SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા બળે એમણે વિજય મેળવ્યો. એમની આ સાધનાએ યાંત્રિક કતલખાનાની યોજનાને સંપૂર્ણપણે બંધ કરવાની સરકારને જાહેરાત કરવી પડી. આમ એમની આગેવાનીમાં જૈન સમાજને એક મોટી સફળતા મળી. આમ મદ્રાસમાં સફળ ચાતુર્માસ પૂર્ણ કરી ચારે દિશાઓમાં શાસનની શાનને ગુંજતી કરી તેઓ શિખરજીની ધરતી પર પાછા ફર્યા અને એ ક્ષેત્રને ધર્મમય, શિક્ષણમય રાખવા તથા સરાક જાતિ (એક વખતના પ્રાચીન જૈન, જેઓ ધર્મથી વિમુખ થતાં જતાં હતાં.)ના ઉદ્ધાર માટે પૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. સને ૧૯૯૬માં એમની પ્રતિભાને અનુરૂપ ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરિ મ.સા.એ એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. માતૃભૂમિ ઉદયપુરમાં પણ માતાનું ઋણ ચૂકવવાના ઉદ્દેશ્યથી અત્યાધુનિક સાધનોથી પરિપૂર્ણ શ્રીમતી માનબાઈ મૂરડિયા હૉસ્પિટલની સ્થાપના કરાવી. હાલ કેન્સર જેવી અસાધ્ય બિમારી છતાં, કેટલાંય ઓપરેશનો પછી પણ એમનામાં કામ કરવાની જે લગન, નિષ્ઠા અને ઉત્સાહ છે તે હકીકતમાં પ્રશંસનીય છે. શારીરિક અસ્વસ્થતા છતાં એમણે જે કામ કર્યું છે અને કરી રહ્યા છે તે એક નવા દૃષ્ટાંત રૂપ છે. તેઓ યુગો સુધી જીવે અને શાસનનાં અદ્ભુત કાર્યો કરતા રહે એવી શુભેચ્છા સહ કોટિશઃ વંદન! સૌજન્ય : શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ શિખરજી હ : શ્રીમતી તારાબેન જૈન પ્રખર વિદ્વાન, વિલક્ષણ બુદ્ધિવાન અને મહા તપસ્વી પૂ. આ.શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય આચાર્યશ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજ મહાપ્રભાવક પુરુષ હતા. તેઓશ્રી પરમ પૂજ્ય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન હતા અને એમની પાટપરંપરાએ ચતુર્થ પટ્ટધર પણ હતા. તેમણે જે શાસનનાં મહાન કાર્યો કર્યાં અને જે સાહિત્યનિર્માણ કર્યું તેનાથી જૈનશાસનની શોભામાં અનેરી વૃદ્ધિ થઈ. તેઓશ્રીનો જન્મ ધૌલપુર (ધવલપુર) નગરમાં થયો હતો. તેમના પિતાશ્રી વ્રજલાલજી અને માતા ચંપાકુંવર–બંને ખૂબ જ ધર્મપરાયણ હતાં અને દિગંબર સંપ્રદાયના અનુયાયી હતાં. તેમનું પોતાનું જન્મનામ રામરત્ન હતું. રામરત્નની ઉંમર સાત વર્ષની થઈ ત્યારે તેમને જૈન પાઠશાળામાં દાખલ કરાવ્યા અને પોતે પણ નવી નવી વાતો શિખવાડતા રહ્યા. માત્ર બે વર્ષમાં જ રામરસ્તે પંચ મંગલ પાઠ, તત્ત્વાર્થસૂત્ર, Jain Education International For Private ४४७ શ્રાવકાચાર આલાપ પદ્ધતિ, દ્રવ્યસંગ્રહ, દેવ-ગુરુ-ધર્મ પરીક્ષા અને નિત્ય સ્મરણ પાઠનો સાથે અભ્યાસ કરી લીધો અને કંઠસ્થ પણ કરી લીધાં. એ સિવાય એમણે ભક્તામર, મંત્રાધિરાજ, કલ્યાણમંદિર આદિ સ્તોત્ર પણ કંઠસ્થ કરી લીધાં. આવા પ્રજ્ઞાવાન પુત્રને પામીને શ્રી વ્રજલાલજી પ્રસન્ન હતા. એક વાર તેઓ સિંહસ્થ મેળો જોવા ઉજ્જૈન ગયા. મેળો જોઈને તેમણે શ્રી મક્ષી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી અને ત્યાંથી આવીને મહિદપુરમાં મુકામ કર્યો. એ વખતે મહિદપુરમાં શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યમંડળ સાથે બિરાજમાન હતા. રામરત્ન આચાર્યશ્રીનાં દર્શનથી પ્રભાવિત થયા અને તેમણે સૂરિજી મહારાજની સાથે રહેવાનો નિશ્ચય કરી લીધો. વિહારમાં પણ એમની સાથે જ રહેવા લાગ્યા. એમના સંસ્કારી હૃદય પર વિહારકમળમાં શ્રીમદ્ના ક્રિયાકાંડનો અને દિનચર્યાનો અદ્ભુત અને અમિટ પ્રભાવ પડ્યો. તેઓ વૈરાગ્યરસમાં રંગાઈ ગયા. એમના હૃદયમાં દીક્ષા લેવાની ભાવના પ્રબળ થઈ ઊઠી અને એક દિવસ એમણે ગુરુમહારાજને પોતાના શિષ્ય રૂપે સ્વીકારવાની પ્રાર્થના કરી. રામરત્નની ઉંમર ત્યારે ચૌદ વર્ષની હતી. એમની ત્યાગભાવના જોઈને ગુરુમહારાજે ખાચરોદ નગરમાં સં. ૧૯૫૪ના અષાઢ વદ બીજે એમને દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી યતીન્દ્રવિજયજી નામે ઘોષિત કર્યા. મુનિશ્રી યતીન્દ્રવિજયજી સુસંસ્કારી અને સુસંસ્કૃત તો હતા જ. એમાં ભાગ્યજોગે પ્રખર વિદ્વાન, સાધ્વાચારના ચુસ્ત પાલક, મહાતપસ્વી, વિલક્ષણ બુદ્ધિવાન ગુરુની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પછી શું કમીના રહે! બસ, પોતે સાધ્વાચારનું પાલન કરવા લાગ્યા અને સ્વાધ્યાયમાં રાત-દિવસ તલ્લીન રહીને પોતાની ઉન્નતિ કરવા લાગ્યા. દસ વર્ષ સુધી પોતે ગુરુ મહારાજની સાથે રહ્યા. આ દસ વર્ષોમાં એમણે ગુરુમહારાજ સાથે મેવાડ, મારવાડ, માળવા, નેમાડ અને ગુજરાત આદિ પ્રદેશોમાં ભ્રમણ કર્યું. શ્રી મક્ષીજી, આબુજી, કોરટાજી વગેરે તીર્થોની અને ગોડવાડ પંચતીર્થીની યાત્રા કરી. ગુરુમહારાજનાં કરકમળ દ્વારા કરવામાં આવેલી મોટી મોટી પ્રતિષ્ઠાઓમાં ભાગ લીધો તથા પ્રતિષ્ઠા કરાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી. અનેક ગામોના અને શહેરોના શ્રીસંઘોમાં પડેલા વિવાદને ગુરુમહારાજના તેજ–પ્રતાપથી શાંત થતા જોયા. ગુરુમહારાજે અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરી, પ્રાચીન તથા પ્રસિદ્ધ જિનાલયોનાં જીર્ણોદ્ધાર કરાવ્યા. ગુરુદેવનાં આ કાર્યોથી એમણે સર્વતોમુખી' અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કર્યાં. તેઓશ્રી જિજ્ઞાસુ, Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy