SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ લેવાનું વ્રત, પાંચ વર્ષ પાંચથી વધુ દ્રવ્યો નહીં વાપરવાનો અભિગ્રહ, ૧૦ વર્ષ સુધી મેવા-મીઠાઈ-ફૂટ-ફરસાણનો ત્યાગ, ૧૦ વર્ષ સુધી મહિનામાં ૨૫ દિવસ દૂધનો ત્યાગ, નિર્દોષ ગોચરી–પાણી વાપરવાનો આગ્રહ, અનેક ચોમાસાંમાં માત્ર બે જ દ્રવ્યથી એકાસણાં આદિ અનેક અભિગ્રહોથી સંયમજીવનની સમૃદ્ધિ અને નિષ્ઠા વધાર્યાં છે. સુસંયમી શ્રી જગચંદ્રવિજયજી મહારાજની વિશિષ્ટ યોગ્યતા પ્રેક્ષીને સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૩૮ના મહા સુદ ૬ને દિવસે નડિયાદ મુકામે ગણિ પદ પ્રદાન કર્યું. પૂજ્યપાદશ્રીની આજ્ઞાથી સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ના દિવસે પાટણ મુકામે સુવિશુદ્ધ સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સર્વ સૂત્રોની અનુજ્ઞા સ્વરૂપ પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ને શુભ દિને બેંગલોર મુકામે પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંત સિદ્ધસ્યાદ્વાદ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય પદે આરૂઢ કર્યા. આચાર્ય પદવીની પ્રાપ્તિ પછી સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી અને સાથે પાંચવી પીઠિકાની આરાધના ૩ વાર કરી. આજે ૭૭ વર્ષની વયે પણ પાદવિહાર સાથે સવારથી સાંજ સુધી મુમુક્ષુ-મહાત્માઓને સતત વાચના આપી રહ્યા છે. અનેક પદસ્થો-મુનિઓ અભ્યાસાર્થે પૂજ્યશ્રી પાસે પધારે છે. આવા સુસંયમી અને સુયોગ્ય મહાત્મા બાવન વર્ષનો સંયમપર્યાય પાળીને એક સ્વતંત્ર આચારગ્રંથ રચવાનું સ્વપ્ન સેવી રહ્યા છે, પ્રેરણા કરી રહ્યા છે ત્યારે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષો અને પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યો સફળતાપૂર્વક સંપન્ન બનો એવી મંગલકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદના. પૂ. આ.ભ. શ્રીના શિષ્ય-પ્રશિષ્યો :—૧. પૂ. પંન્યાસશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, ૨. પૂ. પંન્યાસ શ્રી અભયચંદ્રવિજયજી મહારાજ, ૩. પૂ. ગણિવર્યશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ, ૪. પૂ. મુનિરાજ શ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૬. પૂ. મુનિરાજ શ્રી હિતસુંદરવિજયજી મહારાજ, ૭. પૂ. મુનિરાજ શ્રી માનજિતવિજયજી મહારાજ, ૮. પૂ. મુનિરાજ શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ, ૯. પૂ. મુનિરાજ શ્રી રિદ્ધિવિજયજી મહારાજ, ૧૦. પૂ. મુનિરાજ શ્રી વિરાગસિન્ધુ Jain Education International For Private ચતુર્વિધ સંઘ વિજયજી મહારાજ, ૧૧. પૂ. મુનિરાજ શ્રી યોગક્ષેમવિજયજી મહારાજ, ૧૨. પૂ. મુનિરાજ શ્રી વિમલપુણ્યવિજયજી મહારાજ, ૧૩. પૂ. બાળ મુનિરાજ શ્રી હીરવિજયજીમહારાજ. સૌજન્ય : શ્રી આદિશ્વર વીશા પોરવાલ જૈન સંઘ પાયધુની મુંબઈ-૩ દક્ષિણકેશરી, મહાનશાસનપ્રભાવક પરમપૂજ્ય આ.દે.શ્રી વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. * રાધનપુરના સંયમરત્ન જય ગુરુદેવ. મહાન વ્યક્તિત્વ ને કૃતિત્વના સ્વામી શાસનપ્રભાવક ૫. પૂ. ગુરુદેવશ્રીનો જન્મ ગુજરાતની ધર્મનગરી રાધનપુર નગરીમાં ધર્મનિષ્ઠ શ્રીમંત કાંતિલાલ વરધીલાલ દોશી પિરવારમાં શ્રીમતી તારાબહેનની કુક્ષિએ વિક્રમ સંવત ૧૯૯૦, ફા.સુ. ૧૫ (પૂર્ણિમા)ના પાવન દિવસે પુણ્યપુરુષનો જન્મ થયો. જન્મથી તેજસ્વી બાલકુમારનું નામ વસંત પાડ્યું. રાધનપુરના વસંતકુમાર જૈનશાસનના મહાસંત અને પુણ્યભૂમિના પ્રભાવક પુરુષ બન્યા. ન્યાયસંપન્નાદિ ગુણોથી અલંકૃત શ્રી પિતાજી કાંતિલાલ તેમ જ ધર્મમાતા તારાપ્રભાબહેનના સુસંસ્કારોનાં સિંચનથી આત્માનાં ગુણપુષ્પો વિકસિત બનતાં રહ્યાં. અપાર સંસ્કારો અને સંતોની વાણીથી બાળક વસંતકુમારનું મન વૈરાગ્યવાસિત બન્યું. લાલબાગમાં બિરાજિત વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલિકેરીટ પૂ.આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમૃતમયી વાણીનું પીયૂષપાન કરી પૂજ્યશ્રીનાં જ કરકમલોથી વિક્રમ સંવત ૨૦૦૭, વૈશાખ સુદિ-૬ ના દિવસે રાધનપુરમાં સંયમજીવનનો સ્વીકાર કરી તર્કનિપુણ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સ્થૂલભદ્રવિજયજી મ.સા. તરીકે પ્રખ્યાત થયા. વિનય વૈયાવચ્ચ ગુણના સહજ સ્વામી. દીક્ષા દિવસથી જ દાદાગુરુદેવશ્રીની અખંડસેવા ભક્તિમાં સદા અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. અહર્નિશ બાલ-વૃદ્ધગ્લાન–તપસ્વીની સેવા સહ અખંડ જ્ઞાનોપાસનાના સ્વામી બન્યા. ગુરુકૃપાથી વ્યાકરણ, કાવ્યકોષ, આગમગ્રંથોમાં નિપુણતા પ્રાપ્ત કરી. જ્ઞાન સાથે સહજ નમ્રતા ગુણથી સર્વનાં દિલના સ્વામી પૂજ્યશ્રી બન્યા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy