SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ × ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં ‘કમ્મપયડી' આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે શ્રી સિદ્ધાચક્ર ગણધર મંદિર'ની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને ‘શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર' તૈયાર થયાં. સં. ૧૯૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, દદિક્પાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં ‘શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર' બાંધવાનું થયું. ‘શ્રી આગમોદ્ધારક સંસ્થા'ની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલાસ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં આગમોદ્ધારકશ્રીની સાહિત્યસેવા'નો પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી Jain Education International For Private ચતુર્વિધ સંઘ પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હૃદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્નો કર્યા. કોલકોત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને! સૌજન્યહૃદય શ્રી ગુણવંતભાઈ તથા શ્રી બટુકભાઈ માટુંગા-મુંબઈ તરફથી સાહિત્યવિશારદ અને વિદ્યાભૂષણ આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મ. મનોહર માલવદેશ! ભારતવર્ષનો આ મધ્યભાગ એટલે એને મધ્યપ્રદેશ કહેવામાં આવે છે. આ માલવભૂમિનું પ્રાચીન જગવિખ્યાત નગર છે ભોપાલ. લોકજીભે એ ‘તાલ–ભોપાલ’– ના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ભાગ્યશાળી ભગવાનદાસ વસતા હતા. એમને સરસ્વતી નામે અર્ધાંગિની હતી. સં. ૧૯૪૪નું વર્ષ ચાલી રહ્યું હતું. સરસ્વતીની કૂખને સૌભાગ્યમાન કરવાવાળા નરરત્નના ગર્ભાધાનનાં ચિહ્ન દેખાવાં માંડ્યાં! વૈશાખી તૃતીયાનો દિવસ આવ્યો. અક્ષયતૃતીયાના એ પવિત્ર દિવસે સરસ્વતીની કૂખે સર્વલક્ષણસંપન્ન એક બાળકનો જન્મ થયો. આ લાડીલા લાલનું નામ ‘દેવીચંદ' રાખવામાં આવ્યું. જેવી રીતે અક્ષય તૃતીયાનો ચંદ્ર પ્રકાશમાન થતો થતો સોળે કળાએ પ્રકાશમાન થાય છે, તેવી જ રીતે, દેવીચંદ પણ દિન-પ્રતિદિન વધતા ચાલ્યા. સરસ્વતીના સંસ્કારોની છાપ અમીટ હતી. ભગવાનની ધર્મપ્રવૃત્તિઓનો સુંદર સહવાસ હતો. પરિણામસ્વરૂપ, ભાગ્યશાળી દેવીચંદની દીપ્તિ પ્રકાશમાન બનતી ચાલી. ભાગ્ય જ તેની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યું હતું અને એ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy