો આપ્યાં છે. શ્રી નવકાર મહામંત્ર પરનું સરસ વિશ્લેષણ આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી. જો એમના આ પુસ્તક‘નવકારઆરાધના' ને કાળજથી કહેવામાં આવે તો અતિશયોક્તિ નહીં થાય. આ પુસ્તકમાં કુલ ૧૧ પ્રવચનો છે અને ૧૧ પ્રવચનોમાં એમણે ગાગરમાં સાગર ભરી દીધો. એમનો પ્રવચન આપવાનો તરીકો જ નિરાળો છે. પોતાના કથનને શાસ્ત્રીય પ્રમાણોથી પુષ્ટ કરવું અને દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ કરવું એ એમની ખાસિયત છે. એનાથી સામાન્ય શ્રોતાને તાત્ત્વિક ચર્ચા સહજગમ્ય બની રહે છે. કલાક-દોઢ કલાક—બે કલાક સુધી ચાલતા એમના પ્રવચનમાં શ્રોતા કંટાળતો નથી. વાણીની મીઠાશથી શ્રોતાનું મન મોહાય છે. આવાં પ્રવચનોનાં પુસ્તકો જિજ્ઞાસુઓનાં પથપ્રદર્શક બની રહ્યાં છે. નિયમિત પ્રતિવર્ષ ધાર્મિક શિક્ષણશિબિરોનું આયોજન અને શ્રી ‘યતીજયંત જ્ઞાનપીઠ'નું સંસ્થાપના આપશ્રીની જ્ઞાનભક્તિનાં પ્રતીક છે. સમાજસુધારક : કુરૂઢિઓમાંથી અને વ્યસનોમાંથી સમાજને છોડાવવો એ સંતોનું કર્તવ્ય છે. આચાર્યશ્રીએ પણ અનેક સ્થાનના કલહને હટાવ્યા. એમનાં પ્રવચનોમાંથી પ્રેરણા લઈને અનેકોએ વ્યસનત્યાગ કર્યા. રેવતડા ચાતુર્માસ સમયે ૨00 જેટલા હરિજનોએ મધ અને માંસનો ત્યાગ કર્યો. પૂજય આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ “મધુકર' ઉગ્રવિહારી પણ છે. એક દિવસમાં ૩૦-૩૦, ૪૦-૪૦ કિ.મી. ની પદયાત્રા કરી લેવી એ એમને સહજ છે. આજ સુધીમાં ૯૦ હજાર કિ.મી.નો વિહાર કરીને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં સર્વત્ર ધર્મપ્રચારનું કાર્ય કર્યું છે. - પૂ. મુનિશ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી ગુમાનમલજી ભેરાજી (વાણીગહેતા--સરતવાલા)ના સૌજન્યથી . 'तस्मै श्री गुरवे नमः પ.પૂ. આ.શ્રી પદ્મસાગરસૂરિજી મ. સા. કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે છે તેને “પા” કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહીં તેને “સાગર' કહે છે અને જે ‘પા' પણ છે અને “સાગર” પણ છે તેમને “પાસાગર' કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા જીવો જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્દગુણોની સુવાસ સૌને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy