SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ તવારીખની તેજછાયા આજુબાજુ. તેમની સદીના ઉત્તમ કવિ. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૪૩૬માં ૧૨૦૦૦ શ્લોકનો પ્રાકૃતમાં મહાનગ્રંથ ‘ઉપદેશચિંતામણિ' રચ્યો તેના ભાવાનુવાદરૂપે સં. ૧૪૬૨માં ખંભાતમાં ‘પ્રબોધ ચિંતામણિ’ ‘(ત્રિભુવનદીપકપ્રબંધ’ કે ‘પરમહંસપ્રબોધ') પ્રબંધ રચ્યો. સંસ્કૃતમાં “ધમ્મિલ' મહાકાવ્ય લખ્યું, ત્યારબાદ “જૈનકુમાર સંભવ' લખ્યું, ઉપરાંત વિ. સં. ૧૮૬૦ની આસપાસ ૯ કડીની રચના આબુતીર્થના સ્તવનરૂપે ‘અર્બુદાચલવીનતી” ઉપરાંત નાના ગ્રંથો— શત્રુંજય,’ ‘ગિરનાર,' “મહાવીરવિજ એ ત્રણ પર સંસ્કૃત બત્રીશ શ્લોકની કાત્રિશિકા, આત્મબોધ, કુલક (પ્રાકૃત), ધર્મસર્વસ્વ (ઉધ્ધત) રચેલ છે, જ્યારે પોતાના ગ્રંથ ‘ઉપદેશચિંતામણિ' પર અવચૂરિ અને ઉપદેશમાલા તથા પુષ્પમાલા પર અવચૂરિ (નાની ટીકા) ક્રિયાગુપ્ત-સ્તોત્ર, ૧૧૪ દોહરાનું ‘નેમિનાથ ફાગુ' રચેલ છે, જે શ્રેષ્ઠ ઋતુ કાવ્ય ગણી શકાય. નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ વગેરે કરતાં તેમના ઉપરોક્ત પ્રબંધમાં જૂની ગુજરાતીનું સ્વરૂપ વધુ સ્પષ્ટ માલુમ પડે છે. તેમના સમયમાં ‘પ્રબોધ ચિંતામણિ' સર્વ શ્રેષ્ઠ ગણાય છે તેમાં જૂની ગુજરાતી છે અને દુહા, ધૂપદ, એકતાલી, ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, છાય, ગૂજરી વગેરે અનેક છંદો વપરાયા છે. ત્રિભુવનદીપક પ્રબંધ (પરમહંસ પ્રબંધ) રાગ ધન્યાસી આદિ“પહિલે પરમેસર નમી, અવિગતુ અવિચલ ચિતિ; સમરિસ સમરસિ ઝીલતી, હંસામણિ સરસત્તિ. માનસ સરિ જાં નિર્મલઈ, કરઈ કુતૂહલુ હંસુ; તાં સરસતિ રંગિ રહઈ, જોસી જાણઈ હંસુ. પાણિ પાહણિ સામિણી, મન સરસતિ સંભારિ, દીસઈ દૂસણ દૂઅંગમી, ભીડે ભૂઅણ દૂઆરિ.” સોમસુંદરસૂરિ -ગુજરાતી સાહિત્યમાં ગદ્ય-પદ્ય એમ ઉભય પ્રકારની સાહિત્ય પ્રવૃત્તિ કરનારાઓમાં અગ્રસ્થાને ગણાય તેવા હતા. તપાગચ્છના પચાસમાં પટ્ટધર હતા. તેમનો જન્મ સં. ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચકપદ ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭ તથા કાલધર્મ ૧૪૯૯માં. તેમણે સંસ્કૃતમાં “ભાણ-ત્રયચૂર્ણિ,’ ‘કલ્યાણકસ્તવ,’ ‘રત્નકોશ,” “નવસ્તવી’ વ. અને ગુજરાતીમાં ગદ્યમાં ‘ઉપદેશમાલા” “બાલાવબોધ' (સં. ૧૪૮૫) તથા યોગશાસ્ત્ર’–‘પડાવશ્યક’ - “આરાધના’ – “પતાકા’–‘નવતત્વિ'– “ષષ્ઠીશતક' એ છ બાલાવબોધ કર્યા છે. “યોગશાસ્ત્ર-ચતુર્થપ્રકાશનો બાલાવબોધ રચનાર મુનિસુંદર સૂરિ તેમના શિષ્ય હતા. તેમનું ચરિત્ર “સોમસૌભાગ્યકાવ્ય'માં ગૂંથેલું છે. ‘આરાધના રાસ' ઉપરાંત ગુજરાતી-પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર નેમિનાથ નવસ’ ફાગુ કે જેના મંગલાચરણમાં બે સંસ્કૃત શ્લોક પછી રાસક આ રીતે છે. સમર વિસારદ સકલ વિસારદ સાર દયા પર દેવી રે, ગાઈસુ નેમિ જિણિંદ નિરંજન રંજન જગહ નમેવી રે; રવિતલિ વરતઈ સોરીએ પુરવાર અવયનયર સિંગારરે, સમુદ્રવિજય તિહાંરાજ કરતિ પતિ રતિપતિન ઉ અવતાર રે.” જિનભદ્રસૂરિશિષ્ય –(ઉપદેશમાલા સં. ૧૪૮૫ પછી લગભગ સો-સવાસો વર્ષ બાદ) “ખરતરગુરુ-ગુણવર્ણનછપ્પય’ નામનું એક વિસ્તૃત કાવ્ય અજ્ઞાત કવિનું મળે છે. એમાં જયસિંહદેવના રાજ્યકાળથી થયેલા ખરતરગચ્છના આચાર્યોની સાલવારી અને ઉપયોગી હકીકત અપાયેલી છે. જયાનંદસૂરિ –વિ. સં. ૧૪૧૦ની આસપાસ ‘ક્ષેત્ર પ્રકાશરાસ' રચ્યો હતો પણ તે મેળવી શકાયો નથી. | વિજયભદ્ર:–રાજકુંવરી કમલાના શીલ-સદાચારનો મહિમા સમજાવીને કર્મવિપાક સમજાવતું કથાનક આપેલું છે. કમલાવતી રાસ' ૩ ગાથાનો અને કલાવતી સતીનો રાસ', સૌથી ગુજરાતી લોકકથા “હંસરાજ વચ્છરાજ' સં. ૧૪૧૧માં, ‘શીલ વિષે સઝાય' સં. ૧૪૧૧માં, “શીલ વિષે શિખામણ સઝાય' રચેલ. કલાવતી રાસમાં તત્કાલીન ભાષાના અંશો ઠીક ઠીક પ્રમાણમાં સચવાઈ રહ્યા છે. હરસેવક –કુકડી ગામમાં ચોમાસું ગાળ્યું તે દરમિયાન સં. ૧૪૧૩માં ‘મયણરેહાનો રાસ’ ૧૮૮ કડીમાં રચ્યો, જેમાં રાજસ્થાની-મારવાડી ઘણા શબ્દો-પ્રત્યયો આવે છે. જો કે તેની ભાષા સં. ૧૪૧૩ જેટલી જૂની લાગતી નથી. આદિ દોહા “જુઆ માંસ દારુ તણી, કરે વેશ્યાશું જોષ જીવ હિંસા ચોરી કરે, પરનારીનો દોષ.” ઢાલ-અનાથીની વૈરાગી દેશીમાં.” “વ્યસન સાતમું પરનારીનું, પ્રત્યક્ષ પાપ દીખાયું, રાવણ પદમોતર મણિરથ રાજા, તીનું રાજ ગમાયું.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy