SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જિનોદયસૂરિ :ખરતરગચ્છના હતા. જન્મ પાલણપુરમાં. રુદ્રપાલ–ધારલદેવીને ત્યાં સં. ૧૩૭૫માં. મૂળ નામ સમર. સં. ૧૩૮૨માં કુંવારા રહીને જિનકુશલસૂરિ પાસેથી દીક્ષા મેળવી. સોમપ્રભ નામ પાડ્યું. સં. ૧૪૦૬માં જેસલમીરમાં વાચનાચાર્યની પદવી, સં. ૧૪૧૫માં તરુણપ્રભસૂરિએ ખંભાતમાં તેમને સૂરિપદવી આપીને જિનોદયસૂરિ નામ આપીને જિનકુશળસૂરિની પાટે સ્થાપ્યા. સ્વર્ગસ્થ સં. ૧૪૩૨માં. કૃતિ‘ત્રિવિક્રમ રાસ.’ સં. ૧૪૧૫માં તે અંગે વિશેષ માહિતી મળતી નથી. જ્ઞાનકલશઃ—સં. ૧૪૧૫માં ખંભાતમાં જિનોદયસૂરિને સૂરિપદ-પ્રદાનક્રિયા વખતેનું વર્ણન જ્ઞાનકલશે તે જ વર્ષે શ્રી જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસ’માં આપ્યું છે. આદિ— સતિકરણુ સિરિસંતિનાહ યકમલ નમેવી, કસમીરહ મંડણીય દેવિ સરસતિ સુમરેવી, જણવ૨ સિરિ જિણઉદયસૂરિ ગુરુગુણ ગાએસૂ, પાટ મહોચ્છવુ રાસુ રંગ તસુ હઉં પભણેસૂ.’ વિધ્ધણુઃ—જિનોદયસૂરિના શિષ્ય હતા, પિતાનું નામ ઠુક્કર માલ્હે. સં. ૧૪૨૩માં ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી ચોપાઈ’ રચી. દેવસુંદર સૂરિશિષ્યઃ—દેવસુંદરસૂરિને, સૂરિપદવી સં. ૧૪૨૦માં મળી હતી અને તેઓ સં. ૧૪૫૦સુધી હયાત હતા. તે ગાળામાં ‘કાકબંધિ ચઉપાઈ'-કક્કાના અક્ષરોને અનુક્રમે આદ્યાક્ષર બનાવી ૬૯ ટૂંકની રચી. જેમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોનો ઉપદેશ તે કાળની અનુરૂપ ભાષામાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી તેમના કોઈ શિષ્ય રચી છે. પ્રારંભ “અરિહંત સિદ્ધ આયરિય ઉવજ્ઝાય, સાહુ સુગુરુ દેવસુંદરસૂરિ પાય; વંદિય સુય સામણિ સમરેવિ, ધમ્મ કક્કપ ભણિસુ સંખેવિ. કરઉ ધર્મ મન ભૂલા ભમઉ, માણસ ભવ કાંઈ આર્લિનિગમઉ? દાન શીલ તપ ભાવનસાર, સહ ગુર વયણુ પાલઉ સવિચાર....’ જિનશેખરસૂરિ–જિનરત્નસૂરિના શિષ્ય, સં. ૧૪૫૫ આસો સુદ ૧૦ના રોજ ‘શાલિભદ્રાસ’ રચ્યો. તેમની ભાષામાં મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ભમિકાનાં રૂપો વ્યક્ત થાય છે. સાધુહંસઃ—તપગચ્છના Jain Education International For Private ચતુર્વિધ સંઘ વસ્તો (વસ્તિગ)ઃ—સં. ૧૪૬૨ પહેલાં થઈ ગયેલા આ કવિની ગણના પ્રસિદ્ધ જૈન કવિઓમાં થાય છે. તેમણે મનુષ્ય, તિર્થંક, નરક, દેવ એ ૪ (ચિહંગતિ) સંબંધી ૯૪ ટુંકની ચોપાઈમાં વિવિધપ્રકારની યોનિમાં ભટકતા જીવને ભોગવવા પડતા દુ:ખનું વર્ણન ‘ચિહંગતિ ચોપાઈ’માં આપેલ છે. તેમના ગુરુનું નામ પ્રભરત્ન કે રત્નપ્રભ હોવાનો સંભવ છે. ‘ચિડુંગતિ ચોપાઈ’ના અંતે લખ્યું છે— મુરખમાહિ મૂપહિલી લીહ, જિણ ધર્મમાહિ વસઉ સવિદીહ, કાલઉં ગહિલઉં બોલિ ઠાઉં, તે ઉપુણુ સહગુરુ તણ ઉપસાઉ, અતિની છઈ મૂ ઘણી ટેવ, ગુરુયા સંઘની નિતુ કરૂ સેવ, અજ્ઞાન પણઈ આસાતન, થાઈ, વસ્તિગલાગઈ શ્રી સંઘ પાય. હીરાનંદસૂરિઃ—પીંપલ ગચ્છ વીરદેવસૂરિ— વીરપ્રભસૂરિના શિષ્ય. ‘વિદ્યાવિલાસ પવાડો’ સં. ૧૪૮૫માં લખ્યો. જંબૂસ્વામીનો વિવાહલો' સં. ૧૪૯૫માં, ‘કલિકાળ’ ઉપરાંત ‘વસ્તુપાળ–તેજપાલ રાસ’ અને ‘દશાર્ણભદ્ર રાસ' લખ્યો તેનો પ્રારંભ— “વીર જિણેસર પય નમીએ, સમરીય સમરીય સરસતિ દૈવિ કિ, દસનભદ્ર ગુણ ગાઈસ્યુંએ, હીયડલઈ હીરડલઈ હરષ ધરેવિ કિ વીર જિણેસર પય નમીએ.’ ‘વિદ્યાવિલાસ પવાડો' ભાષા અને સામાજિક દૃષ્ટિએ વિશેષ ગણાય. દયાસાગરસૂરિ –સં. ૧૪૮૬માં ‘ધર્મદત્તચરિત્ર’ લખ્યું. જયસાગરઃ—સં. ૧૪૮૯માં ‘વયરસ્વામીગુરુ રાસ' જૂનાગઢમાં લખ્યો અને ‘કલ્યાણમંદિર ભાષા' ચોપાઈ રચી. મેઘો (મેહો):—શ્રી ‘તીર્થમાળા સ્તવન’ ઉપરાંત સં. ૧૪૯૯ના કાર્તિકમાસમાં ‘રાણકપુર સ્તવન’ રચ્યું. દેવરત્નસૂરિ શિષ્યઃ—દેવરત્નસૂરિના કોઈ શિષ્યે ૬૫ ટૂંકમાં, જુદા જુદા પ્રાચીન છંદમાં સં. ૧૪૯૯માં ‘દેવરત્નસૂરિ ફાગ' નામનું સુંદર કાવ્ય આપ્યું, જેમાં શરૂઆતમાં મંગલાચરણના શ્લોક બાદ રાસનો પ્રારંભ “ત્રિભુવન ગગન વિભાસન દિણયર, નયર જીરાઉલિ વાંસરે, નમિય નિરંજન ભવભય ભંજન, સજ્જન રંજન પાસરે, કવિજન માનસ સરવરહ સીય, સરિસીઅ અવિચલ ભતિરે, ધ્યાઈસુ ભાવિ† દેવી સારદ, શારદ શિશ કરંકિત રે....... Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy