SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ સૌવીરપાયી પંચશત શિષ્યગણાધિપતિ આચાર્યપ્રવર શ્રીમાન મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ, તાર્કિક-ચક્રવર્તી સમર્થશ્રુતધર ન્યા.ન્યા. પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર તથા પૂજ્યપ્રવર પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રીમાન મોહનસૂરીશ્વરજી મહારાજની અંતિમભૂમિ અને ૧૪૦ મુમુક્ષુ આત્માઓની માતૃભૂમિ બનવાના ગૌરવને વરેલી આ ડભોઈનગરી પૂર્વકાલમાં મન્ત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે સર્જેલ સપ્તતિશત જિનાલય તથા સુકૃતસાગર મહામાન્ય પેથડશાહે રચેલ ક્રિસપ્તતિજિનાલયથી અલંકૃત હતી, તો વર્તમાનકાલમાં સાત સાત જિનાલયો-ચાર ચાર ઉપાશ્રયો-પાઠશાલાદિ વિવિધ સ્થાનોથી વિભૂષિત છે. આવી પુણ્યભૂમિમાં વિ.સં. ૨૦૨૩ના પ્રભુવીર નિર્વાણકલ્યાણકના મહાપવિત્ર દિવાળીપર્વદિને આંતર-બાહ્ય સમૃદ્ધિસંપન્ન પિતાશ્રી મફતલાલ ત્રિકમલાલ કંસારા તથા માતુશ્રી લીલાબહેનના પરિવારમાં જન્મ ધરનાર પૂજ્યશ્રીનું સાંસારિક નામ બાલકુમાર રાજુ હતું. માત્ર સાડા ચાર વર્ષની વયથી કાયમી નવકારશી–ચોવિહાર, શાળાનું અક્ષરજ્ઞાન મળે તે પૂર્વે જ માત્ર મૌખિક પાઠ દ્વારા પંચપ્રતિક્રમણ-નવસ્મરણ કંઠસ્થ, માત્ર પાંચ સામયિકમાં સમગ્ર જીવવિચારપ્રકરણ કંઠસ્થ અને શાળાકીય અભ્યાસ દરમ્યાન નવકારશીથી ઓછું પચ્ચક્ખાણ ન કરવાનો સંકલ્પ અખંડ રાખવા કાજે સતત બે વર્ષ પુરિમઢનું પચ્ચક્ખાણ કરનાર બાલકુમાર રાજુનો સંપર્ક માત્ર છ વર્ષની વયે જૈનશાસનના મહાન જ્યોતિર્ધર શતાધિકજિનાલયાદિ પ્રણેતા યુગદિવાકર પૂજ્યપાદ આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યશ્રીના સાંસારિક મામા પૂજ્યપાદ વ્યા.સા.ન્યા. તીર્થ દર્ભાવતી તીર્થોદ્ધારક આ. ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિશ્રી) સાથે થયો અને જાણે કંચનકલશને કલાત્મક કોરણીનો યોગ થાય તેવો સંયોગ સર્જાયો. રાજુનું જીવનઘડતર એ બન્ને ગુરુદેવોના વરદ્ હસ્તે થવા માંડ્યું. લગભગ ત્રણ વર્ષના એ પ્રાસંગિક પરિચય બાદ વિ.સં. ૨૦૩૩માં પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રી મુંબઈથી શ્રી શત્રુંજયમહાતીર્થના છ'રીપાલક પદયાત્રા મહાસંઘ સાથે ડભોઈ તીર્થે પધાર્યા. અને ત્યાં ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાદીક્ષામહોત્સવ યોજાયો ત્યારે રાજુકુમારની બે બહેનો સહિત પાંચ દીક્ષાર્થીઓના દીક્ષાસમારોહ પછી લગભગ પોણાબે વર્ષ બાદ પાલિતાણા મહાતીર્થની પુણ્યભૂમિમાં વિ.સં. ૨૦૩૫ના માગશર સુદિ પંચમીએ પૂ. યુગદિવાકરના વરદ્ હસ્તે બાલકુમાર Jain Education International For Private ચતુર્વિધ સંઘ રાજુની ભવ્યાતિભવ્ય દીક્ષા શાનદાર મહોત્સવ સહિત થઈ અને તેઓ પૂજ્યપાદ શાસનપ્રભાવક આ.ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. બાલમુનિરાજ શ્રી રાજરત્નવિજયજી મ.રૂપે ઘોષિત થયા. અભ્યાસકાળ દરમ્યાન તેમણે છ હજારથી વધુ સંસ્કૃતપ્રાકૃતશ્લોક, બે જ દિવસમાં પક્ષીસૂત્ર, સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણન્યાસ-છંદ-કોશ-સંસ્કૃત કાવ્યો-કર્મગ્રંથોની સંસ્કૃત ટીકાઓતત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા-જૈન ભૂગોળ-ખગોળ વગેરેનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો. ગુરુદેવ પાસે જ કરેલ આ તમામ અધ્યયન શિષ્યોને તેમજ જિજ્ઞાસુ સાધુ-સાધ્વીજીને સ્વયં કરાવવાનો ઉપક્રમ તેઓશ્રીએ વર્ષોથી સરસ જાળવ્યો છે. વિ.સં. ૨૦૪૭થી તેઓ સર્જનના ક્ષેત્રે પ્રવેશ્યા અને અદ્યાવધિ (વિ.સં. ૨૦૬૧ સુધી) તેઓએ ૪૨ ગ્રન્થોનું સર્જન કર્યું છે. વિખ્યાત દૈનિક ‘ગુજરાત સમાચાર’ અખબારમાં છેલ્લાં ૧૩ વર્ષોથી પ્રતિ ગુરુવારે અદ્ભુત વિશેષતા સાથે ‘અમૃતની અંજલિ' વિભાગ તેઓ આલેખે છે જેનાથી લાખો જૈન-જૈનેતર વાચકો તેમની કલમના અનન્ય ચાહક બન્યા છે. આ ઉપરાંત આ જ અખબારમાં તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી પ્રતિવર્ષ નવી નવી પર્યુષણા લેખમાળા પણ આલેખે છે. મુનિપદે હતા ત્યારથી આરંભાયેલી તેમની આ બંને પ્રકારની અખબારી લેખમાળાઓ આજે આચાર્યપદારૂઢ થવા પછી ય અખંડ જારી છે. કોઈ જૈન મુનિની લેખમાળાઓ આટલા દીર્ધકાળપર્યંત અખબારોમાં પ્રકાશિત થતી હોય તેવી જૈન સંઘમાં પ્રાયઃ આ પ્રથમ ઘટના છે. આ ઉપરાંત શાંતિસૌરભ-કલ્યાણ-ધર્મધારા-શ્રુતઘોષણા વગેરે જૈન સામયિકોમાં પણ તેમના લેખો નિયમિત પ્રગટ થતા રહે છે. તેમનાં પુસ્તકોમાં ૩૦૦-૩૦૦ પેજની સળંગ મહાકથાઓ, લઘુકથાઓ, નિબંધો, ચિંતનો, વિવેચનો, પૂર્વાચાર્યરચિત સંસ્કૃત સ્તોત્રોના રસાળ પદ્ય ભાવાનુવાદો, સ્તવનચોવીશી, સંસ્કૃતભાષામય ‘કથા કલ્પવલ્લિઃ' પ્રતઃ વગેરે અદ્ભુત વૈવિધ્ય નિહાળવા મળે છે. આ તમામમાં સર્વોપરિ ગ્રન્થ જો કોઈ હોય તો તે છે ‘યુગદિવાકર' મહાગ્રન્થ. પૂજ્ય યુગદિવાકરશ્રીના જીવનવર્ષના અંકને અનુરૂપ ૭૮ પ્રકરણો દ્વારા પૂ. યુગદિવાકરશ્રીના સમગ્ર જીવન-કવનને સર્વ પ્રથમવાર આવરી લેતા આ ૭૦૦ પેજના વિરાટકાય અને સંપૂર્ણ ફોરકલર મુદ્રણ ધરાવતા ‘યુગદિવાકર’મહાગ્રન્થને તેઓએ પોતાના ગુરુદેવના પૂર્ણ માર્ગદર્શન મુજબ એકલે હાથે સર્વાંગસુંદર તૈયાર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy