SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આચાર્યશ્રી શાંતિવિમલસૂરીશ્વરજી નામે પ્રસિદ્ધિ પામ્યા. પૂ. આચાર્યશ્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કર્યો છે. અનેક તીર્થોની યાત્રાઓ, અનેક પ્રતિષ્ઠાઓ, સંઘયાત્રાઓ, તપ-ઉત્સવો આદિ શાસનહિતકારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના ઉપદેશથી પ્રતિબદ્ધ થઈને અનેક પુણ્યાત્માઓ એમનાં ચરણે દીક્ષિત થયા છે, જેમાં શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી હરિભદ્રવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી તથા શ્રી પ્રદ્યુમ્નવિમલજીના શિષ્ય શ્રી વિજયવિમલજીનો સમાવેશ થાય છે. તેઓ બંને આચાર્યશ્રીના વડીલ બંધુ શ્રી ઉમાશંકરજીના સુપુત્રો છે. મુનિશ્રી હરિભદ્રવિમલજી તથા શ્રી ગૌતમવિમલજીનો સ્વર્ગવાસ આચાર્યશ્રીની વિદ્યમાનતામાં જ થયો હતો. પૂજ્ય આચાર્યશ્રી જે વિચારતા તે જ કહેતા અને જે કહેતા તે જ કરતા. એમના અંતરંગ અને બાહ્યજીવનમાં કોઈ વિરોધાભાસ જોવા ન મળતો. મન-વચન-કાયાને એકરૂપ રાખવા એ જ જીવનની સાચી સિદ્ધિ છે. આ સિદ્ધિ તેઓશ્રીમાં જોવા મળતી. તેઓશ્રી અનેક માંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે વિષયના અહંકારથી હંમેશાં દૂર રહેતા. સાથોસાથ અંગત હિત માટે ક્યારેય પણ તે સિદ્ધિઓનો ઉપયોગ કરતા નહીં. પૂજ્યશ્રીની માંત્રિક વ્યક્તિ તરીકે ઘણી ખ્યાતિ હોવાથી એમની પાસે અવારનવાર અનેક લોકો પોતાના પ્રશ્નો લઈને આવતા, પરંતુ તેઓશ્રી દરેકને વાત્સલ્યભાવથી “પૂર્વકૃત અશુભ કર્મોના ઉદયથી જ જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવે છે.’ એવું સમજાવતા અને છેલ્લે તેના નિવારણ માટે નમસ્કાર મહામંત્ર ગણવાનું સૂચન કરતા. તેઓ કહેતા કે શ્રી નમસ્કાર મહામંત્ર જો શ્રદ્ધાપૂર્વક ગણવામાં આવે અને મનને પવિત્રતાના પંથે દોરવામાં આવે તો જીવનમાં વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને વ્યક્તિ આધિ--વ્યાધિ ઉપાધિના ત્રિવિધ સંતાપોથી મુક્ત થઈ શકે છે. જરૂર માત્ર સાચી શ્રદ્ધાની છે. તેઓશ્રીએ આત્મકલ્યાણને જ સર્વદા અગ્રતાક્રમ આપ્યો છે. આત્મકલ્યાણને સાધ્યા વગર કહેવાતી પરકલ્યાણની વાતોમાં ખરી રીતે કંઈ તથ્ય હોતું જ નથી. શુભની શરૂઆત હંમેશાં પોતાથી જ થાય. ઉપદેશનો ક્રમ પછીથી આવે. પૂજ્યશ્રી હંમેશાં પોતે આચરણમાં મૂકતા. પછી જ બીજાને ઉપદેશ આપવાનું વિચારતા. આવી વ્યક્તિ આત્માની મહાનતાને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવા મહામના મહાત્માનાં ચરણોમાં શતશઃ વંદનાવલિ....!!! સૌજન્ય : આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિ મિત્રમંડળ, સિહોર Jain Education International ૩૪૩ નો: નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે । પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજશ્રી (આલેખન પૂ. વૈરાગ્ય દેશનાદક્ષ આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.) શાસન દિવાકર પૂ. આચાર્ય ભુવનભાનુસૂરિ મ.ની સાથે જ દીક્ષિત થયેલા તેમના જ સંસારી લઘુબંધુ અને પ્રથમ શિષ્ય પદ્મવિજયજી થયા. બહુ જ થોડાં વર્ષ તેમણે આ પૃથ્વીતલને પોતાની સંયમપૂત કાયાથી પવિત્ર કરી, પણ એ થોડાં વર્ષોની સાધનાએ પણ ઇતિહાસ સર્જ્યો. અમદાવાદ રાજનગરમાં કાળુશીની પોળના વતની તેમણે સંવત ૧૯૯૧ના પોષ વદ ૧૨ને દિવસે પોતાના વડીલબંધુ સાથે ચાણસ્મામાં ચરિત્ર સ્વીકાર્યું. તે કાળે ચરિત્રમાં કુટુંબની સંમતિ મળવી મુશ્કેલ હતી. એવા તે કાળમાં બંને ભાઈઓએ અમદાવાદથી નીકળી ચાણસ્મા પહોંચી ઉપાધ્યાય પ્રેમવિજયજી પાસે દીક્ષા લીધી અને મુનિ શ્રી ભાનુવિજયજી તથા મુનિ શ્રી પદ્મવિજયજી બન્યા. સંયમ પ્રાપ્ત કર્યા પછી તેમણે સૌથી મુખ્ય લક્ષ્ય બનાવ્યું ગુરુવિનયનું. તેઓ બંને ગુરુઓનો અદ્ભુત વિનય કરતા. સમર્પિતભાવે પદ્મવિજયજી સાધનામાં આગળ વધ્યા. એમના રૂંવાડે રૂંવાડે ગુરુતત્ત્વ પ્રતિષ્ઠિત થઈ ગયું. ગુરુની સેવામાં તે સતત જાગૃત રહેતા. સોળ વર્ષના ચારિત્રપર્યાયમાં અને આડત્રીશ વર્ષની નાની ઉંમરે તેઓ કેન્સર જેવા અસાધ્ય રોગના ભોગ બન્યા. તે પૂર્વે તો તેમણે વિશાળ જ્ઞાન માત્ર સંપાદન કર્યું જ નહીં, અનેક મુનિઓને તેમણે જ્ઞાનદાન પણ કર્યું. ભણાવવાની પદ્ધતિ પણ સુંદર, વળી જ્ઞાનની સાથે સુંદર ચારિત્ર્યનું પણ નિર્માણ સાધુઓના જીવનમાં થાય, જીવનનું સુંદર ઘડતર થાય તેનું ધ્યાન રાખતા. તાર્કિક શિરોમણી પૂ. ભાનુવિજયજી મ. વૈરાગ્યવાણી દ્વારા અનેક યુવાનોને તરબોળ કરતા. આ. પ્રેમસૂરિ મ. તે યુવાનોને વાત્સલ્યમય પ્રેરણા દ્વારા ચારિત્ર માટે તૈયાર કરી દીક્ષા આપતા, પણ દીક્ષા આપ્યા પછી એ યુવાન મુનિઓના જીવન– ઘડતરનું કામ મુનિ શ્રી પદ્મવિજયજીને સોંપાતું. આમ વિશાળસંખ્ય મુનિસમુદાયનું શાસન માટે નિર્માણ થતું. પૂ. મુ. પદ્મવિજયજીને પણ આ કાર્યમાં અત્યંત સફળતા મળતી. તેમને અત્યંત આદરથી પોતાના ગુરુઓની આજ્ઞાને વહન કરતાં સંખ્યાબંધ મુનિઓનાં ઘડતર કર્યાં છે. સ્વયં પોતાનું જીવન વૈરાગ્ય, નિઃસ્પૃહતા, વિનય, પ્રભુભક્તિ, ગુરુભક્તિ, તપ, ત્યાગ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy