SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. સં. ૧૯૭૫–માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા, પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના દેઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારંણ કર્યું, પરંતુ માતા મિણબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા. મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાંપરિચિતો સમક્ષ મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ Jain Education International ચતુર્વિધ સંઘ કલાકની વાચનાનો અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડ ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિપ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન-સાગરનું પેટાળ આમ તો ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ છે. સંયમપ્રિયતા તો એવી કે વિજાતીયના પરિચયથી સાવ અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહીં. જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હોય એમના પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક જ અરુચિ રહેતી. સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રુચિ એ પૂજ્યશ્રીનો વિશિષ્ટ ગુણ હતો. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી ચાતુર્માસ પછી તો તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ જતા અને રાત્રે સાડાબાર-એક વાગે જાગીને સવાર સુધી સ્વાધ્યાયમાં ખોવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું કેટલુંય શ્રુત આ રીતે પૂજ્યશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું કરી લીધું હતું. સ્વ-પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે હળી-મળી જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તો સુપ્રસિદ્ધ છે. આ સર્વ ગુણોના યોગથી જીવનમાં જે શાંતિ-શુદ્ધિ અનુભવી શકાય એનો ભરપેટ આસ્વાદ માણીને પૂ. આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે શાસનને એક મહાવક્તા, સમર્થ સ્વાધ્યાયવીર અને સદ્ગુણભંડાર સાધુવર્ય ગુમાવ્યાનો શોક વ્યાપી વળ્યો. લાખ લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને! For Private & Personal Use Only (પૂ. આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મહારાજના લેખને આધારે) પ. પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી હિતેશભાઈ માણેકલાલ શાહ, બોરસદના સોજન્યથી www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy