SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી રોહિતવિજયજી મહારાજ આદિનો પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી રોહિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશઃ રાજકોટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાનો શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દૃઢ થતી ગઈ. એમાં વળી સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયો કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકારવા માટે બધી રીતે સજ્જ બની ગયા અને સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હોવાથી જૈનજૈનેતરોએ અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણ્યો. પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ભીમકાંત ગુણ એવો સુંદર વિકસેલો હતો કે, જેના પ્રભાવે પૂ. શ્રી હેમભૂષણવિજયજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર થવા પામ્યું. ૧૦ થીય વધુ રોજની ગાથાઓ, ૧૦૦૦ ગાથાથી ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થોડાં જ વર્ષોમાં પૂ. મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહીણિ, દશવૈકાલિક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન, સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી) અભિમાન ચિંતામણિ કોશ આદિ ગ્રંથો કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન– સજ્ઝાય આદિ હજારો ગાથાઓ મુખપાઠ કરી લીધી. પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય કરવા દ્વારા મુનિશ્રીને પોતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. ગુરુનિશ્રાનો લાભ ૧૬ વર્ષ સુધ લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમમાંદગીમાં નિર્યામણા આદિનો અપૂર્વ લાભ લીધો. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પોતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત બની Jain Education International For Private ૩૧૭ ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું. સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા ભાગ્યશાળી બન્યા. ‘જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી ઉપકારનાં લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, નાના-મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના વરદ હસ્તે પાલિતાણામાં ગણિ પદારૂઢ બન્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરાસ્મુખતા આદિ વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાશાને શિરોધાર્ય ગણીને પંન્યાસ પદ સુધી પહોંચેલા પૂ.પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાન-તપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્ય પદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા તેઓશ્રી આજે સ્વર્ગવાસ બાદ તેઓશ્રીની ઇચ્છા-આજ્ઞાનુસાર સમગ્ર ગચ્છનું સુંદર સંચાલન કાર્ય કરી ગચ્છની અપૂર્વ સેવા બજાવી રહ્યા છે. પૂજ્યશ્રી ગચ્છસંચાલનમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે એવી મનોભાવના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. Personal Use Only વર www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy