SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા એવી જ રીતે, નવકારમંત્રનાં દોઢ કરોડ, ‘નમો અરિહંતાણં’ પદના પચાસ લાખ, ‘સિદ્ધાસિદ્ધિ’ મમ દિસંતુ'ના એક કરોડ, ઓં હ્રીં શ્રી અર્જુનમઃ'ના નવ લાખ, ‘નમો લોએ સવ્વસાહૂણં’ના પાંચ લાખ અને સરસ્વતીમંત્રના સવા લાખ જાપ કર્યા હતા. એવા એ મહાતપસ્વી મુનિવરે ૬૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને એક ચમત્કાર સર્જ્યો હતો, પરંતુ ૭૬ વર્ષની ઉંમરે મહાન ‘ગુણરત્ન સંવત્સર તપ'નો પ્રારંભ કરીને બીજો ચમત્કાર સર્જ્યો. સળંગ સોળ માસમાં એકે એક, બે એ બે, ત્રણ પારણે ત્રણ-એમ ઉપવાસ-પારણાં કરતાં કરતાં ૪૮૦ દિવસોમાં ૪૦૭ ઉપવાસ અને ૭૩ પારણાંના આ મહાતપ માટે પૂજ્યશ્રી કોલ્હાપુર મુકામે સં. ૨૦૪૪ના ફાગણ વદ સાતમે આસનસ્થ થયા ત્યારે તેમનું વજન ૪૮ કિલો હતું. પૂજ્યશ્રીએ અવિચલ શ્રદ્ધા સાથે, સ્વસ્થતાથી મહા તપ આરંભ્યું અને આગળ વધાર્યું. ૩૭૦ દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યાં. સં. ૨૦૪૫ના ફાગણ સુદ ૮ને મંગળવારે તા. ૧૪-૩-૮૯ના રાત્રે બે વાગે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સરાક જાતિના સમુદ્ધારક પૂજ્ય મુનિરાજ શ્રી મંગળવિજયજી મ. ‘શ્રાવક' શબ્દ ખૂબ જ જાણીતો છે, પણ ‘સરાક' શબ્દ બહુ ઓછા જાણે છે. આ ‘સરાક' શબ્દનો સર્વ પ્રથમ પરિચય પૂજ્ય ઉપાધ્યાયશ્રી મંગળવિજયજી મહારાજે કરાવ્યો. કાશીવાળા નામે વિશ્વવિખ્યાત ૫. પૂ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્યે પોતાના બિહાર પ્રદેશના બિહારમાં આગમગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળોની વ્યાપક શોધખોળ ચલાવી. એમાંથી તેઓશ્રીને જાણવા મળ્યું કે બિહાર અને બંગાળમાં ‘સરાક’ જાતિની જે પ્રજા છે તે કુળધર્મથી ‘શ્રાવક’ છે. ‘સરાક’ એ ‘શ્રાવક’ શબ્દનું અપભ્રંશ રૂપ છે. સરાક જાતિના કુળદેવતા પારસદેવ છે. વીસ વીસ તીર્થંકરોનાં પાવન ચરણસ્પર્શથી પવિત્ર બનેલી બિહારની ભૂમિ પર લાખોની સંખ્યામાં સરાક પ્રજા વસે છે. આ પ્રદેશોમાં મુનિવરોના વિહાર ઓછા થતા, આ પ્રજા વખત જતાં જૈનધર્મનાં શિક્ષણ અને સંસ્કાર વીસરાઈ ગયાં. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો અને સરાક પ્રજાના મૂળભૂત સંસ્કારોના નવોત્થાનનો યજ્ઞ આરંભ્યો. પૂજ્યશ્રીની આ અજોડ શાસનપ્રભાવના જૈનધર્મના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી જાય છે. Jain Education International For Private ૨૬૯ પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજના પગલેપગલે મુનિ શ્રી પ્રભાકરવિજયજી અને મુનિ શ્રી પદ્મવિજયજીની શ્રમણબેલડીએ આ કાર્ય ઉપાડી લીધું. બંગાળ અને બિહારમાં વિદ્યાલયો અને છાત્રાલયો શરૂ કરાવ્યાં. ઈ. સ. ૧૯૭૨માં શ્રી સમેતશિખરજી તીર્થમાં ‘શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠ’ની સ્થાપના કરી. સમગ્ર સરાક જાતિને પુનઃ જૈનધર્મમાં સુર્દઢ કરવા માંડી. તેઓને વ્રતધારી શ્રાવકો બનાવ્યા. ‘શ્રી વિજયભક્તિપ્રેમસૂરિજી શ્વેતાંબર જૈન ઉચ્ચ વિદ્યાલય'ની સ્થાપના કરી. સરાક પ્રજાનાં બાળકોને વ્યાવહારિક શિક્ષણ સાથે દેવદર્શન, પૂજા, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, જપ, તપ આદિની તાલીમ આપવાની શરૂ કરી. આ સંસ્થાએ દસ વર્ષમાં ૩૦૦ સરાક વિદ્યાર્થીઓ પુનઃ જૈન ધર્મમાં સુસ્થિર કર્યા. વિદ્યાપીઠના વિધાતા મુનિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ આજે આ કાર્યને ભારે પુરુષાર્થ કરી આગળ વધારી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રણેતા પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ જૈનધર્મના ઇતિહાસનું યશસ્વી પ્રકરણ છે. આગમશાસ્ત્રો આદિના સંપાદ–સંશોધક અને પરમ ત્યાગમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ જૈનશાસનનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે યુગે યુગે જૈનસંઘની શ્રુતભક્તિમાં અને શ્રુત-ઉપાસનામાં સદા સ્મરણીય બની રહે તેવા દાર્શનિક, સૂરિવર્યો, સાક્ષરો અને પ્રભાવક સાધુભગવંતો સાંપડ્યા છે અને તેઓએ સર્વત્ર સંયમજીવનની સુવાસ પ્રસરાવી છે. કેટલાક સમય પહેલાં પૂજ્ય મુનિવર્યશ્રી જંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલા ‘દ્વાદશાર નયચક્ર’ નામે આકારગ્રંથનું યશસ્વી પ્રકાશન થયું. આ ગ્રંથમાં ભારતીય દર્શનોનાં બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યોની ખૂબી અને ખામીઓની વિવેચના કરવામાં આવી છે. ઉપરાંત, જૈનદર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા કરવામાં આવી છે, તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ગ્રંથરત્નના સમર્થ ઉદ્ધારક સ્વ. મુનિવર્ય શ્રી ભુવનવિજયજી મહારાજના અંતેવાસી (શિષ્ય-પુત્ર) પૂ. મુનિ પ્રવર શ્રી જંબૂવિજયજીના સફળ હાથે આ શકવર્તી કાર્યનું નિર્માણ થયું. તેઓશ્રીએ આ કાર્યને સર્વાંગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે બે દાયકા જેટલા લાંબા સમય સુધી એકાગ્રભાવે ઉગ્ર તપ કર્યું. પરિણામે, ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ અને સુવાચ્ય સ્વરૂપે સુલભ બન્યો. તનથી દુર્બળ, પણ મનથી મજબૂત એવા આ મુનિવરે પ્રચંડ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy