SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સંગઠનપ્રેમી, સૌજન્યશીલ, શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સુરેન્દ્રનગર જિલ્લાનું આદરિયાણા ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ. પિતા તલકશીભાઈના કુળદીપક અને માતા મરઘાબહેનના લાડકવાયા સૌથી નાના પુત્ર નટવરલાલનો જન્મ સં. ૧૯૯૮ના માગસર વદ બીજને શનિવારે થયો હતો. પાંચ વર્ષની ઉંમરે વત્સલ પિતા ગુમાવ્યા, પરંતુ ધર્મપ્રેમી પરિવારમાં બાળક નટવરલાલનો ઉછેર થતો રહ્યો. તેમને સંસ્કારમૂર્તિ માસી ભૂરીબહેન (વઢવાણ) તરફથી પણ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થયા. અને આગળ જતાં, માત્ર બાર વર્ષની લઘુ વયે જ એ ગાઢ સંસ્કારો વૈરાગ્યભાવનામાં પરિણમ્યા. ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લેવા લાગ્યા. ધર્મગુરુઓ પાસે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. ભૌતિક સુખોમાંથી મન વિમુખ બનવા લાગ્યું. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઝંખના જાગી. જેમના કુટુંબમાંથી ૧૯ પુણ્યાત્માઓએ પ્રભુના પુનીત પંથે પ્રયાણ કર્યું છે એવા આ નટવરલાલે પણ એ જ સંયમજીવનના માર્ગે જવાનો નિર્ણય કર્યો. ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રવ્રજ્યાપંથે પ્રયાણ કરવા ઉત્સુક શ્રી નટવરલાલ ભટેવા પાર્શ્વનાથ ભગવાનના ચમત્કારિક તીર્થથી શોભતા ચાણસ્માનગરમાં સુવિશુદ્ધ સંયમધારી શાસનરત્ન ગણિવર્ય શ્રી દર્શનસાગરજી મહારાજ (સાંસારિક પક્ષે કાકા અને પછી પૂ. આચાર્યશ્રી)નાં પુનિત ચરણે પહોંચી ગયા. પૂ. સૌજન્યમૂર્તિ ગુરુદેવશ્રીનાં દર્શન અને વાણીથી તેમનો મનમયૂર નાચી ઊઠ્યો. પૂ. ગુરુદેવશ્રીને વંદન કરી પોતાની ભાવના જણાવી. પૂ. ગુરુદેવશ્રી વત્સલભાવે બોલ્યા કે, “સંયમ વિના મુક્તિ નથી. સમયે મા પમાવળ' પૂ. ગુરુદેવશ્રીનાં વચનોથી નટવરલાલ ત્યાગવૈરાગ્ય માટે તત્પર બની ગયા અને સં. ૨૦૧૨ના વૈશાખ વદ બીજના દિવસે ગુરુચરણે સંયમજીવનનો સ્વીકાર કરી નટવરલાલ મુનિશ્રી નિત્યોદયસાગરજી મહારાજ બન્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી પૂજ્યશ્રીનો જીવનવિકાસ સંયમસાધનાના માર્ગે પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદર રીતે થવા લાગ્યો. સંસ્કૃત અને પ્રાકૃત પર પ્રભુત્વ મેળવી કર્મ, ન્યાય, કાવ્ય, વ્યાકરણ આદિ વિષયોનુ ગહન અધ્યયન કર્યું. તે સાથે પ્રકરણ, આગમ, કર્મશાસ્ત્ર આદિનો અભ્યાસ કર્યો. જે તે વિષયના વિદ્વાનો પાસે રહીને વિવિધ ધર્મશાસ્ત્રોનું ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીનું આવું વિશાળ અને ગહન જ્ઞાન જોઈને પૂ. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ગુરુદેવશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. પછી પૂજ્યશ્રીની એક જ ભાવના દૃઢ થતી ગઈ ઃ “સિવ જીવ કરું શાસનરસી.” સર્વ જીવો સંસારસમુદ્રને પાર કરી પરમાત્માના પંથે પ્રયાણ કરે એ જ ભાવના સેવી રહ્યા. જિનેશ્વર પરમાત્માના શાસનનો પ્રચાર કરતાં તેઓશ્રી બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા. ગામડેગામડે અને શહેરેશહેરે ધર્મસંસ્કારોનું સિંચન કરતા રહ્યા. આજે દેશના ખૂણે ખૂણે સર્વ જૈનસંઘો પૂજ્યશ્રીનાં નામથી અને કામથી સુપરિચિત છે. ન ‘સંગઠનપ્રેમી' મુનિશ્રી નિત્યોદયસાગરજી મહારાજ પૂ. ગુરુદેવશ્રી સાથે મરુધર પ્રદેશમાં પધાર્યા ત્યારે તે સમયે ગામડે– ગામડે સંઘોમાં ચાલતા ક્લેશો જોઈને ખૂબ વ્યથિત થયા. સંઘો વચ્ચે એકતા અને આત્મીયતા સ્થપાય તે માટે કાર્ય કરવાની તમન્ના જાગી. પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ મેળવી ખિવાન્દી (રાજસ્થાન)માં અનેક વર્ષોથી કુસંપ ચાલતો હતો તે એક માસ પ્રયત્ન કરીને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી અપૂર્વ શાસનપ્રભાવના કરી. ત્યાં ચાતુર્માસ સ્થિરતા કરી. શ્રી ઉપધાન તપ, શ્રી કેસરિયાજીનો છ'રીપાલિત સંઘ, પ્રતિષ્ઠાઅંજનશલાકામહોત્સવ કરી અદ્ભુત શાસનપ્રભાવના કરી. ખિવાન્દીનાં આઠ ગામોમાં તેમ જ ખૌડ, ગુંદોજ, તીખી, વડગામ, બુસી, લુણાવા અને બીજાં ગામોમાં કેટલાંય વર્ષોથી વૈમનસ્યનાં જાળાં બાઝી ગયાં હતાં અને ઝગડાઓ કોર્ટ સુધી પહોંચ્યા હતા. આ ઝગડાઓનું શમન જે અન્ય આચાર્યદેવોથી થયું ન હતું તે કાર્ય મુનિવર શ્રી નિત્યોદયસાગરજી મહારાજે અનેક ઉપસર્ગો અને અપમાનોને સમભાવે સહન કરીને પાર પાડ્યું. એવી જ રીતે, મુંબઈ-કુર્લામાં ચાલતા ૧૪ વર્ષના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. ભાયખલા ડિલાઈટ રોડ પર ચાલતા કચ્છી અને મારવાડી વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને શાંતિ સ્થાપી. આમ, સંઘોમાં એકતા અને આત્મીયતાનું વાતાવરણ સર્જનાર મુનિવરનું આ શાસનકાર્ય અનુપમ અને અનોખું છે. પૂજ્યશ્રી સતત પ્રવૃત્તિશીલ રહે છે. નિયમિત પ્રવચન અને અધ્યાપનનાં કાર્યો કરે છે, છતાં નિર્મોહી અને નિરહંકારી રહી બધો યશ ગુરુકૃપાને આપીને સાધુતાની ઉજ્જ્વળ મૂર્તિ સમા શોભે છે. પરમ તારક પૂ. ગુરુવર્ય આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ સાથે ૨૯ વર્ષના દીક્ષા પર્યાયમાં હજારો માઇલ પાદવિહાર કરીને જિનશાસનની વિજયપતાકા ફરકાવી છે. શ્રી મહાવીર પરમાત્માની અમૃતવાણી વહાવી છે. રાજસ્થાનમાં અનેક ગામોમાં જિનાલયો, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે અને નવાં નિર્માણકાર્યો કર્યા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy