SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ xEE શિલાકલામનીષી પૂજ્ય આચાર્યભગવંતના માર્ગદર્શનથી ગજાવલી, હંસાવલી, સર્પાવલીથી આકર્ષિત થંભાવલી નક્કારશીયુક્ત મંડોવરમાં ભવ્ય કોરણી દ્વારા આરસપાષાણમાં ભવ્ય જિનાલય બની રહ્યું છે. × ૪૫ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય. બેંગલોર અને દક્ષિણભારતમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવથી ૪૫ જિનાલયોની અંજનશલાકાપ્રતિષ્ઠા સહ મહામહોત્સવ મહાન શાસનપ્રભાવના પૂર્વક પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. * શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામ. અમદાવાદથી ૨૮ કિ.મી. અને અંબાજી-હિંમતનગર હાઇવે પર ચિલોડા ચોકડીથી પ કિ.મી. ધણપ ગામમાં ૮૪ જિનાલયયુક્ત નવનિધિમંદિર,નવગ્રહમંદિર સહ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામની સ્થાપના પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી થઈ. તીર્થધામમાં શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા (ઇડરવાળા)ની પ્રમુખ ઉદારતા અને અનેક દાનવીરો, સંઘો તેમ જ ગુરુભક્તોની ઉદારતાથી વિશાલ તીર્થધામનું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મશાળાભોજનશાળાની સુંદર સુવિધા છે. * જીર્ણોદ્વાર ગુજરાતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઇડર બાવન જિનાલય અને નાના પોશીનાં તીર્થોના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. * શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા મહાનતીર્થસ્થાપક, સૂરિમંત્ર સમારાધક, દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના શરીરમાં અંતિમ સમયમાં ભયંકર વ્યાધિ હોવા છતાં દાદાની મુખ્ય ટૂંક નિર્માણ કરવાની ભવ્યતમ ભાવનાની અભિવ્યક્તિ આજીવન અંતેવાસી પૂ.આ.શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા. સન્મુખ રાખતાં પૂ. ગુરુદેવશ્રીની ભવ્યતમ ભાવના પૂરી કરવા શિષ્ય મુખ્યમંદિરનાં નિર્માણનાં કાર્યનો દૃઢ સંકલ્પ કરી દાદા શ્રી શંખેશ્વર તીર્થ પેઢીના અપૂર્વ સહયોગથી ટ્રસ્ટમંડળના સહયોગથી અને ગુરુભક્ત શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાની સખત મહેનતથી વિજ્ઞાનયુગને આશ્ચર્ય થાય તેવી મહાનચમત્કાર સ્વરૂપ શ્લોક બોલીને પૂજ્ય ગુરુદેવશ્રીએ અંજનશલાકા કરાવી. વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૩ના વ્યાધિગ્રસ્ત શરીરે પણ Jain Education International ચતુર્વિધ સંઘ અતિપ્રસન્નતાપૂર્વક દાદા આદિનાથની મુખ્યમંદિરમાં પ્રતિષ્ઠા સ્વહસ્તે કરાવી. દક્ષિણભારતને પાલિતાણાની યાદ અપાવે એવું મહાન તીર્થ અર્પણ કર્યું. * અંતિમ વિદાય : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૧૩, ગુરુવાર, તા. ૧૨-૬-૨૦૦૩ના પ્રાતઃ ૧૧-૦૫ મિનિટે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં જ સર્વને નિરાધાર છોડી વિદાય થયા. પૂજ્યશ્રીના પાર્થિવદેહનાં અંતિમદર્શન હેતુ બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, આન્ધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ અનેક શ્રી સંઘોના હજારો ગુરુભક્તોએ પધારી અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂજ્ય ગુરુદેવશ્રીની અંતિમ ક્રિયા સમયે હજારો ગુરુભક્તોનાં નયનોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. સમાધિસ્થલ પર ભવ્ય સ્મૃતિ મંદિરના નિર્માણ સહ તીર્થનું નિર્માણ કાર્ય પૂજ્ય ગુરુદેવશ્રીની દિવ્યકૃપાથી આજીવન અંતેવાસી શિષ્ય દક્ષિણભારતતીર્થપ્રભાવક પૂ.આ.શ્રી વિ. ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિર્દેશનાનુસાર ભવ્યતાથી થઈ રહ્યું છે, જે ભારતવર્ષનું બેનમૂન તીર્થ બનશે. દિવ્ય શક્તિના ધની સૂરિદેવ સદા આશિષ વરસાવો. સૌજન્ય : શ્રી ચંદ્રપ્રભ લબ્ધિ દાદાવાડી સ્થૂલભદ્રસૂરિ પુણ્યપ્રભાવક કેન્દ્ર ગાંધીનગર બેંગલોર પ.પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ. ॥ નમામિ નિત્યં ગુરુહેમચંદ્રમ્ ॥ —પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિ. ગણિવર્ય ૭૨-૭૨ જિનાલયોથી શોભતી ખંભાતની તીર્થભૂમિમાં શ્રાદ્રરત્ન અંબાલાલ રતનચંદ શાહ અને શ્રાદ્ધવર્ય મૂળીબહેનના ઘરે એક પુણ્યવંતા આત્માનાં પાવન પગલાં થયાં–નામે હીરાલાલ. હીરો જ જોઈ લો. સંતતિને સંયમપંથે સંચારવાનાં શમણાં સેવતી શ્રાવિકામાતાના સંસ્કાર શું બાકી રહે? હીરાલાલના વ્યક્તિત્વના હીરાનું પ્રત્યેક પાસું ખૂબ જ ભવ્ય હતું. પ્રભુભક્તિમાં બેજોડ, ગુરુભક્તિમાં અવ્વલ, વૈરાગ્યથી ઝળહળતા હીરાભાઈએ યૌવનના પ્રાંગણામાં પગ મૂક્યો, મોહરાજાએ પોતાના પાશમાં લેવા કમર કસી, સગપણ થયું. કોને ખબર હતી કે આ હીરાલાલ ભવિષ્યમાં જિનશાસનના અજોડ જ્યોતિર્ધર, મોહરાજાને સજ્જડ હાર આપનાર, અરિહંતના પરમોપાસક, લાખોનાં હૃદયના તાર ઝણઝણાવનાર, સીમંધરસ્વામીની સાથે અનુસંધાન સર્જનાર, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy