SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કરાવેલી પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયપદ્મ-સૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યો માટે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવર્યને કોટિ કોટિ વંદન! સૌજન્ય : શ્રી ઓસવાલ જૈન સંઘ પેઢી ધાણેરાવ સ્ટે. ફાલના. (જિ. પાલી) રાજસ્થાન શાસનને દીપાવનાર : પ.પૂ. આ.શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ. જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ : વિક્રમ સંવત ૧૯૭૧નું વર્ષ, તહેવારોની હારમાળા સર્જતો શ્રેષ્ઠ શ્રાવણમાસ અને તેમાં પણ લૌકિકપર્વ બળેવ (રક્ષાબંધન)નો દિવસ એટલે શ્રાવણ સુદ ૧૫ ધન્યઘડી, ધન્યપળે ઉત્તર ગુજરાતની ધન્યધરાએ અનેક તીર્થોથી સુશોભિત બનાસકાંઠા જિલ્લાના થીરપુર (થરાદ) નગરની બાજુમાં રહેલા મોટીપારવાડ ગામમાં શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક સગથાચંદભાઈના ધર્મપત્ની સુશ્રાવિકા પારુબહેનની રત્નકુક્ષિએ આ બાળકનો (મપુરુષનો) જન્મ થયો. ચોમેર આનંદનું વાતાવરણ છવાઈ ગયું સૌએ સાથે મળી આ બાળકનું હુલામણું નામ જાહેર કર્યું ‘હાલચંદકુમાર'. બાળ હાલચંદ તેમને સમજાવેલ સુંદરવાતોમાં વિચારમાં અને માતા-પિતા તેમ જ પરિવારની સેવામાં પોતાનો સમય પસાર કરે છે. એમ કરતાંકરતાં સમય જતાં બાળ હાલચંદને પિતાજીની આજ્ઞાથી અમદાવાદ ધંધાર્થે આવવાનું થયું. અમદાવાદમાં કાપડની ફેરીનો વ્યવસાય (સર્વિસ) શરૂ કર્યો. જન્મસ્થળ મોટી પાવડ કરતાં અહીં અમદાવાદમાં તો ધર્મક્રિયાઓ કરવાના ચાન્સ વધારે મળે, એટલે આ હાલચંદભાઈને તો કેમ મજા ન આવે? દરરોજ ભગવાનની પૂજા, બે ટાઇમ પ્રતિક્રમણ (જૈનોની નિત્યક્રિયા વ્યાખ્યાનશ્રવણ) વગેરેમાં સમય ફાળવતાં જે સમય વધે તેમાં કાપડની ફેરી કરવાનું નક્કી કરી સારી રીતે દિવસો પસાર થાય છે, પણ નાનપણમાં સાચા સુખની શોધમાં લાગેલું મન દીક્ષા લેવા માટે (જૈન મુનિ બનવા માટે) તડપી રહ્યું છે. જૈન મુનિઓ પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ., પૂ. શ્રી તિલકવિજયજી મ.ના વરદ હસ્તે આ બાળકની પાલિતાણામાં દીક્ષા થઈ અને હાલચંદભાઈમાંથી આ વિરલ વિભૂતિ જૈન મુનિ સુજ્ઞાનવિજયજી બન્યા અને તેમને પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. એ સમય હતો વિક્રમ સંવત ૧૯૯૧ ચૈત્ર સુદ વદ ૭ નો (હવે બાળરત્ન હાલચંદભાઈને આપણે મુનિ સુજ્ઞાનવિજયજી તરીકે સંબોધીશું). Jain Education International For Private ૪૫૯ હવે મુનિ સુજ્ઞાનવિજયજીનું એક જ લક્ષ્ય મિશન) વડીલોની–ગુરુજીની આજ્ઞામાં રહેવું, તેમની બધાની ખૂબ ખૂબ ભક્તિ કરવી, જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવો વગેરે વગેરે લક્ષ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત ચાલુ કરી કવિ ‘બેફામ’ની કાવ્યપંક્તિ ખરેખર સત્ય છે જ ને? કે “-કદમ અસ્થિર છે તેને, કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને, હિમાલય પણ નથી નડતો”. જૈન જગતના તમામ ગચ્છ સંપ્રદાયો જ્યોતિષ શિલ્પશાસ્ત્ર વિષયે પૂજ્યશ્રીની સલાહ મેળવતા એટલું જ નહીં પણ મુનિ સુજ્ઞાનવિજયજીએ આપેલ મુહૂર્ત દિવસ ઘડી પળ એટલા ચોક્કસ રહેતા કે ગમે તેવા મહા જ્યોતિષીને પણ તેમાં લેશમાત્ર વિચારવાનું નહોતુ રહેતું. અર્થાત્ મહા વિદ્વાન જ્યોતિષીઓ પણ પૂજ્યશ્રીના આ વિષયે માનભેર વખાણ કરતા. શિલ્પના વિષયોમાં પણ આ મહામુનિએ જોરદાર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જૈન જિનાલયોના ખજાના સ્વરૂપ અદ્ભુત કલા-કારીગીરી અને કોતરણીઓ વગેરે તમામ નાનામાં નાની બાબતે પણ તેઓશ્રીનું માર્ગદર્શન, અનુભવ અને જ્ઞાન અદ્ભુત હતું. જૈનજગતના નાના મોટા ઘણા શિલ્પગ્રંથોનું પૂજ્યશ્રીએ વારંવાર ચિંતનપૂર્વક મંથન કર્યું હતું. તેથી જ તેઓશ્રી જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ કહેવાયા હતા એટલું જ નહીં પણ પ્રસિદ્ધ બન્યા હતા. કૂદકે અને ભૂસકે સુધારકવાદી વલણ ધરાવતા અને તે તરફ આગળ વધી રહેલા વિજ્ઞાનના ભૌતિકયુગમાં જે સિદ્ધિઓ અને સફળતાઓ જગતના વૈજ્ઞાનિકો મેળવી શક્યા નથી. તેનાથી પણ ચડિયાતી જાજરમાન સિદ્ધિઓ અને સફળતા આ પૂજ્યશ્રીએ જૈનશાસનના સિદ્ધાંતો આગમો દ્વારા મેળવી. ભગવાન મહાવીરે સ્વશરીરે નિઃસ્પૃહી રહી, અતિ ભયાનક કાતિલ કર્મોનો ખાત્મો કરી જ્યારે વિશ્વવંદનીય સ્તુત્ય કેવલજ્ઞાન (સર્વજ્ઞપણું) (જેમનાથી જગતનો કોઈ પદાર્થ અજાણ ન હોય તેવી સિદ્ધિ) મેળવ્યું અને જૈન આગમોનો પ્રકાશ પાથરી જગતના જીવોનું અજ્ઞાન (અણસમજ)નું અંધારું દૂર કરવા સમર્થ પુરુષાર્થ કર્યો. તે હકીકતોને જૈનશાસનના (ધુરંધર મહાપુરુષોએ) ગણધર ભગવંતોએ શબ્દ દેહે સ્વીકારી તે તે પછીના થયેલા મહાપુરુષોએ (જૈનાચાર્યોએ) આગમો (પુસ્તકો) દ્વારા આજ સુધી અકબંધ રાખ્યો અને તે ટકાવ્યો તે તે અદ્ભુત જ્ઞાનખજાનાને આ મહા મુનિવરે પોતાની આગવી સૂઝ-બૂઝ અને હોંશિયારી દ્વારા પ્રાપ્ત કર્યો. આ મુનિવરની ખાસ વિશેષતા એ હતી કે એ જે પણ પુસ્તકોનું–ગ્રંથોનું વાચન કરે એટલે તેમાં પેન્સિલથી નિશાનીઓ કરે અગત્યના મુદ્દાઓની નોંધ કરે. ન સમજાય તેવા વિષયો Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy