SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કૂવાનું પાણી મીઠું થઈ ગયું! અને જે જીર્ણ રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને ફરી ફળ આવ્યાં! આ જોઈને જયમલ્લનો આત્મા પોતાના મનોરથો ફળ્યાનો અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. સંયમયાત્રામાં અપ્રમત્તભાવે વિચરવાના નિર્ણયવાળા મુનિશ્રી જીતવિજયજી મહારાજ ત્યાગ-વૈરાગ્યની મૂર્તિ સમા ગુરુદેવની પ્રેરક છત્રછાયામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી રત્નત્રયીની ઉત્કટ આરાધનામાં મન-વચન-કાયાથી પરોવાઈ ગયા. પૂ. ગુરુદેવની સેવા-સુશ્રુષામાં અને સંયમ સાધનામાં સહેજે ઊણપ ન આવે તેની સતત કાળજી રાખતા. મુનિરાજ અધ્યયનતપમાં આગળ વધતા રહ્યા. ગુરુનિશ્રાનો લાભ નિરંતર પામવા માટે તેઓશ્રીએ વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૭ સુધીનાં તેર ચોમાસાં પૂ. ગુરુદેવ સાથે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં શહેરોમાં કર્યાં. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના તીર્થપ્રવર્તનના શુભ દિવસે કચ્છના પલાંસવા ગામે ગુરુમહારાજનો સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજી કેટલોક વખત ઘેરી શૂન્યતા અને તીવ્ર એકલતા અનુભવી રહ્યા, પરંતુ સંસારી ભાવો અને કર્મની ગતિઓને ઓળખનારા આ સંયમશીલ મુનિએ થોડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પછી ૪૨ વર્ષ સતત-અવિરામ શાસનસેવામાં વિતાવ્યાં. આત્મશુદ્ધિ માટે અનેક પ્રકારની નાનીમોટી તપસ્યાઓ કરતા રહી તેઓશ્રીએ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને અને અનેક તીર્થભૂમિની યાત્રા કરીને સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. માબાપને પોતાનાં નબળાં સંતાનો પર વિશેષ પ્રીતિ હોય તેમ પૂ. જીતવિજયજી દાદાને કચ્છના અને ખાસ કરીને વાગડના પછાત કે ઓછા ધર્મસંસ્કારો ધરાવતા પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી હતી. તેથી, પોતાના પંચાવન વર્ષના લાંબા દીક્ષાપર્યાયના અડધાથી પણ વધુ, ૩૦ જેટલાં ચોમાસાં કચ્છ-વાગડમાં જ કરીને તેના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓશ્રી સાચા અર્થમાં વાગડના ઉદ્ધારક હતા. તેથી તેમના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓની પરંપરા આજે પણ ‘વાગડવાળા' તરીકે ઓળખાય છે. આ ગુરુતીર્થના અધિનાયક પૂજ્ય શ્રમણરત્ન શ્રી જીતવિજયજી દાદાને આપણી ભાવભરી વંદના હો! (સંકલન : મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ.) Jain Education International ૨૫૧ પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધ અને પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના જ્યેષ્ઠ ગુરુબંધુ પૂજ્ય પં. શ્રી આણંદવિજયજી ગણિવર પંન્યાસ આણંદવિજયજી મહારાજ પૂજ્યપાદ શ્રી બુટેરાયજી (બુદ્ધિવિજયજી) મહારાજના શિષ્યરત્ન અને શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ તથા શ્રી આત્મારામજી મહારાજના જયેષ્ઠ ગુરુબંધુ હતા. તેઓશ્રી સંસારીપણામાં રાધનપુરના વતની હતા. વોરાવાડમાં એમનું રહેઠાણ હતું. સંસારી નામ ઈશ્વરલાલ હતું. પૂ. બુટેરાયજી મહારાજના શ્રી નિત્યવિજયજી મહારાજે સં. ૧૯૨૨માં ડીસામાં પાંચ શ્રાવકોને દીક્ષા આપી તેમાં પૂજ્ય આણંદવિજયજી મહારાજનો સમાવેશ હોય એવી સંભાવના છે, જ્યારે મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજની યાદીમાં તેમનું સંસારી નામ હરખચંદ હતું અને ગુજરાતના ખેરાલુ તાલુકાના લુણવા મંડળીના તેઓ વતની હતા. સં. ૧૯૪૪માં અમદાવાદથી પાલિતાણા જતા સંઘમાં તેઓ જોડાયા હતા અને પૂ. મૂળચંદજી મહારાજના વરદ્ હસ્તે સિદ્ધગિરિની છાયામાં સં. ૧૯૪૪ના બીજા ચૈત્ર વદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકર્પૂરસૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ થયા. પૂ. આણંદવિજયજી મહારાજને સં. ૧૯૪૭માં મહા સુદ પાંચમના શુભ દિને પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી હેતવિજયજી ગણિવરશ્રીએ લીંબડીમાં ભગવતી જોગમાં પ્રવેશ કરાવ્યો. પૂ. પં. શ્રી હેતવિજયજી મહારાજના હસ્તે બંને મુનિરાજોને લીંબડીમાં ભવ્ય મહોત્સવપૂર્વક સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૧ને દિવસે ગણિ અને પંન્યાસપદ આપવામાં આવ્યા. તે સાથે મુનિશ્રી આનંદસાગરજી (પૂ. સાગરાનંદસૂરિજી)ને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદથી શેઠ મણિભાઈ, પ્રેમાભાઈ, જેસિંગભાઈ વગેરે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. ઉત્સવ તથા તમામ ધાર્મિક ક્રિયાઓનો લાભ બાઈ પુરબાઈએ લીધો હતો, કે જે પુરબાઈના નામે ધર્મશાળા પણ છે. સં. ૧૯૪૮માં જામનગર જિલ્લાના જામ-ખંભાળિયા ગામેજિનમંદિરની પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવરના હસ્તે થયાનો શિલાલેખ છે. સં. ૧૯૫૪માં પ્રાયઃ પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાનું મનાય છે. (સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy