SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ પ્રદેશોમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહોત્સવો, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, યાત્રાસંઘો—એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય-મધુર વ્યક્તિત્વ અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! પૂ. સાધ્વીશ્રી જગતશ્રીજી મ.સા.ની પ્રેરણાથી હ : પૂ. શ્રી જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા. શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ ટ્રસ્ટ યક્ષ બૌતેરા (તા. નખત્રાણા) જિ. કચ્છના સૌજન્યથી તેજસ્વી શાસ્ત્રવેત્તા, કુશળ અધ્યાપક, મહાન તપસ્વી, યશસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલિકાલકલ્પતરુ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે સુવિહિત શ્રમણોનું સર્જન કરવાનો ભેખ લીધો હતો. કુશળ ઝવેરી સમા એ મહાપુરુષ રત્નતુલ્ય વ્યક્તિઓની ઉત્તમતાને એક જ દૃષ્ટિમાં પારખીને તેમને સંયમમાર્ગે સંચરવા પ્રેરતા. પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એમાંનું એક બહુમૂલ્યસ્ત છે. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતના કરટિયા (વડનગર) ગામે શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ માનચંદનાં ધર્મપત્ની ચંદનબહેનની કુક્ષિએ સં. ૧૯૮૫ના પોષ વદ અમાસને દિવસે થયો હતો માતાપિતાએ પુત્રનું નામ જયંતીલાલ પાડ્યું. બાલ્યકાળથી જ જયંતીલાલને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અત્યંત રસ હતો. શૈશવ દરમિયાન પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, અતિચાર, જીવવિચાર નવતત્ત્વ આદિ અનેરાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ આદિ કુટુંબદત્ત સંસ્કારો તેમના જીવનમાં સહજ વણાઈ ગયા હતા. સામાયિક, પૌષધ આદિ અનુષ્ઠાનો કરવા બાળ જયંતીલાલ અનેક વાર ઉલ્લસિત બનતો. જયંતીલાલ સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે વાત્સલ્યવારિધિ પૂ. આ. શ્રી વિજયંપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યરત્ન સમતામગ્ન પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય બન્યા અને મુનિશ્રી જગચંદ્રવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા Jain Education International ૪૬૩ અંગીકાર કરીને પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન બની ગયા. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૫ કર્મગ્રંથ, ‘શ્રી તત્ત્વાર્થસૂત્ર', ‘વીતરાગસ્તોત્ર', ‘યોગશાસ્ત્ર', ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’, ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’, ‘ઇન્દ્રિયપરાજય શતક’, ધર્મરત્ન પ્રકરણ’, ‘તર્કસંગ્રહ', ‘બૃહદ્ સંગ્રહણી’, ‘સમકિતના ૬૭ બોલની સજ્ઝાય', સિદ્ધહેમ વ્યાકરણનાં ચૂંટેલાં સૂત્રો, યતિજિતકલ્પ આદિ અનેક શાસ્ત્રો અને પ્રકરણો કંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત, પ્રાકૃત, ભાષા, કાવ્યો, વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના કર્મસાહિત્ય સંશોધન-લેખન-અધ્યયનનમાં ઊંડો રસ લીધો. પૂ. ન્યાયવિશારદ શ્રી ભાનુવિજયજી મહારાજ આદિ ગુરુદેવો પાસે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથો, મહોપાધ્યાયજીના ગ્રંથો, અધ્યાત્મના ગ્રંથો, ચરિત્રના ગ્રંથો, વૈરાગ્યના ગ્રંથો, દાર્શનિક ગ્રંથો આદિનું વાચન-મનન કર્યું. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના નૂતન કર્યસાહિત્યસર્જનમાં પૂજ્યશ્રીની સ્થિતિબંધ વિષય પરની ૬૦ હજાર શ્લોકપ્રમાણ, ત્રણ દળદાર ગ્રંથોમાં પ્રગટ થયેલી વિસ્તૃત ટીકા તેઓશ્રીની ગૌરવગાથા બની રહી. તદુપરાંત, પૂજ્યશ્રીએ બીજા પણ સ્વોપજ્ઞ ટીકાયુક્ત પ્રકરણગ્રંથો, ક્ષેત્રસ્પર્શનાં પ્રકરણ આદિ ગ્રંથોનું સર્જન તથા પ્રાચીન ગ્રંથો ટિપ્પણ સહિત કર્મપ્રકૃતિ તથા ચૂર્ણિનું પુનઃ સંપાદન આદિ કર્યું. જેમ અધ્યયનમાં રસ અને બુદ્ધિની તીક્ષ્ણતા તેમ અધ્યાપનકાળમાં કુશળતાનો અપૂર્વ ગુણ પૂજ્યશ્રીની પ્રતિભાનો આગવો ઉન્મેષ છે. તેઓશ્રીએ તેજસ્વી શ્રમણોને સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો, વ્યાકરણ, પ્રકરણો, કર્મગ્રંથ-કમ્મપયડ્ડી, આગમગ્રંથો, ઓધનિયુક્તિ, પિંડવિશુદ્ધિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકનિર્યુક્તિ, છેદસૂત્રો, અધ્યાત્મમતપરીક્ષા, ધર્મપરીક્ષા, ‘ઉપદેશરહસ્ય ’, ‘ભાષારહસ્ય’, ‘બત્રીસ-બત્રીસી', ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’, ‘યોગબિંદુ’, ‘યોગવિંશિકા’, ‘યોગશતક' આદિ અનેક જટિલ ગ્રંથો ભણાવ્યા છે. ‘મુક્તાવલી’, ‘વ્યાપિપંચક’, ‘સામાન્ય નિરુક્તિ’, ‘દિનકરી’, ‘સિદ્ધાંતલક્ષણ’, ‘સ્યાદ્વાદમંજરી' આદિ ન્યાયના કઠિન ગ્રંથો પણ સાધુઓને કુશળતાથી ભણાવ્યા છે. પૂજ્યશ્રી ખાસ કરીને નવ્ય ન્યાય'ના અધ્યયન-અધ્યાપનમાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીએ દીક્ષાદિનથી માંડીને અવિરામઅવિરત તપશ્ચર્યા ચાલુ રાખી છે. વૃત્તિસંક્ષેપ અને ઊણોદરીપૂર્વકનાં એકાસણાં પ્રત્યે ગજબની નિષ્ઠા ધરાવે છે. તેથી પૂજ્યશ્રીના પરિચયમાં આવનારા અનેક ભાવિકો એકાસણાંનાં વ્રતધારી બન્યા છે. પૂજ્યશ્રીએ વર્ધમાનતપની ૪૦ ઓળીઓ તથા અટ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી છે. દીક્ષાદિન સાથે તેઓશ્રીએ અનેક અભિગ્રહો પણ કર્યા છે. પ્રભુદર્શન વિના જળ–અન્ન નહીં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy