SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા જતા ન હાવાથી એ પિરષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત! પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિનો સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તોમાં એટલો અસરકારક રહ્યો કે બંને સંયુક્ત નામે ‘આત્માનંદ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં ‘આત્માનંદ’નું જ નામ ગુંજતું હોય ! સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં, અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલિતાણા આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યાં. સમગ્ર જૈનસમાજ પર પૂજ્યશ્રીનો ખૂબ જ પ્રભાવ હતો. તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન ગ્રંથોની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથોમાં ‘જૈન તત્ત્વાદર્શ’, ‘અજ્ઞાનતિમિરભાસ્કર', તત્ત્વનિર્ણયપ્રસાદ’, ‘સમ્યક્ત્વશલ્યોદ્વાર’, ‘શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર', ‘નવતત્ત્વ તથા ઉપદેશબાવની', ‘જૈન મતવૃક્ષ’, ‘શિકાગો પ્રશ્નોત્તર’, ‘જૈન મત કા સ્વરૂપ’, ‘ઈસાઈ મત-સમીક્ષા', ‘ચતુર્થ સ્તુતિનિર્ણય' ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનકપદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સંખ્યાબંધ સ્તવનો, પદો અને સજ્ઝાયોની પણ રચના કરી છે. આ બધા ગ્રંથોમાં તેમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથોમાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલા ગ્રંથોમાં ‘જૈન તત્ત્વાદર્શ’ નામનો એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈનધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. તેઓશ્રીએ એમાં જૈનધર્મની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જૈનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. ‘સમ્યક્ત્વ શલ્યોદ્વાર' નામના ગ્રંથમાં જૈનધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે Jain Education International For Private ૨૪૩ તે આગમગ્રંથો અને ઇતિહાસમાંથી પુરાવાઓ આપીને સિદ્ધ કરી બતાવ્યું છે. હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવાથી ઘણી કાવ્યરચનાઓ હિન્દીમાં પણ કરી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા. પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સમ્માનનીય હતા તેટલા લોકચાહક અને લોકાદર ધરાવનાર પણ હતા. આ ગુણો વિશે તેમની આસપાસ અનેક પ્રસંગો નોંધાયા છે, જેની સુવાસ ઘણા લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા; ચારે ધર્મીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા અને પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાનો પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી. સાઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યાં. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત જાગૃતી આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની–પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કર્યાં. એ મહામના સાધુશ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા (હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ન વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર ‘અર્જુન્, અર્જુન્, અર્હ' એમ મંત્રોચ્ચાર કર્યો અને બોલ્યા, “લો ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કો ખમાતે હૈં.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધો. પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતાંમાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપનાઓ થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો છે બરાબર એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પોતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ, સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી-સમવસરણમંદિર તીર્થ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy