SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ અનેકાનેક મુમુક્ષુઓનાં જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી. * જન્મ : વિ.સં. ૧૯૮૯, આસો સુદ ૬, પાટણ. * દીક્ષા : વિ.સં. ૨૦૦૬, મહા સુદ ૩, અમદાવાદ. * વડી દીક્ષા : ૨૦૦૬, વૈશાખ સુદ ૧૦, આંતરસુબા. * ગણિ પદ : વિ.સં. ૨૦૩૦, માગસર સુદ ૫, જામનગર. * પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદી ૧૪, પૂના. * આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ ૨, પૂના. * કાળધર્મ : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૯, ધાકડી લબ્ધિધામ તીર્થની આસપાસ. * અગ્નિસંસ્કાર : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૦ લબ્ધિધામમાં, સાધર્મિકોના સહોદર અને ગરીબોના બેલી પૂ. ગુરુદેવશ્રી : પૂજ્યશ્રી પાસે આવેલ સાધર્મિક પ્રાયઃ ખાલી હાથે પાછો ન જ જાય. ગુપ્ત સહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું છે. લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સારામાં સારી રકમનું અનાજ, રેશનીંગ, વ. પણ સાધર્મિકોને, ગરીબોને અપાવતા. માનવકલ્યાણ અને શાસનસેવાની જ્વલંત જ્યોતિરૂપ પૂજ્યશ્રી : જીવનમાં સરલતા, હૃદયમાં પ્રમોદભાવ, મનમાં સર્વજીવપ્રતિ મૈત્રીભાવનાથી અનેકોના જીવનમાં શાંતિ, તુષ્ટિ અને પ્રસન્નતાનો પરિમલ પ્રગટાવ્યો છે. હજારો, લાખો જીવનનૈયાઓને પૂજ્યશ્રીએ સરળશૈલીમાં હૃદયસ્પર્શી સચોટ અમૃતવર્ષા સમી પાવનવાણી દ્વારા ઈપ્સિત સ્થાને પહોંચાડેલ છે. ધ્યાનરમણતામાં મગ્ન પૂજ્યશ્રી : આત્મદર્શનાર્થે કલાકો સુધી પૂજ્યશ્રી ધ્યાનમાં–જાપમાં લયલીન બની જતા અને અધ્યાત્મવિદ્યાના તેજપુંજ પ્રસારી લાખો શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકાઓને પ્રેરક માર્ગદર્શન આપતા. નિખાલસતાના નિધિ પૂજ્યશ્રી : પ્રભુભક્તિગુરુભક્તિથી પ્રગટેલ લઘુતા, કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ વગેરેથી સાધનાનાક્ષેત્રની સંખ્યાતીત ઝળહળતી સિદ્ધિઓ પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરેલ. જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રી : જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત હતા. અન્ય સમુદાયવર્તી મહાન આચાર્ય ભગવંતો પણ પૂજ્યશ્રી પાસે Jain Education International For Private ચતુર્વિધ સંઘ અંજનશલાકા-પ્રતિષ્ઠાદિનાં મુહૂર્તો મંગાવતા. પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત આરંભસિદ્ધિ મહાગ્રંથ ખૂબ પ્રસિદ્ધિ પામેલ. જ્ઞાનપિપાસુ પૂ. ગુરુદેવશ્રી : જૈનશાસનની પ્રભાવના થાય અને જૈનશાસનની પ્રાચીન પરંપરાનો ઇતિહાસ જળવાઈ રહે તે માટે ભાવિ પેઢી ગૌરવ લે તેવા દળદાર સચિત્ર ગ્રંથો પ્રકાશન કરેલ છે. ષડ્દર્શન સુબોધિકા વ. તત્ત્વચિંતન- પુસ્તિકાઓ પણ ઘણા પુરુષાર્થથી તૈયાર કરી પ્રકાશિત કરાવેલ છે. શ્રી લબ્ધિધામ તીર્થના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : પ્રભુમંદિરો બનાવી ધર્મભાવના ટકાવવા અને વિરમગામ અને માંડલ વચ્ચે ૨૪ કિ.મી. સુધી જ્યાં કોઈ પણ વિરામસ્થાન નહીં હોવાથી શેષકાળમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કોઈપણ સમુદાયના સાધુસાધ્વીજી મ. આદિને વિહારમાં અનુકૂળતા રહે તે અર્થે લબ્ધિધામ તીર્થનું નિર્માણ કાર્ય આરંભ્યું. પૂ. ગુરુદેવની શુભ ભાવનામાં પૂ. ગણિશ્રી શિલરત્નવિ. મ.નો તીર્થનિર્માણનો સુદૃઢ સંકલ્પ ભળ્યો અને ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું. સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અનેરો આનંદ પામી રહ્યા છે, જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહોત્સવો ભવ્ય સમારોહપૂર્વક યોજાય છે, જેઓશ્રીના પુણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રહી છે તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂર્તદાતા શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ-સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ—શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy