SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ જૈન શ્રમણ સંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજાત નિરંતર બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ સમૃદ્ધ થતી રહી છે. જૈન શાસનના મનોહર ઉદ્યાનમાં અનેક શ્રમણ–પુષ્પો ખીલ્યાં, પાંગર્યાં અને જગતને વીતરાગના રૂડા માર્ગરૂપી સુગંધથી મઘમઘીત કરી ગયા. પૂર્વે પૂ. હેમચંદ્રાચાર્યજીએ કે પૂ. ઉપા. યશોવિજયજીએ અનેક ગ્રંથરત્નોની જેમ રચના કરી તેમ ભક્તિ, સાધના અને સ્તોત્ર-સ્તવનાદિ સાહિત્યમાં પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અને પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજે કરેલી ઐતિહાસિક સંશોધનાત્મક કૃતિઓની રચના કરી જે આજે પણ ખ્યાતિધરાવે છે. સાંપ્રતકાલીન શ્રમણસંધના મહાન સૂત્રધાર પૂ. મણિવિજયજી દાદા, સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરનાર પૂ. બુટેરાયજી મહારાજ, વીસમી સદીના જૈન શાસનના રાજા ગણાતા પૂ. મૂલચંદજી મહારાજ, ગઈ કાલના અને આજના કેટલાય પ્રખર આચાર્યોનું ગુરુપદ શોભાવનારં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, વીસમી સદીના મહાન જ્યોતિર્ધર અને સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ, જ્યોતિર્ધર પુરુષ પૂ. રામચંદ્રસૂરિજી મ., તપોનિધિ પૂ. ભૂવનભાનુસૂરિજી મહારાજ આ સૌ શાસનનાં સાચાં ઘરેણાં છે. વર્તમાનમાં પૂ. સાગરાનંદસૂરીશ્વરજીએ આગમ સહિત શ્રુતજ્ઞાનના દીવડા પ્રગટાવ્યા, પૂ. નેમિસૂરિજી મહારાજ દ્વારા અનેક જિનમંદિરો અને મૂર્તિપ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ, પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા, મહુડી તીર્થસ્થાપક યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથોનું નિર્માણ કર્યું. પ્રાચીન ગ્રંથોના સંશોધકો પૂ. પુણ્યવિજયજી મહારાજ તથા જંબૂવિજયજી મ. આ સૌના પ્રબળ પુરુષાર્થે જૈન શાસનનો જયજયકાર આજે પણ પ્રવર્તતો રહ્યો છે. મુનિ દીપરત્નસાગરજીએ આગમ સંબંધી કાર્યોની એક શ્રેણિ સર્જીને વિશ્વમાં પુનઃ પીસ્તાલીશ આગમોને વિવિધરૂપે લોકસમુખ લાવી દીધા. એક કડા શ્રમણ પરંપરામાં વિમલગચ્છ, અચલગચ્છ, પાર્શ્વચંદ્રગચ્છ અને ત્રિસ્તુતિક સમુદાયની અનેક સંતપ્રતિભાઓએ પણ પ્રકાશપુંજ રેલાવ્યો છે એ સૌને લાખ લાખ વંદના. સંપાદક સુરેન્દ્રનગર શ્રી સંઘના પરમ ઉપકારી અને સિદ્ધવચની પૂજ્ય મુનિરાજશ્રી થોભણવિજયજી મ. સિદ્ધવચની મહાપુરુષ મુનિ શ્રી થોભણવિજયજી મહારાજ ચરમ તીર્થપતિ મહાવીરસ્વામી ભગવાનની ૭૩મી પાટે થયેલા ગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ, જેઓશ્રીએ ક્રિયાશુદ્ધિ કરી અને મુનિશાખા વધારી તેઓશ્રીના શિષ્ય હતા. મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજ એવા સિદ્ધવચની પુરુષ હતા કે જૂના વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર)માં જિનમંદિર નિર્માણ માટે ખનન–મુહૂર્ત લેવા જનાર શ્રાવકોને કહેલું કે ખાતિવિધ કરતાં જલધારા ઊભરાય તો જિનમંદિર પહોળું કરાવજો. સં. ૧૯૪૨માં, તેઓશ્રીના આદેશ અનુસાર જિનમંદિર Jain Education International ચતુર્વિધ સંઘ For Private પહોળું બનાવવાનું કાર્ય શરૂ થયું. તેઓશ્રીની નિશ્રામાં સં. ૧૯૪૬ના શ્રાવણ વદ ૧ ને શુક્રવારે તા. ૧-૮-૧૮૯૦ના રોજ દસ-બાર હજારની માનવમેદની વચ્ચે, ૧૨મા તીર્થપતિ શ્રી વાસુપૂજ્યસ્વામી મૂળનાયક તરીકે, તેઓશ્રીના વરદ્ હસ્તે ગાદીનશીન્ થયા. ત્યારથી સંઘ અને શહેર આબાદી અનુભવી રહ્યા છે. પૂજ્ય શ્રી થોભણવિજયજી મહારાજે પોતાના ગુરુવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજના નામથી સં. ૧૯૫૫માં પાઠશાળાની સ્થાપના કરી છે, જે ‘શ્રી ગણિ મુક્તિવિજયજી જૈન પાઠશાળા'ના નામથી અદ્યાપિપર્યંત ચાલુ છે. હજારો ભાઈબહેનો એમાં સમ્યક્ત્વ પામી રહ્યાં છે અને શતાધિક ભાઈબહેનો દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. વઢવાણ પાસે સુરેન્દ્રનગર શહેરના શ્રી સંઘે અને શહે૨ે દેરાસર રોડને મુનિ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy