SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૨૧ જિનશાસન જયોતિર્ધર, પ્રશાંત-સંયમમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ तस्मै श्री गुरवे नमः । - પાટણ ખેતરવસી અને ગામોના શ્રીસંઘનો આગ્રહ હોવા છતાં પદલિપ્સાથી નિઃસ્પૃહ એવા પૂ. પંન્યાસજી મહારાજે છેક સુધી ઇન્કાર જ કર્યો. હૃતોપાસનાના અખંડ ઉપાસક શ્રી ધર્મવિજયજી મહારાજે પાટણ ખેતરવસી જૈન ઉપાશ્રયમાં અને ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પ્રતોના વિશિષ્ટ જ્ઞાનભંડારોની સ્થાપના કરી અને જ્ઞાનધનના સુરક્ષાહેતુ અત્યંત પરિશ્રમ ઉઠાવ્યો. આ જ્ઞાનભંડારો વિશે દેશવિદેશના વિદ્વાનો પૃચ્છા કરતા હતા. પૂ. પંન્યાસજી મહારાજના ધ્યાનસાધનાના કેન્દ્રબિન્દુ રૂપે પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુખ્ય હતા. ત્રિકાળ દર્શન-વંદનના નિયમ સાથે કેટલાય દિવસો સુધી દાદાજીની પાવન છાયામાં પૂજ્યશ્રી સમાધિની ઊંડી અનુભૂતિનો આનંદ અનુભવતા હતા. તેઓશ્રીએ અંતરની અનુભૂતિ દ્વારા જીવનયાત્રાની સમાપ્તિનાં ચિહનો જાણી, પોતાના પટ્ટધર શિષ્ય તરીકે પરિપૂર્ણ યોગ્યતાના ધારક, પ્રકૃષ્ટ પ્રભાવશાળી પૂ. મુનિવર્યશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજને ડહેલાના ઉપાશ્રયની પાટે ભવ્ય સમારોહપૂર્વક પંન્યાસ પદ પર પ્રતિષ્ઠિત કર્યા. નતિય હિ ધ્રુવો મૃત્યુ—એ ન્યાયે ડહેલાના ઉપાશ્રયની ૌરવમયી પાટ પરંપરાના આ તેજસ્વી તારલાને પણ કાળયમની છાંય પડી. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૭ની સાંજે પ-૨ કલાકે, રાજનગર અમદાવાદને આંગણે પ્રથમવાર અદ્વિતીય મુનિસંમેલનની મંગલ પૂર્ણાહુતિના સમાચાર જાણી, પૂજ્યશ્રીના આતમહંસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આદર્શ ગુણોથી આકર્ષિત ભક્તવર્ગની આંખોથી વરસતા શ્રાવણ-ભાદરવા વચ્ચે શહેરના ઇતિહાસમાં અદ્વિતીય કહી શકાય એવા ઠાઠથી પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા નીકળી અને શોકમિશ્રિત ભક્તિભાવનાના અખંડ પ્રવાહની ધારા વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ રૂપે દેવવંદના અને મંગલક્રિયામાં જૈન સમાજના ધુરંધર આચાર્યો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, પંન્યાસ ધર્મવિજયજી મહારાજના નામથી સરિયદ, ખીમાણા, કંબોઈ, ઉંદરા તથા પાટણમાં પં. રત્નવિજયજી મહારાજના નામથી ખેતરવસીમાં, અને અન્ય અનેક ગામોમાં પાઠશાળાઓ ચાલે છે. કોટિ કોટિ વંદન હજો એ પરમ પ્રભાવીને! સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી અમર (૧) પૂ.દાદાગુરૂદેવ ગચ્છાધિપતિ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી નિત્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. ગરવી ગુજરાતનું એ ઝાલાવાડ ધામ અને ધ્રાંગધ્રા જિલ્લાનું ધોળી નામનું ગામ! પીતામ્બરદાસ એ પિતાનું નામ અને હરખબહેન એ શીલવંતી માતાનું નામ! વિ. સં. ૧૯૫૮ના જેઠ વદ સાતમના દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ પાડ્યું–દેવચંદ. જૈન ધર્મ તરફની અવિહડ આસ્થાના રંગે રંગાયેલા આ કુટુંબનું આ તેજસ્વી બાળક મોટું થતું ગયું તેમ અંતરમાં ધર્મ તરફની આસ્થા અને આરાધના નિરંતર વધતી ગઈ. યૌવનના આંગણે પણ મૂકતાં જ દેવચંદના પુણ્યાત્માને પૂ. શાસન સુભટ: ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનો પુનીત પરિચય થયો. એ પરિચયમાંથી પ્રવ્રજ્યાના પુનીત પંથે પદચરણ માંડવાનો પુણ્ય સંકલ્પ પ્રગટી ઊઠ્યો. સંયમના અનુરાગી શ્રી દેવચંદભાઈએ છ રહો! સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અહપ્રભાવક ચેરીટેબલ ટ્રસ્ટ, કૃષ્ણનગર, અમદાવાદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy