SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૮ અને ૨૦૧૯નાં ત્રણ ચોમાસાં કચ્છના ભચાઉ શહેરમાં જ કર્યા. ત્રીજા ચોમાસામાં પૂજ્યશ્રીનું સ્વાથ્ય વધારે કથળ્યું અને ચતુર્વિધ સંઘનાં ધર્મસૂત્રોને સાંભળતાં સાંભળતાં અને સમતાભાવે પોતાના ઇષ્ટસૂત્રનું (પંચસૂત્રનું) શ્રવણ કરતાં કરતાં શ્રાવણ વદ૪ (પંદરના ધરના) પુણ્ય દિને, ૮૦ વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ પૂ. આચાર્ય ભગવંત પૂર્ણ સમાધિભાવમાં કાળધર્મ પામ્યા. એ મહાસમર્થ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને ભાવભીનાં વંદન ! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ તપ-ત્યાગની અને જ્ઞાન-ધ્યાનની સમૃદ્ધિથી જેમણે સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, અપ્રતિમ પ્રતિભાશાળી : બાલબ્રહ્મચારી પૂજ્ય આ.શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ. ગુજરાતના ઉત્તર વિભાગમાં નાનકડું ગામ કુવાલા. ગામમાં ધર્મસમ્મુખ રહેતા સવજીભાઈ અને દલીબાઈને સં. ૧૯૫૦ના કારતક સુદ બીજને દિવસે એક યશસ્વી પુત્ર તવારીખની તેજછાયા રાખવામાં આવ્યું અને એમના સંસારીપણે કાકા-પૂ. મુનિવર શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. મનિશ્રી કીતિવિજયજીનું ચિત્ત જેમ ભૂખ્યા માનવીને ભોજન મળે અને આહલાદ અને આનંદ થાય તેવો આનંદ વીતરાગનો માર્ગ પ્રાપ્ત થતાં અનુભવી રહ્યું અને તેઓશ્રી ગુરુસેવામાં અને દર્શન–જ્ઞાન–ચારિત્રની રત્નત્રયી આરાધનામાં એવા એકાગ્ર બની ગયા કે જેથી એક પળ જેટલો સમય પણ એળે જવા ન પામે એની ખેવના કરવા લાગ્યા. દીક્ષા લીધા પછી સં. ૧૯૬૨થી ૧૯૭૬ સુધીનાં ૧૫ ચોમાસા મુનિશ્રી કનકવિજયજીએ ગુજરાત, કચ્છ અને માળવામાં જુદાં જુદાં ગ્રામ-નગરોમાં કર્યાં. તેમાં ક્યારેક પૂ. આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ સાથે, ક્યારેક પોતાના પૂજ્યપાદ દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાથે અને ક્યારેક અન્ય મુનિવરો સાથે કર્યાં. સં. ૧૯૮૫ના મહા સુદ-૧૦ને દિવસે ભોયણી તીર્થની વર્ષગાંઠ પ્રસંગે એકત્ર થયેલ સંઘમેળામાં પૂ.આ.શ્રી સિદ્ધિગિરિજી મ. તથા પૂ.આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. તથા અન્ય મુનિવરો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂ. પં. શ્રી કનકવિજયજી મ.ને ઉપાધ્યાય પદથી અલંકૃત કરવામાં આવ્યા ત્યારબાદ ચાર વર્ષ પછી સં. ૧૯૮૯ના પોષ વદ-૭ ને દિવસે જૈનપુરી અમદાવાદમાં પૂ. સંઘસ્થવર આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મ.ના વરદહસ્તે' ઉપા. શ્રી કનકવિજયજી મહારાજને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. આ રીતે સંઘનાયકની સાથે સાથે હવે આચાર્યશ્રી પણ બન્યા. - ત્રણ ત્રણ દાયકા સુધી પોતાની એ સમગ્ર જવાબદારીને સફળતાથી નિભાવતા રહ્યા. તે દરમ્યાન સંખ્યાબંધ પુણ્યાત્માઓને વૈરાગ્યવાસિત કરીને, દીક્ષા આપીને, મોક્ષમાર્ગના યાત્રિક બનાવ્યા. પૂજ્યશ્રીના પંદર શિષ્યોમાં પૂ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિ, પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ., પૂ. મુનિશ્રી કંચનવિજયજી મ. વગેરે મુખ્ય હતા. ત્રણ દાયકા દરમ્યાન ૨૭ વર્ષ સુધી તો પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ સ્થાનોએ વિચરીને જે તે સ્થાનના શ્રી સંઘોને ધર્મભાવના, વિવિધ પ્રકારનાં સત્કાર્યો કરવાની પ્રેરણા આપીને પોતાના સંઘનાયકપદને વિશેષ ચરિતાર્થ અને શોભાયમાન બનાવ્યું. ત્રણ પચ્ચીશી વટાવીને આગળ વધેલી વૃદ્ધ અવસ્થાને લીધે સતત વિહાર અને કર્તવ્યપરાયણતાને કારણે કાયા અસ્વસ્થ થાય એ સ્વાભાવિક છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આ સંતપુરુષે સં. ૨૦૧૭, (૧) પ.પૂ.આ.શ્રી સૂરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy