SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કથાઓ પ્રસિદ્ધ થઈ છે, આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં લાખો પ્રતો પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરોમાં સ્તવન-સઝાયો ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં સ્તવનો ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્તો અને શ્રાવકો આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન આરાધકો બની રહે છે. પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ, ૧૬-૧૧ ઉપવાસ, વિશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયભદ્રકર- સૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. વિદ્વાન આ. વારિષેણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ ૐમાં પંચપરમેષ્ઠીની સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ-૩, ૧૯-૨૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને! પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેનવિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐકાર જૈન તીર્થ–ભદ્રંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવી મંદિર, વિશાળ ૨-ઉપાશ્રય, પ્રવચનહોલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ ૐ ની સ્થાપનાતેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પહાળા હિલ સ્ટેશને મહાવીરલબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની ૩૮૫ અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના..... સૌજન્ય : પૂ. ગણિત્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શાહપુરી કોલ્હાપુર (મહારાષ્ટ્ર) શબ્દાદિ શાસ્ત્રતણા વિષયમાં જેની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિચરણકમલે મધુકર સમાજે ગુંજતા, લધુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ-પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેલા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે અને પોતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિધાનિષ્ઠ રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પોતાની સાધનામાં જ તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાનોપાસના અને જીવનસ્પર્શી તપસ્વિતાનો આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દોરી જાય છે, એટલું જ નહીં, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજો અને સાધ્વીમહારાજોની ઉલ્લાસપૂર્વક ભક્તિ-સેવા કરીને જીવનને કતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy