SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ Nીનોwધરસ્વામિ જિના મંદિર C ઉપરોક્ત જિનબિંબોની અંજન કાલકા Het E હસ્ત માં ચતુર્વિધ સંઘ જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગજવેલ જેવી હતી. સંકલ્પ લોહ સમો દૃઢ હતો ને સંયમ ગ્રહણની ચિરમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨00૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫-૧૯૪૯નો એ ધન્ય દિવસ હતો અને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી. શિક્ષિત હતા. હવે દીક્ષિત થયા. છૂટી ગયાં સંસારનાં સંબંધો, છૂટી ગયું સંસારી નામ ને હવે બન્યા મુનિ શ્રી કલ્યાણસાગરજી. સર્વેનું કલ્યાણ થાય તેવી ભાવના અને સાગર જેવી જ્ઞાનની ગહનતા એટલે જ “કલ્યાણસાગર’. સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. દિવસે જિન આગમનું અધ્યયન અને રાત્રે સીમલ્વર સ્વામીનો જન્મ. ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૧૮ની સાલમાં તા. ૧૮૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના નિર્માણ અને વિકાસમાં પૂજય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પૂ. ગુરુદેવ શ્રી કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. શ્રી સીમંધર સ્વામીનું આ તીર્થ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હોઈ ને સતત દર્શનાર્થીઓથી ધમધમે છે. એક તીર્થ રાજ-પથ પર, બીજ તીર્થ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર. (૧) પ.પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજળના ઊંડાણમાં ડૂબકી લગાડવી.....આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મન માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ. સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગર- સૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.-૨૦૦૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy