SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કરઈ હિં છે સવિચાર, આબુ ગિરિવરૂ તહિં પવરો.....'' અમ્બદેવસૂરિ :—નાચંદ્રગચ્છના પાસડસૂરિના શિષ્ય હતા. તેમના ઈ. સ. ૧૩૧૫ (સં. ૧૩૭૧)ના ‘સમરારાસો’– સમરસિંહ રાસનો નાયક સમરસિંહ મંત્રી ઓસવાળ હતો અને તેના પર અલપખાનની મહેરબાની હતી. તેણે સંઘ કાઢ્યો હતો. આ સંઘપતિ સમરા-સમરસિંહે પણ કેટલાંક સ્તવનો બનાવ્યાં હતાં. ‘સમરારાસુ’માં પણ પાટણના સંઘપતિ વણિક સમરસિંહે જોડેલ સંઘની યાત્રાનું વર્ણન કર્યું છે. તેનો મુસ્લિમ રાજ્યમાં માન-મોભો, દેવાલયોનો કરેલો ઉદ્ધાર, જૈન તીર્થો વગેરેનાં વર્ણન ઉપરાંત એ વખતનાં ગુજરાતનાં ઇતિહાસ-ભૂગોળ અને જૈનસમાજનો તેમાંથી પરિચય સાંપડે છે. સમરસિંહે સં. ૧૩૭૧- માં શત્રુંજય પર ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. સમરારાસો પણ તે જ વર્ષમાં રચાયો હતો. તેમાં ઠીક ઠીક કવિતા, ઉપયોગી ઐતિ. માહિતી, ભિન્ન પ્રકારના દેશી ઢાળ અને થોડી ગુજરાતની ભૂગોળ મળી આવે છે.' “સવંતિર ઇકહત્તર થાપિઓ રિસહ જિણિંદો, ચૈત્રવિદ સાતમ પહુત ઘરે નંદઓએ જા વિ ચંદો......... ......એહુ રાસુ જો પઢઈ ગુણઈ નારિઉ જિણ હરિ દેઈ, શ્રવણિ સુણઈ સો બયઠઈએ તીરથએ તીરથજાત્ર ફલુલિઈ.’ મંડલિક :—૧૩૬૦ના આસપાસ રચાયેલા પેથડરાસમાં સંડેર–પાટણના પોરવાડવંશના પેથડશાહે કરાવેલી સંઘયાત્રા તથા સુકૃત્યોનું વર્ણન છે. જિનમંદિરમાં પણ રાસ રમાતા તેનો ઉલ્લેખ મળે છે. સંઘયાત્રાએ નીકળે છે તે પહેલાં ગામમાં થતાં ઉત્સવનું વર્ણન કવિ આપે છે ઃ— દેવાલઈ બાલીય, નયણિ વિસાલિય, દ્વિતીય તાલી ગિ ફિરતી હરિસ ભરે! તિ નાચઈ ખેલા, બયુક્તવેલા બાલા ભોલા લઉ ડારિસ રમઈ......... “કાવ્ય કરતાં તેની ઉપયોગિતા ઇતિહાસ, ભૂગોળ અને કાવ્યબંધની દૃષ્ટિએ ખાસ છે.” નવા છંદમાં સરૈયાનો અહીં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ઉપયોગ થયો છે. ધર્મકુશલજી :—જિનચંદ્રસૂરિના શિષ્ય હતા, તેમણે ૩૮ કડીના ‘જિન કુશલસૂરિ પટ્ટાભિષેક રાસ’માં ચંદ્રગચ્છના શ્રી જિનકુશલસૂરિને આચાર્યપદે સ્થાપ્યા તેના સમારંભ પ્રસંગનું વર્ણન કરેલું છે. Jain Education International For Private ૧૯૯ સર્વાનંદસૂરિ :—પંદરમાં સૈકામાં થયા હોવાનો સંભવ છે. તેમણે ૧૩૫ કડીમાં મંગલકલશ નામના રાજકુમારની પ્રેમલગ્નકથા ‘મંગલ કલશ ચરિત’ (મંગલ કલસ ચોપાઈ)માં કથેલ છે. આ સિવાય એક સર્વાનંદસૂરિએ સં. ૧૩૦૨માં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. બીજા સર્વાનંદસૂરિએ જગડૂચરિત રહ્યું છે. આચાર્ય જિનપદ્મસૂરિ :~~~ઈ. સ. ૧૩૨૬-૪૪ દરમ્યાન થઈ ગયા. તેમણે ‘શ્રી સ્થૂલિભદ્રફાગ’ રચ્યો, જે તેમની અલંકારયુક્ત ભાષાથી જાણીતો છે. ફાગુ પદ્ધતિનાં અત્યાર સુધીમાં મળેલા કાવ્યોમાં તે જૂનામાં જૂનું ગણાય છે. સોમમૂર્તિ :—સં. ૧૩૩૧ પછી જિનેશ્વરસૂરિ દીક્ષા વિવાહ વર્ણના રાસ' નામનું ૩૩ ટૂંકનું પ્રાચીન કાવ્ય લખ્યું છે તે વખતની ભાષાનું પ્રતિનિધિત્વ તેમાં જોઈ શકાય છે. વિવાહનાં અંતે— “એહ વીવાહુલ જે પઢહિં જે દયહિ પેલાપેલિય રંગરિ, તાહ જિણેસરસૂરિ સુપસન્નુ ઇમ ભણઈ ભવિય ગણિ.” જગડુ :—જિનેશ્વરસૂરિના શિષ્ય જગડૂએ સં૦ ૧૩૩૧ પછી ૬૪ કડીની સળંગ ‘સમ્યક્ત્વમાં ચઉપઈ' લખી તેમાં આસ્તિકનાં લક્ષણ આપેલાં છે, જેનો પ્રારંભ— “ભલે ભણઉં માઈ રિ જોઈ, ધમ્મઈ મૂલુજી સકિત હોઈ, સમકેિતુ વિષ્ણુ જો ક્રિયા કરેઈ, તાતઈ લોહિ નીરૂ ઘાલેઈ.” પદ્મ :—આ કવિ કદાચ જિનપદ્મસૂરિ પણ હોઈ શકે. ચૌદમા સૈકાના આ કવિએ, ‘સાલિભદ્ર કક્ક' અને ૫૭ ટૂંકની ‘દુહામાતૃકા’ લખ્યાં ‘કક્ક’ એ નૈતિક બોધકાવ્ય છે. માતૃકાને કક્ક-કક્કો એ વર્ણાક્ષરો પરનાં બોધકાવ્યો છે. માતૃકા એટલે બારાખડી. માતૃકા ‘અ’ થી શરૂ કરીને, તો કક્કો ‘ક'થી શરૂ કરીને મોટે ભાગે એક વર્ષે એક કડીનો ધર્મ-નીતિ-બોધ આપતું ઉપદેશ કાવ્ય હોય છે. સોલણું :—તેમણે વિક્રમના, ૧૪મા સૈકાનું લાગતું ગેયપ્રકારનું કાવ્ય ‘ચર્ચરિકા’ લખ્યું. તેનો પ્રારંભ— “જિણ ચઉવા નમે વિષ્ણુ સરસઈપય પણ મેવિ, આરાહ ગુરુ અષ્પણઉ અવિચલું ભાવુ ધરેવિ, કર જોડ ઉ સોલણુ ભણઈ જીવિઉ સફલુ કરેસુ, તુર્મ્ડિ અવધારહ મિયઉ ચરિ હઉં ગાએસુ....'' અજ્ઞાતકવિ :—ની સં. ૧૩૫૦ના તાડપત્રમાં ‘માતૃકાચઉપઈ'ની પૂર્વે ૬૧ કડીના ‘સંવેગમાતૃકા” નામક કૃતિ મળે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy