SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દીક્ષાપર્યાયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘયાત્રા આદિ અનેક પ્રભાવક કાર્યો કર્યાં હતાં. પૂજ્યશ્રીની તા૨ક નિશ્રામાં સં. ૨૦૪૪માં ઇસ્લામપુરથી કુંભોજ તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો, સાંગલીમાં ભવ્ય ઉપધાન તપનું અનુષ્ઠાન થયું, સાંગલીમાં શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદનો ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. પૂજ્યશ્રી સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૧૪ના દિવસે કોલ્હાપુરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તપ-તપ દ્વારા વિશિષ્ટ આત્માનુભૂતિની ચમત્કૃતિના સાધક સૂરિવરને કોટિ કોટિ વંદન! પૂજ્ય મુનિશ્રી ચારિત્રદર્શનવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મચક્રપ્રભાવ પરિવાર-પેટલાદના સૌજન્યથી જૈનતત્ત્વજ્ઞાનના સંપાદક, શિબિરવાચના અને સાત્ત્વિક સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂજ્ય આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગર. પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબહેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણિકલાલનો જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયો. પિતાશ્રીનો વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો, પણ રમણિકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છોડ્યું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણિકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. આમ તો આ પરિવાર સ્થાનકવાસી હતો, પરંતુ મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયો હતો. માતા સમાન મામીએ પાડેલા સંસ્કારો બાળક રમણિકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાનો સાંભળવાં–લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં તથા કોટની હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુપૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકો દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિનાં એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ–ભૂલેશ્વર લાલબાગ ઉપાશ્રયે Jain Education International For Private ૪૧૧ આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતોની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મોજશોખની ભયંકરતા સમજાઈ. જીવોના ભેદ, નવતત્ત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશિવરિત, સર્વવિરતિ, સમ્યકૃત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગોની સમજ મળી. સં. ૨૦૦૬માં પાલિતાણા-આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણિકલાલ પણ જોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ ના દિવસે પાંચ મુનિઓની વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. રમણિકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં લાગી ગયા. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્રસ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, ઓનિર્યુક્તિ વગેરે શીખવતા. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજે તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રનાં યોગોદ્દહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદી-૬ને દિવસે ગણિ પદ અને સં. ૨૦૩૮ના મહાસુદ-૧૦ને દિવસે નડિયાદમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા તથા ગણિવરશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજને કોલ્હાપુરમાં ૨૦૪૩ના વૈશાખ સુદ-૬ને દિવસે આચાર્ય પદે આરુઢ કરવામાં આવ્યા. ૫૦ વર્ષનો દીક્ષાપર્યાય. આ સુદીર્ધ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કોટિશઃ વંદના! સૌજન્ય : સં. ૨૦૫૯ના યશસ્વી ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી મંડપેશ્વર બોરીવલી જૈન શ્વે.મૂ. તપ-સંઘ, વેસ્ટ, મુંબઈ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy