SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દ્ધિ પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, ૨. પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. 0115 પૂજ્યપાદ સમર્થન્રુતધર, સરસ્વતીનરાવતાર, સ્મારિતશ્રુતકેવલી, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે તારક તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત ભગવાનની સ્તવનામાં અનુભવસિદ્ધ સત્ય રજૂ કર્યું છે કે “અક્ષર થોડા, ગુણ ઘણાં, સજ્જનના તે ન લખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે.......’ સંતપુરુષો-વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસનપ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ!! શ્રમણજીવનના શૈશવમાં જેમના શીતલ સાનિધ્યનો પારાવાર પ્રેમાળતાનો ને વિમલ વાત્સલ્યનો મને ક્ષણે-ક્ષણે સાક્ષાત્કાર થયો હતો તે પરમોપકારી પૂજ્યશ્રી મને, ‘ગુણસાગર’ પ્રતીત થયા છે. B15 Thi (૧) જ્ઞાન-સાધના ગંગાના નિર્મલ સ્રોત સમી સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની અપૂર્વ અને અસ્ખલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના–પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર જીવન જ્ઞાન-સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણો-આગમો અને કર્મશાસ્ત્રો પર અદ્ભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીની અધ્યયન-રુચિ દર્શાવવા માટે એક જ પ્રસંગ નોંધવો પર્યાપ્ત થઈ પડશે. વિક્રમ સંવત ૧૯૯૦ની સાલમાં તેઓશ્રી પોતાના ગુરુદેવો સાથે અમદાવાદ-મરચન્ટ સોસાયટીમાં વિરાજમાન હતા. એ જ અરસામાં અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. Jain Education International 20) तस्मै श्री गुरवे नमः કલામર્મજ્ઞ અને પરસેવા ના પુિલ સાહિત્ય કૃતિઓના સર્જક (૧) ૫.પૂ.આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા. (૨) ૫.પૂ. આ.શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા. (૩) ૫.પૂ. આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી જ્યાનંદસૂરીશ્વરજી મ.સા. ૨૯૫ આગમોદ્ધારક આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિરાજમાન હતા. એ સમયે તેઓશ્રી દરરોજ ત્રણ માઇલનો વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ પાસે અભ્યાસ કરવા આવતા અને અભ્યાસ કર્યા બાદ પુનઃ ત્રણ માઇલનો વિહાર કરીને સ્વસ્થાને જતા. આમ અભ્યાસની ઉત્કટ તમન્નાના યોગે તેઓશ્રી પ્રતિદિન જવા-આવવાનો છ માઇલનો વિહાર કરતા હતા....આવી અદ્ભુત સાધનાને કઈ સિદ્ધિ ન વરે? For Private & Personal Use Only એ ઉત્કટ તમન્નાના બળે તેઓશ્રીનું શાસ્ત્રીય જ્ઞાન એટલું વિશદ બન્યું કે માત્ર ચૌદ વર્ષના અતિ અલ્પ સંયમ-પર્યાયમાં તેઓશ્રીએ નવતત્ત્વપ્રકરણ પર છ હજાર શ્લોક પ્રમાણ ‘સુમંગલા’ નામની સંસ્કૃત-ટીકાનું સર્જન કર્યું. ‘લઘુક્ષેત્ર સમાસ’, ‘પંચમકર્મગ્રંથ’, ‘ષત્રિંશિતકાયતુષ્કપ્રકરણ’, ‘સમ્યગ્દર્શન’, ‘ભગવતી સૂત્રનાં પ્રવચનો’, ‘પ્રભુ મહાવીરના ૧ થી ૨૬ પૂર્વભવો' વગેરે અનેક ગ્રંથોના વિદ્વત્તાપૂર્ણ પ્રકાશનો અને www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy