SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિનો ગહન અભ્યાસ કરી લીધો. ત્યાર પછી યોગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયા અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશના એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનોહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમોનો ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજે સ્વહસ્તે સં. ૧૯૬૯માં કારતક વદ ૯ ને દિવસે છાણી ગામે ગણિ–પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. ધૈર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સદ્ગુણોથી શોભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશોમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. મેઘવિજયજી ગણિવર્યને આચાર્ય પદવી અર્પવા વિનંતી કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિનો સ્વીકાર કર્યો અને સં. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ, મહોત્સવસમિતિ, અમદાવાદ-દોશીવાડાની પોળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરોપણ કર્યું. પૂ. આચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસન સેવા બજાવી રહ્યા હતા, પરંતુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સં. ૧૯૯૯ના આસો સુદ ૧ને દિવસે, શ્રી સંઘ સમક્ષ, વિશાળ શિષ્યપ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનરૂઢ થતાં થતાં, ૬૭ વર્ષની વયે પરલોકવાસી થયા. શાસનના આ મહાન અને માનવંતા સૂરિવરને અનંતાનંત વંદન હો! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણમંદિર તીર્થ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ', ૫૮ શાસ્ત્રગ્રંથોના સર્જ સંપાદક, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, કવિકુલિકરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા. મહાન ધર્મધુરંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે! તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થની નજીક આવેલા બાલશાસન નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા પીતાંબરદાસ અને માતા મોતીબહેનને ત્યાં સં. ૧૯૪૦ના Jain Education International तस्मै श्री गुरवे नमः ચતુર્વિધ સંઘ For Private & Personal Use Only ભય લાગત (૧) પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. (૪) ૫.પૂ.આ.શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે તેઓ અવતર્યા. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીઓના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવોએ પ્રબોધેલો માર્ગ જ સંસારની માયામાંથી મુક્તિ અપાવવામાં સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિસૂરીશ્ર્વરજી નામે ઘોષિત થયા. તેઓશ્રીના ગહન જ્ઞાનનો પરિચય Áમણે સંપાદિત કરેલા ‘દ્વાદશાર નયચક્ર' ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતું અને એ વખતે પૂ. સૂરીશ્વરજીએ ગિર્વાણગીરાસંસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy