SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ યોગનિષ્ઠ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટ–પટ્ટાલંકાર ભોપાલ મહાવીરગિરિ તીર્થોદ્ધારક શ્રી પંચ જિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થપ્રેરક, શ્રમણસેવા વિચારક, ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. ભારતવર્ષની આર્ય સંસ્કૃતિથી સોહામણી આંધ્રપ્રદેશની અલબેલી રાજધાની હૈદરાબાદ જેવી હરિયાળી ભૂમિમાં વસતા શ્રી નરસિંહ સ્વામીના કુળમાં, ધર્મપત્ની શ્રી લક્ષ્મીબાઈની પવિત્ર કુક્ષિમાંથી એક તેજસ્વી બાળરત્ન પ્રગટ થયું. વિ.સં. ૧૯૯૦, કા.વ. ૯, તા. ૨૦-૧૧-૧૯૩૪ની પવિત્ર રાત્રિએ પ્રગટેલા તેજ સિતારાનું ભવિષ્ય બેનમૂન અજોડ હશે જ અને આજનો પ્રગટેલો સિતારો વીરશાસનનો ઝળહળતો તેજ સિતારો બનશે એવા સંકેતથી જ જાણે કુદરતી તેનું નામ પણ ‘વીરાસ્વામી’ રાખવામાં આવ્યું! બાલ્યવયથી જ શૂર–તેજસ્વી, વીરાસ્વામીનો, બ્રાહ્મણ છતાં ઉચ્ચ સંસ્કારી, ધર્મમય વાતાવરણમાં ઉછેર થયો અને વળી સૌભાગ્યની કેવી લીલા! ૧૨ વર્ષની બાલ્યવયે ગુજરાત તરફ અચાનક જ આવવાનો એવો સુઅવસર પ્રાપ્ત થયો કે જેમ કોઈ રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે, પછી વિજયની વરમાળા પહેરીને જ પાછો ફરે! વિ.સં. ૨૦૨૦માં ખંભાત ચાતુર્માસ દરમ્યાન પૂ. દાદા ગુરુદેવશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના અંતરના આશીર્વાદ અને પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રભાવશાળી પ્રેરણાથી નિત્ય, પ્રવચનનો પ્રારંભ થયો! માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. બન્ને ગુરુદેવોની આશિષ અને અસ્ખલિત ધારાએ વહેતી કૃપાવર્ષાથી પૂજ્યશ્રીએ કાવ્યમય અનોખી વિશિષ્ટ છતાં સરળ શૈલીમાં વ્યાખ્યાન દ્વારા ભાવિકોને ભીંજવ્યાં. પૂજ્યશ્રીનાં ચરણે ૨૦–૨૫ મુમુક્ષુ આત્માઓએ સંપૂર્ણ જીવન સમર્પિત કરી શિષ્યત્વ અપનાવ્યું છે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે સ્વ-પર અનેક સમુદાયો-ગચ્છોમાં સેંકડો દીક્ષાઓ થઈ છે. આંધ્ર ગુજરાત-મહારાષ્ટ્ર, કર્ણાટક તામિલનાડુકેરાળા-ઓરિસ્સા, બિહાર-બંગાળ, યુ.પી.-એમ.પી. આદિ વિવિધ પ્રદેશનાં અનેક ક્ષેત્રોમાં વિચરી અનેકવિધ પ્રતિષ્ઠાઓ, Jain Education International - For Private ચતુર્વિધ સંઘ ચાતુર્માસ, ઉપધાન, દીક્ષાઓ આદિ અનેકવિધ આરાધના અનુષ્ઠાનોમાં સ્વ-પર કલ્યાણની પૂર્ણ યોગ્યતા ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૩૨માં ગણિ પદથી, વિ.સં. ૨૦૩૫માં પંન્યાસ પદથી વિભૂષિત થયા અને પરાકાષ્ઠાની યોગ્યતાને ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૪૪ માગ. સુ. ૬ના મંગલ દિને મુંબઈ વાલકેશ્વરમાં આચાર્ય જેવા ધુરંધર પદથી અલંકૃત થયા. પૂ. દાદા ગુરુશ્રી આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના અંતિમ સ્વપ્નને સાકાર કરવા માટે જ પૂજ્ય દાદા ગુરુની ભાવનાનુસાર જ, શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની પવિત્રતમ તળેટીમાં પાલિતાણા નગરે પ.પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે ગિરિવિહાર સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની સુંદર સેવા ૩૦-૩૦ વર્ષથી અવિરત ધારાએ ચાલી રહી છે. આ સંસ્થા જ પૂજ્યશ્રીની કરુણા-સેવા-ગુણ વગે૨ે ઉમદા કેટલાય ગુણોની સાક્ષીભૂત છે! પૂ. ગુરુદેવશ્રી પ્રભવચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ભાવનાને સાકાર કરવા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનાનુસાર શેત્રુંજી નદીના કિનારે, ડેમ પાસે ૨૫૦ વીઘા જમીનમાં ગિરિવિહાર ગૌશાળા, ગિરિવિહાર પાંજરાપોળની પ્રેરણા–દ્વારા સ્થાપના કરાવી છે, જેનું ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રૂપે સંચાલન થઈ રહ્યું છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં દૂધ દ્વારા શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિશ્વર દાદાના પક્ષાલ તેમ જ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત મોતીશાની ટૂંકથી માંડીને પાલિતાણાનાં સર્વ જિનાલયોનાં પક્ષાલ માટે દૂધનો લાભ મળી રહ્યો છે, એટલુ જ નહીં, દાદાના અખંડ દીપક માટે છેલ્લાં ૪ વર્ષથી અખંડપણે ગાયના શુદ્ધ ઘીનો લાભ મળી રહ્યો છે. ગિરિવિહાર પાંજરાપોળમાં અનેક નિરાધાર–અબોલ-બિમાર એવાં પ્રાણીઓની ખૂબ જ સરસ સેવા અને સાચવણી થઈ રહી છે. અનુકંપા રૂપે અન્નક્ષેત્ર તથા છાશની નિઃશુલ્ક પાંચ-પાંચ પરબો ચાલી રહી છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પાલિતાણાથી અજાહરા તીર્થનો, દહેગામથી આંતરસૂબાનો, બાર્શીથી અંતરિક્ષજીનો, હૈદરાબાદથી કુલ્યાકજીનો આદિ વિવિધ છ'રીપાલિત સંઘો તેમ જ મદ્રાસ, કુંભાકોનમ્, વિજયવાડા, ચાસબોકારો, જબલપુર, સતના, કલકત્તા, પટના, પાલિતાણા, અજાહરા, અમદાવાદ આદિ અનેક સ્થળોમાં જિનાલયોની ભવ્ય પ્રતિષ્ઠાઓ તથા ભોપાલ નગરે શ્રી મહાવીરગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy