SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૫૧ अमरवे नमः પ્રભાવે ટૂંકા ગાળામાં જ દીક્ષાનું મુહૂર્ત લેવાનો અવસર આવ્યો. એ દિવસે જ મુહૂર્તપ્રદાતા પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરતાં ઘેર પધાર્યા. અત્યાર સુધી હૃદયમાં જ ધરબાઈ રહેલી સંયમની ભાવના પૂજ્યશ્રી આગળ પ્રગટ કરી કે “મારા બે દીકરા તો સંસારમાં પડી ગયા છે પણ નાનો દીકરો દીક્ષા લેવા તૈયાર થાય તો મારી વર્ષોની ભાવના પૂરી થાય.” પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા. સાચા ભાવે દેવ-ગુરુ પાસે કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી અને એમની ભાવના પણ સફળ થઈ અને દીકરીના દીક્ષા મુહૂર્ત જ એમની પણ દીકરા સાથે દીક્ષા નક્કી થઈ અને સં. ૨૦૪૪ના જેઠ સુદ ૨ના દિવસે જીવનના લક્ષ્યભૂત-માનવ જીવનને સાર્થક કરનાર એવી પ્રવજ્યાને ગ્રહણ કરી અને તેઓશ્રીના જ સંસારી પક્ષે ભાણેજ પૂ. પં. શ્રી જિનચન્દ્રવિજયજી ગણિવરનાં ચરણે સમર્પિત થયા. “ગુરુ-આજ્ઞા' એ જ એમનો જીવન-પ્રાણ બની ગયો. વિનય-સમર્પિતતા અને ગુરુ વૈયાવચ્ચે દ્વારા અપૂર્વ સંયમની સાધના કરી રહ્યા છે. ગુરુને કૃપાપાત્ર બન્યા, જેના પ્રભાવે એમને વિ. સં. ૨૦૫૩ના અષાઢ સુદ ૨ના દિવસે શ્રી સિદ્ધગિરિ ક્ષેત્રમાં શુભમુહૂર્તે તેઓ ગણિ પદથી વિભૂષિત થયા અને વિ. સં. ૨૦૫૫ના વૈશાખ સુદ ૭ના દિવસે ભાભરતીર્થમાં શુભમુહૂર્તે તેઓ પંન્યાસપદથી વિભૂષિત કરાયા. ત્યારબાદ વિ. સં. ૨૦૫૯ના મહાસુદ ૬ના દિવસે ભાભરતીર્થે શુભમુહૂર્તે તેઓશ્રીને જિનશાસનના ગૌરવવંતા તૃતીયા પદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીએ આજે સદા મુક્તિનું સ્મરણ કરી રૂંવાડે રૂંવાડે મોક્ષને વણી લીધો છે. એ રીતે આજુબાજુ રહેલાં સર્વને પણ હંમેશાં મોક્ષ યાદ કરાવી મોક્ષલક્ષી બનાવવાનું કાર્ય કરી મહાન ઉપકારો કરી રહ્યા છે અને કરતાં રહે એ જ એક અભ્યર્થના. સૌજન્ય : શ્રીમતી નયનાબેન અજીતકુમાર મોરખિયા લાખણીવાળા), ડીસા (૧) પૂ.આ. શ્રી સંયમરતિસૂરિજી મ.સા. (૨) પૂ.આ. શ્રી યોગતિલકસૂરિજી મ.સા. | (સંસારી પક્ષે પુત્ર) (૩) પૂ મુનિશ્રી આર્યતિલકવિજયજી મ.સા. (સંસારી પક્ષે પૌત્ર) તબિયતને કારણે સંયમ સ્વીકારી શકે તેમ ન હતાં તેથી ઘરમાં કોઈને કોઈ દીક્ષા ગ્રહણ કરે તે માટે ૩ દીકરા અને ૧ દીકરી માટે બધા પ્રયાસ કર્યા. આમ આખો પરિવાર સોહનભાઈની ભાવનાથી અને રંગીલાબહેનના પ્રયત્નથી ધર્મમાર્ગે જોડાયો. નાની ઉંમરમાં જ ૨૫,૦૦૦/- રૂ.નું પરિગ્રહ પરિમાણ લીધું હતું અને પૈસા વધવા લાગ્યા તો ઘર ખર્ચ જેટલી આવક ઊભી કરી કમાવાનું બંધ કર્યું અને ધર્મના કાર્યમાં જ રચ્યા પચ્યા-રહેવા લાગ્યા. આવું સુંદર જીવન જીવવાની સાથે પરિવારને ધર્મ સંસ્કાર આપવાની તીવ્રભાવના અને ધર્મપત્નીના સતત પ્રયત્નના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy