SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મધ્યકાલીન સમયના સંવેગી શાખાની પરંપરાના સમર્થ સંયમ યાત્રીઓ શુદ્ધ સંયમના પાલનમાં આવેલી અશુદ્ધિઓને દૂર કરી ફરીથી મૂળ માર્ગની આરાધના--સાધના શરૂ કરવી તેને આપણે ક્રિયોદ્વાર કહીશું. સમયે સમયે શ્રમણસંસ્થાને સુષુપ્તિમાંથી બહાર આણવાનો ભવ્ય પુરુષાર્થ કરનારા શકવર્તિ મહાપુરુષો પાક્યા છે. આ લેખમાળા સંવેગી શાખાના સમર્થ સંયમયાત્રીઓની અતિ અલ્પ સૂચિ રજૂ Bla થાય છે. આ શાખામાં અનેક મહાત્માઓએ પુષ્પરૂપે પમરાટ ફેલાવ્યો છે. આધાર સ્થાનરૂપે અહીં માત્ર જૈન પરંપરાનો ઇતિહાસ” ગ્રંથ જ મુખ્યત્વે ગ્રહણ કરાયો છે. પણ આ સંયમયાત્રીઓના જીવનનું સ્વરૂપ સ્વયં એક ગ્રંથ સંદેશ કદ ધારણ કરવા સમર્થ છે. જેમાં પંડિતશ્રી વીરવીજયજી મ.ની સાહિત્ય રચના, ગુપ્ત આરાધના, જીવન સંઘર્ષ આદિ. પૂ. કર્પૂરવજયજી મ.ના જીવનના અનેકવિધ પાસાઓમાં આ લેખમાળા પ્રસ્તુત સંયમયાત્રીઓના મહેલના પ્રવેશદ્વાર સમી બની રહેશે. વિક્રમની નવમી દશમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયો હતો પરંતુ શુદ્ધ સંયમનો મૂળ માર્ગ પણ તેના સમાંતરે ચાલતો હતો. શુદ્ધ સાધુમાર્ગના પાલનમાં માનતા શ્રમણોને ‘સંવેગી’ શબ્દથી ઓળખવાનું લગભગ અહીંથી શરૂ થયું. ક્રિયોદ્ધારનું બીજુ મોજુ સોળમી સદીમાં આવ્યું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ (સં. ૧૫૬૪) શ્રી આનંદવિમલસૂરિ (સં. ૧૫૮૨) શ્રી ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૬૦૨) શ્રી જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૪) વિક્રમની અઢારમી સદીમાં શ્રી સત્યવિજયજી ગણિ વગેરેએ હતા. આ બધા ક્રાંતિકારી ધર્મવીર મહાપુરુષો જિનશાસનના જાગૃત પ્રહરીઓ હતા. આવા કેટલાંક પરિચયો આ વિભાગમાં જોઈએ. સંવેગી માર્ગના મહાન પ્રણેતા, અદ્ભુત ત્યાગી અને ધ્યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સંવેગી, સંયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિનો જન્મ સં. ૧૬૫૬માં લાડલુ (રાજસ્થાન)માં દુગડ ગોત્રના શા. વીરચંદ ઓશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવની કુક્ષિએ થયો હતો. તેમનું જન્મનામ શિવરાજ હતું. માતા વીરમદેવીની સંમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્યશ્રી વિજયદેવસૂરિએ સં. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમના જન્મસંવત કે દીક્ષાસંવત મળતા નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ Jain Education International ૨૧૧ દરમિયાન તેઓશ્રીએ સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ કર્યો. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને રગેરગમાં પચાવીને તેઓ ગુરુદેવ શ્રી વિજયસિંહસૂરિ સાથે ક્રિયોદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધર્મનું સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્વક પાલન કરવું એટલે સાધુજીવનમાં સંવેગીપણાનો સ્વીકાર કરવો. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયોદ્ધાર કરી, ફરી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવવો. આથી તેમણે પોતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યનો ઉપદેશ આપી, ક્રિયોદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે, આચાર્ય વિજયસિંહસૂરિ, પં. સત્યવિજય ગણિ, પં. વીરવિજયગણિ, પં. ઋદ્ધિવિજય ગણિ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા હતા. સં. ૧૭૦૬માં મહા સુદ ૧૩ ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુસાધ્વીઓને પાળવાના નિયમોનો ૪૫ બોલનો પટ્ટક આચાર્ય વિજયસિંહસૂરિએ બનાવ્યો, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy