SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ તવારીખની તેજછાયા પ્રેમચંદ ઓશવાલ અને અન્ય અનેક શ્રેષ્ઠીવર્યો દ્વારા નિર્મિત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિના વરદ્ હસ્તે થઈ હતી. સં. ૧૮૫૨માં તેઓશ્રીની અધ્યક્ષતામાં ૧. મોદી પ્રેમચંદ લવજી સુરતી, ૨. શા. ગોવિંદજી મસાલિયા રાધનપુરી અને ૩. લીંબડીના દિવાન શેઠ ઉદયરામજીએ ત્રણેએ મળીને ગુજરાતના મોરવાડાનો ગોડી પાર્શ્વનાથનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તેઓશ્રી સં. ૧૮૮૪ના પોષ વદી ૧૧ના શિરોહીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ભટ્ટારક શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મહારાજ મારવાડાના શેત્રાવનગરમાં જન્મ. શ્રી શત્રુંજય મહાતીર્થની છાયામાં પાલિતાણામાં દીક્ષા. સં. ૧૮૭૭માં શ્રી વિજયજિનેન્દ્રસૂરિએ શિરોહીમાં સૂરિપદે સ્થાપ્યા. વિ. સં. ૧૮૮૪ના માઘ સુદિ ૧-ના ભટ્ટારપદે સ્થાપન થતાં ઉદયપુરના મહારાણા ભીમસિંઘજી યુવાનસિંઘજીએ અંગીર, ચામર, છડી, દુશાલા અને પાલખી મોકલી. મહારાજા શિવસિંઘજીએ પણ દુશાલા આદિ મોકલ્યાં. પ્રતિષ્ઠાલેખો સં. ૧૯૨૪ સુધીના મળે છે, તેમના પટ્ટધર શ્રી વિજયધરણેન્દ્રસૂરિ થયા. (સંકલનકર્તા : કરમશી ખેતશી ખોના) ભટ્ટારક શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજ યુપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિના દિયોદ્વાર પછી તેમની પરંપરામાં શિથિલાચારે ધીમે ધીમે ફરી પ્રવેશ કર્યો. ફરી થતિઓનું સામ્રાજ્ય વ્યાપી વળ્યું. આ ક્રમ બીજા દરેક ગચ્છોની પરંપરામાં સમાન રૂપે જોવા મળે છે. સોએક વર્ષ પહેલાં એક સંક્રાન્તિકાળ આવ્યો અને “સંવેગી' શ્રમણપરંપરાએ ફરી વેગ પકડ્યો. શ્રી પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં એકોતેરમી પાટે આવેલા શ્રી હર્ષચંદ્રસૂરિજી મતિ’ અને ‘સંવેગી”—બંને પરંપરાઓને જોડતી કડી જેવા હતા. તેઓ “શ્રી પૂજ્ય' એટલે કે ગચ્છાધિપતિ ભટ્ટારક' યતિ–આચાર્ય હતા, પરંતુ તેમનું અંતઃકરણ સંવેગમાર્ગ તરફ ઢળેલું હતું. યતિ વર્ગ તેની શિથિલતામાંથી મુક્ત થઈ, શુદ્ધ સંયમજીવનમાં સ્થિર થાય એવી તેમની હાર્દિક ભાવના હતી. યતિઓ ઘણી છૂટછાટો ભોગવતા હતા. શ્રી પૂજ્યોનો આડંબર તો તેથી યે વધુ રહેતો. શ્રી હર્ષચંદ્રસૂરિજીએ એમાં સુધારો કર્યો. શ્રી કુશલચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી નામના પોતાના બે શિષ્યોને સંવેગમાર્ગે વિહરવાની આજ્ઞા આપીને પાર્થચંદ્રગચ્છમાં ‘ક્રિયોદ્ધાર’નો માર્ગ મોકળો કરી આપ્યો. તેઓશ્રી વિશાળ યતિસમુદાયના નેતા હતા. સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હોવા ઉપરાંત, ઉદારહદથી અને જૈનશાસનમાં એક અગ્રણી આચાર્ય તરીકે સમસ્ત જૈનસંઘમાં અતિ આદરભર્યું સ્થાન ધરાવતા હતા. તપાગચ્છીય શ્રી મૂળચંદજી મહારાજ વગેરે અગ્રણી સંગી’ મુનિઓ તેમની પાસે અધ્યયન કરતા. શ્રી અક્ષયચંદ્રજી નામે તેમના એક શિષ્ય અત્યંત વિદ્વાન હતા. શ્રી મૂળચંદજી મહારાજની વિનંતીથી એક ચોમાસામાં અક્ષયચંદ્રજીને અમદાવાદ રાખ્યા હતા, જેથી શ્રી મૂળચંદજી મહારાજનું અધ્યયન વિના વિક્ષેપે ચાલુ રહ્યું. અધ્યાત્મજગતના એક મહાપુરુષ શ્રી કપૂરવિજયજી ‘ચિદાનંદજી મહારાજ શ્રી હર્ષચંદ્રસૂરિના અંતરંગ મિત્ર હતા. બંગાળના વિખ્યાત જગતશેઠોનો પરિવાર તેમને પોતાના ‘ગુરુ' લખતો. બંગાળના એવા જ એક જાજરમાન શ્રેષ્ઠી બાબુ પ્રતાપસિંહ અને નવલખા જસરૂપ મહેરચંદ સૂરિજીના પરમ ભક્ત હતા. તેઓશ્રીની જન્મભૂમિ સાધાસર, દીક્ષા વિ. સં. ૧૮૮૧. આચાર્યપદ અને ભટ્ટારકપદ સં. ૧૮૮૩, સં. ૧૯૧૩ના ફાગણ વદ ૧૪ના દિવસે શંખેશ્વર મુકામે તેમનો સ્વર્ગવાસ થયો. તેમના અંતિમ સંસ્કારસ્થળે શંખેશ્વર પેઢી હસ્તકના બગીચામાં એક સુંદર છત્રીમાં તેમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં, જે આજે પણ વિદ્યમાન છે. (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મ.) જીવદયાના જ્યોતિર્ધર શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી લે—પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રજી મ0 શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ-વર્તમાન શ્રી પાર્થચંદ્રગચ્છની પટ્ટાવલીમાં ૭૧મા સ્થાને આવતા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના નામ સાથે એક ધર્મશૌર્યભરી ઘટના જોડાયેલી છે. આજથી સો વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટિશ રાજ્યનું સંસ્થાન માત્ર હતું ને હિંદી પ્રજા ગુલામી માનસનો ભોગ બની અંગ્રેજોની જોહુકમી મૂંગા મોઢે સહી લેતી હતી, સ્વાતંત્ર્યની ઝંખના યે હજી જાગી ન હતી તેવા સમયે જીવદયાના પ્રશ્ન અંગ્રેજ અમલદારની સાથે મુકાબલો કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને આકરી સતામણીમાં મુકાવું પડ્યું. એ કસોટીમાંથી ગૌરવભેર બહાર આવતાં સમસ્ત હિંદના પ્રેમ અને પ્રશંસા તેમણે પ્રાપ્ત કર્યા. જૈન શાસનની પ્રભાવનાનો એ પ્રસંગ, શ્રી કાલકસૂરિના ધર્મયુદ્ધની સ્મૃતિ કરાવે એવો છે. શ્રી હેમચંદ્રસૂરિજી “શ્રી પૂજ્ય' એટલે કે યતિ આચાર્ય હતા. તેમની જન્મભૂમિ કચ્છમાં આવેલ કોડાય ગામ હતું. વિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy