SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ 436 ચતુર્વિધ સંઘ * ઉપાધ્યાય પદ : વિ.સં. 2059, મહા સુદ-૧૨, તા. 14-2-2003, મૈસૂર (કર્ણાટક). + આચાર્ય પદ : વિ.સં. 2059, જેઠ સુદિ–૧, તા. 1-6-03, રવિવાર, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી (કણોટક). | શ્રી લબ્ધિ વિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શાસનપ્રભાવક, કવિરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્પયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ રાધનપુર ગામમાં થયો. કવિ કુલકિરીટ પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. એ રાધનપુરને ‘આરાધનાપુર’ કહીને રાધનપુરમાં ઊછળી રહેલી ધર્મભાવનાની સાક્ષી આપી. અહીં 25-25 જિનમંદિરોની રોનક આજે પણ આકર્ષી રહી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત કરવામાં આવી. ‘પાઈએ વિજાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા'–પ્રાકૃતસચિત્ર બાળપોથી ભાગ 1 થી ૪'નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે નવ વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ કરી જીવન મંગલ કર્યું છે.' ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે. તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના. - પૂજ્યશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાય-મગ્નતા વિશેષ જોવા મળે છે. આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, “પાઈયવિજાણગાહા', “પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કહ્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ સિટિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના. શ્રી લબ્ધિ વિક્રમ સ્થૂલભદ્ર પટ્ટોલંકાર વર્ધમાનતપોનિધિ પૂ. આ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. એ * જન્મ વિ.સં. 1992, શ્રાવણ વદિ-૧૦, તા. 12-8-36 રાધનપુર (ગુજરાત). * દીક્ષા : વિ.સં. 2025, માગશર સુદ-૪, તા. 2211-68 વાપી (ગુજરાત). * વડી દીક્ષા : વિ.સં. 2025, જેઠ વદ-૧૧, બેંગલોર ચિપેટ (કર્ણાટક). માતા કાંતાબહેન, પિતા મનસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણના સંસ્કારોનું સિંચન કર્યું. પરિણામે 19 વર્ષની ઉંમરે મહાન ઉપધાન તપની આરાધના કરી. અઠ્ઠાઈ, વર્ધમાન તપની ઓળીમાં આગળ વધતાં વધતાં આજ સુધીમાં 99 ઓળી પૂર્ણ કરી છે. વિ.સં. ૨૦૨૫માં તેઓ બૃહતુ તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ. આચાર્ય ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવ્યા. પૂજ્યશ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોથી આકર્ષિત થયા. સંસારની અસારતાનાં દર્શન કરી વૈરાગ્યભાવમાં આગળ વધતા ગયા. અંતમાં વિ.સં. ૨૦૨૪માં પૂજ્યશ્રીના ચાતુર્માસ વાપીમાં થયા. ત્યાં ગુરુમહારાજ સાથે રહીને ચાતુર્માસની આરાધના કરી અને ત્યાંના રહેવાસી અશોકકુમાર (હાલ અમિતયશ સૂરીશ્વરજી મ.સા.)ની સાથે દીક્ષા લીધી. આચાર્યશ્રી 34 વર્ષો સુધી ગુરુમહારાજના સાંનિધ્યમાં રહીને ગુર્વાજ્ઞાનું પાલન કરતાં કરતાં સુદઢ મનથી જ્ઞાન, ધ્યાન અને તપાદિ ધર્માનુષ્ઠાનોમાં આગળ વધતાં શાસનપ્રભાવના અને ધર્મની જ્યોત ફેલાવી રહ્યા છે. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ, પ્રવચનશાલીનતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પ્રભુસ્તવન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy