SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને ‘થોકડા’નો મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શ્રી બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ–બંને ગુરુશિષ્ય-ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને લીધે શાસનમાં પેસી ગયેલી મર્યાદાઓ અને કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની શંકાના સમાધાન માટે બુટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ સંવેગી દીક્ષા લીધી. શ્રી બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. તિ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બુટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ Jain Education International For Private ચતુર્વિધ સંઘ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને જન્મે બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો. શ્રી બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદજી મહારાજને લીધે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજાર કરતાં વધુ થઈ ગઈ છે. એટલે કે એક સૈકામાં સો ગણી વધી ગઈ છે! અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશાં ઋણી રહેશે. શ્રી મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા. ઉપરાંત, શાસનની સતત ખેવના રાખનારા હતા. તેઓશ્રીએ જોયું કે સાધુ વગર શાસનનો ઉદ્ધાર નથી. એ માટે જેમ બને તેમ વધુ દીક્ષાઓ થવી જોઈએ, પરંતુ સ્વજનોની સંમતિ નહીં મળવાથી દીક્ષા લેવાનો માર્ગ અત્યંત દુષ્કર બની રહેતો. એ માટે પૂ. મૂળચંદજી મહારાજે નગરશેઠ પ્રેમાભાઈ સાથે મળીને યોજના કરી કે એવા દીક્ષાર્થીઓને ગુજરાતમાંથી પંજાબમાં પૂ. આત્મારામજી પાસે મોકલવા અને પંજાબના આવા દીક્ષાર્થીઓ ગુજરાતમાં પૂ. મૂળચંદજી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરે. આ યોજનામાંથી થોડાં જ વર્ષોમાં સાધુઓની સંખ્યામાં ખૂબ વધારો થયો. આ કાર્યમાં ખૂબ રસ હોવા છતાં પૂ. મૂળચંદજી મહારાજ નવદીક્ષિતોને પોતાના શિષ્ય તરીકે સ્થાપવામાં સાવ નિર્મોહી હતા. નવદીક્ષિતોને શ્રી બુટેરાયજી અથવા શ્રી વૃદ્ધિચંદજીના જ શિષ્ય સ્થાપતા. તેમ છતાં, શ્રી વૃદ્ધિચંદજી મહારાજના આગ્રહને વશ થઈને તેમણે કેટલાક શિષ્યો બનાવ્યા, જેમાં શ્રી હંસવિજયજી, શ્રી ગુલાબવિજયજી, શ્રી કમલવિજયજી, શ્રી થોભણવિજયજી, શ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ર જ રહી; શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક ધ્યાન કરતા. શિસ્તના આગ્રહી હોવાને લીધે શિષ્યોમાં પણ નિયમપાલન, કાર્યશક્તિ અને સંઘવ્યવસ્થાના ગુણોનો વિકાસ થતો. શિષ્યો પ્રત્યે અપાર વાત્સલ્યભાવ હોવા છતાં, એમના દોષ કે મર્યાદાના સમયે એમને દંડ આપવામાં અચકાતા નહીં. એમના શિષ્યો–ઉત્તમવિજયજી, ભક્તિવિજયજી, મોતીવિજયજી મહારાજને પૂજ્યશ્રીની કડક આચારસંહિતાનો પરિચય થયો હતો. તેઓશ્રી સ્પષ્ટ વક્તા અને નીડર વ્યવસ્થાપક હતા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy