SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ જ્યારે આચાર્યપદ સુરત–ગોપીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬–ના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પોતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે જૈનસંઘને પોતાની આગવી શક્તિનો પરિચય આપી રહ્યા છે. તેઓશ્રીના શિષ્યપરિવારમાં મુનિ શ્રી શ્રેયાંસપ્રભવિજયજી, મુનિ શ્રી પુણ્યપ્રભવિજયજી, બાલમુનિ શ્રી હિતરક્ષિતવિજયજી, મુનિ શ્રી ધર્મરક્ષિતવિજયજી તથા પ્રશિષ્ય પરિવારમાં મુનિ શ્રી ધર્મદર્શનવિજયજી, મુનિ શ્રી યોગદર્શનવિજયજી, મુનિ શ્રી સમ્યગ્દર્શનવિજયજી, મુનિ શ્રી પુણ્યરક્ષિતવિજયજી, મુનિ શ્રી કૈવલ્યદર્શનવિજયજી આદિ શ્રમણો અનેક રીતે તૈયાર થઈ રહ્યા છે. એવા સમર્થ સૂરિવરને શતશઃ વંદના! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ મંદિર-તીર્થ શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક; પૂ. આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સાધુજીવનની સમાચારીના પાલનમાં સદાય સજાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજયજી મહારાજનું ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂર્તિ છે! મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જ્ઞાનસારસૂત્રની “સમશીલં મનો યસ્ય સ મધ્યસ્થો મહામુનિઃ” પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત પ્રસન્ગે રે પૂજનફળ કહ્યું” એ પંક્તિમાં આનંદઘનજી મહારાજાએ વીંધેલી-ચીંધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ એટલે પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ. તેઓશ્રીનો જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને શુક્રવાર, તા. ૧-૩-૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા જયંતીલાલે અને માતા કંચનબહેને બાળકનો ઉછેર પણ પૂરતા વાત્સલ્યભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા Jain Education International For Private ચતુર્વિધ સંઘ બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ જશવંતભાઈ. બાળપણથી જ જશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ-જપની આરાધના અને જ્ઞાનધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી આચાર્યભગવંત શ્રી કારસૂરિજી મહારાજની કૃપાદૃષ્ટિએ જશવંતભાઈની ધર્મજ્યોત પ્રજ્વલિત કરી અને સં. ૨૦૧૩–ના મહા સુદ ૧૦ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. શ્રી કારસૂરિજી મહારાજના વિનેય શિષ્ય મુનિ યશોવિજયજી નામે જાહેર થયા. આગળ જતાં, પૂ.આ. શ્રી કારસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૨માં જૂના ડીસા મુકામે પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ અનેકવિધ શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. પૂજ્યશ્રીનો અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનોની ત્રિવેણીમાં સ્નાન કરતાં હોઈએ એવો અનુભવ કરાવી જાય છે. આ. ભ. ૐકારસૂરિ મ.સા.ની ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત વહી રહેલી ગુરુકૃપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ એમનો પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન-સંકલન-લેખન આદિ ચાલતાં જ હોય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન નયનરમ્ય હોય છે. આ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.નાં વાચનાનાં કેટલાંક પુસ્તકોનાં નામ ઃ— ‘દરિસણ નરસિએ’, ‘ઋષભ જિનેશ્વર પ્રીતમમાહરો', ‘અસ્તિત્વનું પરોઢ’, ‘અનુભૂતિનું આકાશ’, ‘સોહિભાવ નિગ્રંથ’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’, પ્રભુનો પ્યારો સ્પર્શ, આપ હિ આપ બુઝાય’. પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહાગંજ સુંદર સંયમસાધના કરી રહ્યા છે. તથા લઘુબંધુ વિદ્વર્ય આ. વિજય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે. માતુશ્રી સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે તથા લઘુબંધુ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy